છઠ્ઠા વર્ષમાં પ્રવેશેલા જેવલ અને જીયાનાએ પોતાના જન્મદિવસ નિમિત્તે કેક કાપવા કે મોંઘી હોટલમાં જમવા જવાના બદલે ભારતીય સંસ્કૃતિની પરંપરા અનુસાર પોતાના કંઠે સુમધુર સુંદર ભાવવાહી શૈલીમાં સંગીતના સુરો સાથે,તબલાંના તાલે, ઢોલકના નાદ સાથે હનુમાન ચાલીસાનું પઠન કર્યું
Pratik kubavat, morbi : ટીવી, મોબાઈલ, ઈન્ટરનેટના આ યુગમાં પુસ્તક પઠન, મનન અને ધાર્મિક સાહિત્ય કંઠસ્થ કરવું કોઈને ગમતું નથી પરંતુ મોરબીના રંગપડીયા પરિવારના ટ્વીન્સ બાળકો જેવલ અને જિયાના માત્ર પાંચ વર્ષની ઉમરમાં હનુમાન ચાલીસા કંઠસ્થ કરી લઈ બન્નેના જન્મદિવસ નિમિતે મોંઘીદાટ કેક કાપવી કે મોંઘીદાટ હોટેલમાં પાર્ટી કરવાને બદલે ધૂન મંડળનું સુકાન સંભાળી હાર્મોનિયમ તેમજ તબલાના તાલે સુરાવલી વહાવી જન્મ દિવસની અનોખી ઉજવણી કરી હતી.
આજના સમયમાં મોટા ભાગના બાળકો પોતાના જન્મદિવસની ઉજવણી ખુબજ ધમાકેદાર રીતે કરવામાં આવે તેવી જીદ માતા પિતા પાસે કરતા હોય છે અને મોંઘીદાટ હોટેલમાં મોંઘી કેક કાપી,મોંઘી થાળી મિત્રો ભેગા કરીને પાશ્ચાતીય સંસ્કૃતિની જેમ ખુબજ ખર્ચાળ રીતે ઉજવણી કરતા હોય છે. પરંતુ મોરબીના રવાપર રોડ ઉપર ગાયત્રીનગરમાં રહેતા રંગપડીયા મનીષભાઈ દિનેશભાઈના ટ્વિન્સ દિકરા - દીકરી જેવલ-જીયાના જરા હટકે છે.
પાંચ વર્ષ પૂર્ણ કરી છઠ્ઠા વર્ષમાં પ્રવેશેલા જેવલ અને જીયાનાએ પોતાના જન્મદિવસ નિમિત્તે કેક કાપવા કે મોંઘી હોટલમાં જમવા જવાના બદલે ભારતીય સંસ્કૃતિની પરંપરા અનુસાર પોતાના કંઠે સુમધુર સુંદર ભાવવાહી શૈલીમાં સંગીતના સુરો સાથે,તબલાંના તાલે, ઢોલકના નાદ સાથે હનુમાન ચાલીસાનું પઠન કરીને ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
સાથે જ મોરબીમાં ગૌસેવા માટે તેમજ અનેક સેવાકીય પ્રવૃત્તિઓ માટે વર્ષોથી ચાલતા બજરંગ ધૂન મંડળની ધૂન દ્વારા સેવાકીય પ્રવૃત્તિ માટે ધનરાશી એકત્ર કરી જન્મદિનની ઉત્તમ ઉજવણી અન્ય બાળકો માટે પ્રેરણા પુરી પાડેલ છે. આ પ્રસંગે ખુબજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રંગપડીયા પરિવારના સગા-વ્હાલા સ્નેહીજનોએ આ બંને બાળકોને શુભાષીશ પાઠવ્યા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર