Home /News /kutchh-saurastra /

મોરબી: પોલીસકર્મી વતી લાંચ લેતા વચેટીયો ઝડપાયો, 25 હજાર લીધા બાદ બીજા 50 હજાર લેવા ભારે પડ્યા

મોરબી: પોલીસકર્મી વતી લાંચ લેતા વચેટીયો ઝડપાયો, 25 હજાર લીધા બાદ બીજા 50 હજાર લેવા ભારે પડ્યા

પોલીસકર્મી વતી લાંચ લેતા વચેટીયો ઝડપાયો

એસીબીએ વાંકાનેર શહેર પોલીસમથકમાં ફરજ બજાવતાં પોલીસકર્મી કિશોરસિંહ નટવરસિંહ ઝાલા અને વચેટીયા પ્રવિણ ખોડાભાઈ બાંભવા વિરુદ્ધ ગુનો નોંધ્યો

    મોરબી: વાંકાનેર શહેરમાં આજે બપોરે મોરબી (Morbi) એસીબી (ACB) પીઆઈ પી.કે ગઢવી સહિતની ટીમે ટોલ ફ્રી નમ્બરમાં આવેલી ફરીયાદના આધારે પોલીસકર્મી વતી વચેટીયાને ૫૦ હજારની લાંચ લેતા રંગે હાથ પકડી પાડ્યો છે. જેમાં એસીબીએ વાંકાનેર શહેર પોલીસમથકમાં ફરજ બજાવતાં પોલીસકર્મી કિશોરસિંહ નટવરસિંહ ઝાલા અને વચેટીયા પ્રવિણ ખોડાભાઈ બાંભવા વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

    પ્રાપ્ત માહિતી અનુસરા, મોરબી એસીબીની ફરિયાદ મળી હતી કે, વાંકાનેર સીટી પોલીસમથકમાં ફરજ બજાવતા કિશોરસિંહ નટવરસિંહ ઝાલાએ દારૂના ગુનામાં પકડાયે ફરિયાદી પાસે કાર્યવાહી ન કરવા એક લાખની લાંચ માંગી હતી, જેમાં રકઝક બાદ આ રકમ ૭૫ હજાર નક્કી થઈ હતી. જે પૈકીની ૨૫ હજાર આપી દેવામાં આવી હતી, જ્યારે ૫૦ હજાર હજુ પણ દેવાના બાકી હતી.

    આખરે જામીન પર છૂટેલા ફરિયાદીને પોલીસકર્મી કિશોરસિંહ દ્વારા ફોન પર અવાર નવાર રૂપિયા પહોંચાડવા ધમકી આપી રહ્યા હતા, ત્યારે કંટાળી ફરિયાદીએ ટોલ ફ્રી નમ્બરમાં ફોન કરીને એસીબીનો સંપર્ક કર્યો હતો, જેમાં આજે મોરબી એસીબી પીઆઈ પી કે ગઢવીની ટીમે છટકું ગોઠવ્યુ હતું અને લાંચની બાકી નીકળતી રકમ ૫૦ હજાર આપવા પોલીસકર્મી કિશોરસિંહને કહેતા તેઓએ વચેટિયા પ્રવિણ ખોડાભાઈ બાંભવાને ૫૦ હાજર આપી દેવા જણાવ્યું હતું.

    અમદાવાદ: આ શોખિન સરકારી બાબુ પાસેથી મળી અધધધ... 8.4 કરોડની મિલકત

    આ પણ વાંચો - અમદાવાદ: આ શોખિન સરકારી બાબુ પાસેથી મળી અધધધ... 8.4 કરોડની મિલકત

    આ સમયે મોરબી એસીબીએ છટકું ગોઠવી પોલીસકર્મી વતી લાંચ લેતા વેચેટિયા પ્રવિણ ખોડાભાઈ બાંભવાને પોલીસકર્મી કિશોરસિંહ ઝાલા વતી ૫૦ હજારની લાંચ લેતા રંગેહાથ પકડી પાડ્યો હતો, સાથે જ પોલીસકર્મી અને વચેટીયા વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી મોરબી એસીબી ટીમે હાથ ધરી છે ,આ સિવાય આરોપીના ઘરની ઝડતી લેવા સહિતની કાર્યવાહી પણ એસીબી દ્વારા હાથ ધરવામાં આવી હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

    અમદાવાદ : 'તું તારા પતિને સાચવીને રાખજે', પ્રેમિકાએ ગર્ભવતી પરિણીતાને માર મારી આપી ધમકી

    આ પણ વાંચો - અમદાવાદ : 'તું તારા પતિને સાચવીને રાખજે', પ્રેમિકાએ ગર્ભવતી પરિણીતાને માર મારી આપી ધમકી

    ઉલ્લેખનીય છે કે, ગઈકાલે પણ એસીબી દ્વારા કરવામાં આવેલી એક મોટી કાર્યવાહીના સમાચાર સામે આવ્યા હતા, જેમાં અમદાવાદ જમીન વિકાસ અધિકારી વર્ગ 3ના એક કર્મચારી પાસેથી અપ્રમાણસર મિલકત મળી આવી હતી. એસીબી દ્વારા આ કેસમાં માહિતી આપવામાં આવી હતી કે, વર્ગ-3ના કર્મચારી પાસેથી લગભગ 8 કરોડથી વધારાની અપ્રમાણસર મિલકત મળી હોવાનું સામે આવ્યું છે, જે અંતર્ગત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: ACB Gujarat, ACB raid, ACB TREP, Bribe case, Police bribe

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन