વાંકાનેરમાં તસ્કરો બેફામ, વેપારીના ઘરે 17.50 લાખની ચોરી

વેપારીના ઘરે 17.50 લાખની ચોરી

વેપારીના ઘરમાંથી તસ્કરો 62 તોલા સોનાના દાગીના અને રોકડ મળીને કુલ રૂપિયા 17.50 લાખની ચોરી કરી ફરાર

 • Share this:
  અતુલ જોશી, મોરબી: વાંકાનેર માર્કેટ ચોક નજીક રહેતાં વેપારીના ઘરમાંથી તસ્કરો 62 તોલા સોનાના દાગીના અને રોકડ મળીને કુલ રૂપિયા 17.50 લાખની ચોરી કરી ફરાર થઇ ગયા હોવાની ઘટના સામે આવી છે. આ અંગે વાંકાનેર પોલીસે ગુનો નોંધી એફએસએલ અને ડોગ સ્કવોડની મદદથી તપાસ હાથ ધરી છે.

  વાંકાનેર માર્કેટ ચોક વિસ્તાર નજીક રહેતા અને લાઠીનો વેપાર કરતાં મન્સુર દાઉદભાઈ મલકાણી રમજાન માસ ચાલતો હોવાને લીધે સાંજના સાત વાગ્યે રોજો છોડવા માટે મસ્જીદે ગયા હતા. જ્યારે તેઓ પાછા ફર્યા ત્યારે ઘરના દરવાજા ખુલ્લા હતા અને ઘરની અંદર તપાસ કરતાં કોઈ અજાણ્યા શખ્સો મકાનમાં પ્રવેશ્યા હોવાનું જાણવા મળ્યું હતું. આટલું જ નહીં, ચાવીઓ અને હથિયાર વડે કબાટ તોડી 15.50 લાખની કિંમતના 62 તોલા સોનાના દાગીના અને બે લાખ રૂપિયાની રોકડ રકમ મળી કુલ 17.50 લાખની ચોરી કરી ગયા હતા.

  આ પણ વાંચો: વાંકાનેર નજીક લૂંટની ઘટનામાં આવ્યો વળાંક, મહિલાએ લૂંટ ન થઇ હોવાનું કબુલ્યું

  ઘટનાને પગલે તેમણે તરત જ પોલીસને જાણ કરી હતી. જે બાદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. આ અંગે પોલીસ આસપાસની દુકાનના સીસીટીવી તપાસી એફએસએલ, ડોગ સ્કવોડની મદદથી તપાસ હાથ ધરી છે.
  Published by:Azhar Patangwala
  First published: