Home /News /kutchh-saurastra /મોરબીમાં મોટી દુર્ઘટના: દીવાલ પડતા એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત, દીકરા-દીકરીના આવતીકાલે લગ્ન...
મોરબીમાં મોટી દુર્ઘટના: દીવાલ પડતા એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત, દીકરા-દીકરીના આવતીકાલે લગ્ન...
દીવાલ ધરાશાઈ થતા બે સગાભાઈ અને ભત્રીજાનું મોત
મોરબી જિલ્લાના હળવદ (halvad) તાલુકાના દીધડીયા ગામ (Didhdiya Village) માં દીવાલ ધરાશાયી (wall collapse) થતા એક જ પરિવારના ત્રણ સભ્યો દટાઈ ગયા હતા, જેમાં બે સગાભાઈ હતા અને એક ભત્રીજો હોવાનું સામે આવી રહ્યું
અતુલ જોશી, મોરબી : મોરબી (Morbi Accident) જિલ્લામાંથી એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. જેમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. ઘરે પ્રસંગ હોવાથી પરિવારના બે સગાભાઈ અને ભત્રીજો સાફ સફાઈનું કામ કરી રહ્યા હતા, ત્યારે અચાનક દીવાલ ધરાશાઈ થતા ત્રણ લોકોના મોત (wall collapse same family three killed) નિપજ્યા છે.
બે સગાભાઈ અને ભત્રીજાનું મોત
પ્રાપ્ત માહિતી અનુસાર, મોરબી જિલ્લાના હળવદ (halvad) તાલુકાના દીધડીયા ગામ (Didhdiya Village) માં દીવાલ ધરાશાયી (wall collapse) થતા એક જ પરિવારના ત્રણ સભ્યો દટાઈ ગયા હતા, જેમાં બે સગાભાઈ હતા અને એક ભત્રીજો હોવાનું સામે આવી રહ્યું છે. કહેવાય છે કે, ઘરે શુભ પ્રસંગ હતો જેથી સાફ સફાઈનું કામ કરતા હતા, ત્યારે અચાનક દીવાલ ધરાશાઈ થઈ હતી. શુભ પ્રસંગનીની ખુશી વચ્ચે ત્રણ લોકોના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.
દીકરા-દીકરીના લગ્ન લખવાના એક દિવસ પહેલા જ માતમ
વિગતે ઘટનાની વાત કરીએ તો, હળવદના દીધડીયા ગામ (Halvad Didhdiya village) માં કાંજીયા પરિવારમાં માતાજીના માંડવાનો કાર્યક્રમ હતો અને આવતીકાલે દીકરા દીકરીના લગ્ન લખવાના હતા, ત્યારે ઘરે શુભ પ્રસંગ હોવાને લઈ હકાભાઈ કમાભાઈ કાંજીયા અને વિપુલભાઈ કમાંભાઈ કાંજીયા (બંને સગાભાઈ) અને ભત્રીજો મહેશભાઈ પેમાભાઈ કાંજીયા ઘરની પાસે સાફ સફાઈ કરી રહ્યા હતા, તેજ સમયે અચાનક દીવાલ ધરાશાઈ થઈ અને ત્રણે પર મોત બનીને ત્રાટકી. અચાનક અવાજ આવતા પરિવારના અન્ય સભ્યો દોડી આવ્યા અને તેમને બહાર કાઢી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા પરંતુ તે પહેલા જ ત્રણેના મોત થઈ જતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.
મહત્વની વાત એ છે કે, મૃતક હકાભાઈના દીકરા અને દીકરીના આવતીકાલે લગ્ન લખાવવાના હતા, અને પરિવારમાં ખુશીનો માહોલ હતો, ત્યારે અચાનક એક જ પરિવારના ત્રણ લોકોના મોતથી પુરો પરિવાર અને ગામમાં શોકનો માહોલ થવાઈ ગયો છે. આ મામલે હળવદ પોલીસને જાણ કરવામાં આવતા, પોલીસે ઘટના સ્થળની તપાસ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર