video: વાંકાનેરના ભલગામ નજીક યુવકની હત્યા કરનાર હત્યારો સીસીટીવીમાં કેદ, પોલીસે ફોટો જાહેર કરી માહિતી આપવા કરી અપીલ

આરોપીની તસવીર

પોલીસ તપાસ દરમ્યાન સી.સી.ટી.વી. ફુટેજ આધારે જાણવા મળ્યું છે કે ફોટામાં દેખાતો શકમંદ ઇસમ બનાવના સમય પહેલા મૃતકની સાથે જોવા મળ્યો હતો.

  • Share this:
    અતુલ જોશી, મોરબીઃ મોરબી (morbi) જિલ્લાના વાંકાનેર (vankaner) તાલુકના ભલગામ નજીક યુવકની હત્યા કરાયેલી લાશ મળી હતી. જોકે, સીસીટીવીના (cctv) આધારે શંકાસ્પદ આરોપીની જાણ થઈ હતી. પોલીસે હત્યારાનો ફોટો  (killer photos) જાહેર કરીને માહિતી આપવા માટે અનુરોધ કર્યો હતો. અને માહિતી આપનાર લોકોની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.

    વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભલગામ નજીક તુલશી હોટલની સામે ગઈ તા. 26/03/2021ના રોજ એક વ્યક્તિને અજાણ્યા શખ્સે અગમ્ય કારણોસર માથાના પાછળના ભાગે સખત અને બોથડ પદાર્થના ઘા મારી ગંભીર ઇજા પહોંચાડી તેનું મોત નિપજાવ્યું હતું.

    પોલીસ તપાસ દરમ્યાન સી.સી.ટી.વી. ફુટેજ આધારે જાણવા મળ્યું છે કે ફોટામાં દેખાતો શકમંદ ઇસમ બનાવના સમય પહેલા મૃતકની સાથે જોવા મળ્યો હતો. અને શકમંદ ઇસમ કેસરી કલરની સાયકલ સાથે આંણદ જિલ્લાના તારાપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તાર તરફથી આવેલ છે.

    આ પણ વાંચોઃ-સેક્સ રેકેટ ઉપર પોલીસ ત્રાટકી, કઢંગી હાલતમાં ઝડપાયા યુવક-યુવતીઓ, વોટ્સએપ પર ચાલતું હતું રેકેટ

    આ પણ વાંચોઃ-રુંવાડા ઊભા થઈ જાય એવો હત્યાનો live video, ધોળા દિવસે ડોક્ટર દંપતી ઉપર બદમાશોએ ગોળીઓ વરસાવી કરી હત્યા

    અને શકમંદ ઇસમ જે સાયકલ લઇને આવ્યો હતો, તે સાયકલ બનાવ સ્થળ નજીકથી મળી આવી છે. જેથી, આ શકમંદ વ્યક્તિની ઓળખ કરવી જરૂરી છે. આ ઇસમ કોઇપણ વિસ્તારમાં જોવા મળે તો વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન (02828 220665 / 82005 34834 અથવા પીએસઆઇ આર. પી. જાડેજા (99090 01102)નો સંપર્ક કરી માહિતી આપવા પોલીસ મથક દ્વારા અપીલ કરવામાં આવે છે.

    આ પણ વાંચોઃ-અમદાવાદઃ સાસરીમાં જઈને જમાઈએ બધાની સામે એવું કહ્યું કે પરિણીતા સહિત આખો પરિવાર ચોંકી ગયો

    આ પણ વાંચોઃ-રાજકોટઃ બૂટલેગર સંજય સોલંકી હત્યા કેસ, મિત્ર વિશાલે જ લોખંડની પ્લેટથી ઉતાર્યો મોતને ઘાટ, જણાવ્યું હત્યાનું કારણ

    માહિતી આપનાર વ્યકિતનું નામ ગુપ્ત રાખવામાં આવશે તેવું જણાવ્યું છે.સાથે વાંકાનેર તાલુકા પોલીસે પણ આ આરોપી પરપ્રાંતીય હોવાની આશંકને ધ્યાને રાખી તમામ એસટી ડેપો, તમામ રેલવે સ્ટેશનો અને આવવા જવાના રસ્તાઓ પર ચાંપતી નજર રાખી છે.



    ત્યારે પોલીસે આરોપીનો ચહેરો પોલીસ સમક્ષ અને લોકો સમક્ષ મૂકી હત્યાના આરોપીની ભાળ મેળવવા કાવાયત તેજ કરી છે. સાથે આરોપી પણ અન્ય કોઈ ગંભીર ગુનાને અંજામ આપે એ પહેલાં પકડી પાડવા વાંકાનેર પીએસઆઇ આર પી જાડેજા એ સર્વેલન્સ સ્ટાફ સહિતની ટીમોને કામે લગાડી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
    Published by:ankit patel
    First published: