અતુલ જોશી, મોરબીઃ મોરબી જિલ્લામાં DGP ડિસ્ક એવોર્ડ માટે સારી-પ્રશંસનીય કામગીરી કરનારા અધિકારીઓ અને કર્મચારીઓની દરખાસ્ત DGP કચેરીએ મોકલવામાં આવી હતી. આ દરખાસ્ત અંગે ગૃહ વિભાગની કમિટી દ્વારા કામગીરીનું અવલોકન કરવામાં આવે છે. જેમાં કુલ 110 અધિકારીઓ અને કર્મચારીઓને સારી કામગીરીને લઈને એવોર્ડ આપવામાં આવ્યો હતો.
110 અધિકારીને સન્માનિત કરવામાં આવ્યાં
રાજ્યમાં કુલ 110 અધિકારીઓ અને કર્મચારીઓનું સારી કામગીરી અનુસંધાને DGP ડિસ્ક એવોર્ડ એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં DGP આશિષ ભાટિયાએ એવોર્ડ આપી સન્માન કર્યુ હતુ. જેમાં પોલીસ મહાનિર્દેશક અને સુરત કમિશનર અજયકુમાર તોમર, અધિક પોલીસ મહાનિર્દેશક વડોદરા કમિશનર ડૉ. શમશેર સિંઘ, ડૉ. કે.એલ.એન. રાવ તેમજ સાત પોલીસ મહાનિરીક્ષક, પાંચ પોલીસ નાયબ પોલીસ મહાનિરીક્ષક અને 13 પોલીસ અધિક્ષકને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
તેમાં રાજકોટના રેન્જ આઇજી અશોકકુમાર યાદવ, વડોદરાના રેન્જ આઇજી સંદિપ સિંઘ, અમદાવાદ ક્રાઇમના વડા પ્રેમવીર સિંઘ, કચ્છ આઇજી જશવંત મોથલિયા તેમજ 13 પોલીસ અધિક્ષકમાં મોરબી એસપી રાહુલ ત્રિપાઠી, રાજકોટ ગ્રામ્ય એસપી જયપાલસિંહ રાઠોડ, ATS એસપી સુનીલ જોશીનો પણ સમાવેશ કરવામાં આવે છે. જેમાં મોરબી ડીવાયએસપી પ્રતિપાલસિંહ ઝાલા સહિત રાજ્યના 12 બિનહથિયારધારી ડીવાયએસપી, 04 હથિયારધારી ડીવાયએસપીનો સમાવેશ કરવામાં આવ્યો છે.
વર્ષ દરમિયાન ક્રાઇમ-ડ્રગ્સ સામે ઉત્કૃષ્ટ કામગીરી
આ ઉપરાંત મોરબી એસીબી પીઆઈ જે.એમ. આલ સહિત 12 બીનહથિયારધારી પીઆઈ, 02 હથિયારધારી પીઆઈ અને 01 વાયરલેસ પીઆઈ મળી કુલ 15 પીઆઈનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સિવાય 17 પીએસઆઈ, 08 એએસઆઇ, 02 ટેકનિકલ ઓપરેટર, 10 હેડ કોન્સ્ટેબલ અને 12 કોન્સ્ટેબલનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં વધતા ક્રાઈમ રેટ અને ડ્રગ્સ મામલે પોલીસ દ્વારા ખુબ સુંદર કામગીરી કરવામાં આવી હતી. ત્યારે ક્રાઇમ રેટ સામે ક્રાઈમ પર કંટ્રોલ માટે ખૂબ સુંદર કામગીરી કરનાર એડીજીથી લઇ કોન્સ્ટેબલ સુધીના તમામને રાજ્યના પોલીસવડા આશિષ ભાટિયા દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.
Published by:Vivek Chudasma
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર