Home /News /kutchh-saurastra /મોરબી: અસહ્ય ઉકળાટ બાદ વરસાદનું ધમાકેદાર આગમન

મોરબી: અસહ્ય ઉકળાટ બાદ વરસાદનું ધમાકેદાર આગમન

મોરબી વરસાદ

મોરબીમાં ઉદ્યોગોના પ્રદુષણને કારણે મોરબી તાલુકામાં વરસાદનું આગમન મોડું થયું હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે.

    અતુલ જોશી ,મોરબી: હવામાન વિભાગની આગાહી અનુસાર સમગ્ર ગુજરાતમાં વરસાદની કાગડોળે રાહ જોવાઈ રહી હતી. તે અનુસાર મેઘરાજાનું ગુજરાતમાં આગમન થયું છે. મોરબીમાં વરસાદનું ધમાકેદાર આગમન થતાં લોકોએ થોડો રાહતનો શ્વાસ લીધો છે. મોરબીમાં ઉદ્યોગોના પ્રદુષણને કારણે મોરબી તાલુકામાં વરસાદનું આગમન મોડું થયું હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે.

    બફારો અને અસહ્ય ઉકળાટ બાદ મોડી રાતથી વાતાવરણમાં અચાનક પલટો આ‌વ્યો છે. મોરબી જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો. ગત રાત્રીથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ શરૂ થતા સમગ્ર જીલ્લામાં ઠંડક પ્રસરી છે. તો વરસાદના આગમનને પગલે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી અને મહિલાઓ અને બાળકોએ ન્હાવની મજા માણી.

    મોરબી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી મેઘરાજાનું આગમન થયું ન હતું. જેમાં માળીયા મિયાણા, હળવદ ,વાંકાનેર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના અમી છાંટણા જોવા મળ્યાં, પરંતુ મોરબી તાલુકા અને શહેરના વિસ્તારોમાં આજે સવારે નવ વાગ્યાથી શરૂ થયેલા વરસાદથી લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

    આ પણ વાંચો: રાજ્યમાં વરસાદી માહોલ : રાજ્યના અનેક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ



    તો બીજી બાજુ માળીયા મિયાણાના ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી ભારે પવન સાથે વરસાદ થતાં અમુક છેવાડાના વિસ્તારમાં મકાનના છાપરા ઉડી ગયા હતા જો કે મોરબી પંથકમાં વરસાદથી ખેડૂતોમાં નવી આશાનો સંચાર થયો છે ત્યારે એક નવી આશા લઈને વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં પણ ખુશીની લહેર છવાઈ ગઈ છે.

    ઘણા લાંબા સમયે મોરબી તાલુકા અને શહેરમાં વરસાદ થતા બુદ્ધિજીવી લોકો સીરામીક અને પેપરમિલના ઉદ્યોગોથી થતા પ્રદુષણને જવાબદાર ગણાવે છે ત્યારે આજે લાંબા સમય બાદ વરસાદ આવતા લોકોએ વરસાદ પહેલી વખત વરસાદ જોયો હોય તેવો ઉત્સાહ જોવા મળ્યો.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: Morbi, ચોમાસુ, વરસાદ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन