અતુલ જોશી (મોરબી) : રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તાજેતરમાં જ નગરપાલિકાઓના ચીફ ઓફિસર (Chief officer) તરીકે ફરજ બજાવતા અધિકારીઓ/કર્મચારીઓની બદલી કરીને તેઓને અન્ય નગરપાલિકા ખાતે બદલીથી નિમણૂંક કરવામાં આવી છે. જેમાં 50 જેટલાં ચીફ ઓફિસરની બદલી કરવામાં આવી હોવાનું સત્તાવાર રીતે જાહેર થવા પામ્યું છે. જેમાં મોરબીમાં સંદીપ ઝાલાની વરણી કરાઈ છે.
રાજ્ય સરકાર દ્વારા અધિકારીઓ કર્મચારીઓની બદલીના દોર વચ્ચે આજે રાજ્યના વધુ 50 જેટલા ચીફ ઓફિસરની બદલી કરવામાં આવી છે જેમાં મોરબીમાં ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવતા ગિરીશ સરૈયાની રાજુલા ખાતે બદલી કરી દેવામાં આવી છે. જ્યારે તેમના સ્થાને હળવદથી સંદીપસિંહ, વી.ઝાલા ને મુકવામાં આવ્યા છે.
વધુમાં માળીયા ખાતે ફરજ બજાવતા હિરેન સોલંકીને તલોદ મૂકી દેવાયા છે અને વાંકાનેર ખાતે તેજલબેન મૂંધવાને અને માળીયા મિયાણા ખાતે ઊર્મિલા સુમેસરાની નિમણુંક કરવામાં આવી છે. વધુમાં હળવદ ખાતે પાટણના પાંચાભાઈ માળી ની બદલી કરાઈ છે. આમ રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ દ્વારા રાજ્યના કુલ 50 જેટલા અધિકારીઓની બદલી કરવામાં આવી છે.
ઉલ્લેખનિય છે કે, તાજેતરમાં જ ગુજરાત રાજ્યમાં રાજ્યના પોલીસ બેડામાં અધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે. જેમા નાયબ કમિશનરથી લઇ પીઆઇ સામેલ હતા. ત્યાં જ આ દરમિયાન 9 જેટલા અધિકારીઓને પ્રમોશન પણ આપવામાં આવ્યું હતું. આ પહેલા રાજ્યના વધુ 10 જેટલા IAS ઓફિસરોની બદલી કરવામાં આવી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર