Home /News /kutchh-saurastra /

મોરબી: જાંબુડિયા ગામમાં થયેલી યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો! પોલીસે ત્રણ આરોપીની ધરપકડ, થયો ચોંકાવનારો ખૂલાસો

મોરબી: જાંબુડિયા ગામમાં થયેલી યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો! પોલીસે ત્રણ આરોપીની ધરપકડ, થયો ચોંકાવનારો ખૂલાસો

પકડાયેલા આરોપીઓની તસવીર

મોરબીના જાંબુડિયા ગામે આવેલ લેટીના સીરામીક ટાઇલ્સ કારખાનામાં રહીને મજૂરી કામ કરતા વરસિંગભાઈ ફતીયાભાઈ વહોનિયાની ગત તા.31 ઓક્ટોબરે રાત્રે બાઈકમાં આવેલ ત્રણ શખ્સોએ છરીના ઘા ઝીકીને હત્યા કરી નાખી હતી.

    અતુલ જોશી, મોરબીઃ મોરબીના જાંબુડિયા ગામ (Morbi jambudiya village) પાસે થોડા દિવસો પહેલા પારકા ઝઘડામાં વચ્ચે પડ્યાની શંકાથી યુવાનની ત્રણ શખ્સોએ છરીના ઘા ઝીકીને હત્યા કરી નાખી હતી. દરમ્યાન આજે ગુરુવારે તાલુકા પોલીસે (Taluka police) વાહન ચેકિંગ દરમ્યાન બે શખ્સોને શંકાસ્પદ 9 મોબાઈલ સાથે ઝડપી લીધા હતા.આ ઉપરાંત અમરેલીમાં એસઓજીએ (Amreli SOG) એક શખ્સને ઝડપી લીધો હતો. આ ત્રણેય શખ્સે પોલીસની પૂછપરછમાં ઉપરોક્ત યુવાનની હત્યા કર્યાની કબૂલાત આપતા આજે તાલુકા પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

    મોરબીના જાંબુડિયા ગામે આવેલ લેટીના સીરામીક ટાઇલ્સ કારખાનામાં રહીને મજૂરી કામ કરતા વરસિંગભાઈ ફતીયાભાઈ વહોનિયાની ગત તા.31 ઓક્ટોબરે રાત્રે બાઈકમાં આવેલ ત્રણ શખ્સોએ છરીના ઘા ઝીકીને હત્યા કરી નાખી હતી.

    આ બનાવ અંગે મૃતકના પત્ની લીલાબેન ઉર્ફે લલિતાબેન વરસિંગભાઈ વહોનિયાએ ત્રણ આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી હતી, કે આરોપીઓ તો કોઈ જૂની માથાકૂટનો ખાર રાખીને એક શખ્સને મારવા આવ્યા હતા.પણ એ શખ્સ બચીને ભાગી ગયો હતો.

    આ પણ વાંચોઃ-દાહોદનો ચેતવણીરૂપ કિસ્સો! પત્ની સાથે રેલવે અધિકારી કેક લેવા બજાર ગયા, બર્થડેના દિવસે જ બાળકોને બાનમાં લઈ ચલાવી રૂ.32.50 લાખની લૂંટ

    આથી આ ત્રણ શખ્સોની હાથે મૃતકના પતિ ચડી જતા તે પારકા ઝઘડામાં વચ્ચે પડ્યો હોવાથી શંકા કરીને આરોપીઓએ તેને પતાવી દીધો હતો.જોકે આ હત્યાના બનાવના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા હતા.જેના આધારે તાલુકા પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન આજે મોરબી તાલુકા પોલીસ સ્ટાફ હાઇવે ઉપર વાહન ચેકિંગ કરી રહ્યો હતો.

    આ પણ વાંચોઃ-આણંદ: મોતનો મલાજો સાચવતા અલ્પાબેન! બિનવારસી લાશોની 'દીકરી' બની સન્માન સાથે કરે છે અંતિમવિધિ

    આ પણ વાંચોઃ-ડોક્ટરોની ગંભીર બેદરકારી! ઓપરેશન બાદ ગર્ભવતી મહિલાનું મોત, અંતિમસંસ્કાર બાદ અસ્થી ભેગી કરતા સમયે રાખમાંથી મળી કાતર

    તે દરમ્યાન બાઈક પર નીકળેલા બે શખ્સો રમેશ ઉર્ફે રમલો ટપુ વાઘેલા અને હરસુર વાઘેલાની જડતી લેતા બન્ને પાસેથી 9 મોબાઈલ મળી સ્વંય હતા આથી પોલીસે આ અંગે પૂછપરછ કરતા બન્નેએ સંતોષકારક જવાબ ન આપતા પોલીસે બન્ને શખ્સોને બાઈક અને 9 મોબાઈલ સાથે ઝડપી લીધા હતા.



    અને બન્નેની વધુ સઘન પૂછપરછ કરતા તેઓએ જાંબુડિયા નજીક યુવાનની હત્યા કરી હોવાની કબૂલાત આપી હતી.આ ઉપરાંત અમરેલીમાં એસઓજીના હાથે પકડાયેલા અક્ષર વાઘેલાએ પણ આ હત્યાની કબૂલાત આપતા પોલીસે આ ત્રણેય આરોપીઓની હત્યાના ગુનામાં ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
    Published by:ankit patel
    First published:

    Tags: ગુજરાત, પોલીસ, મોરબી, હત્યા

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन