Home /News /kutchh-saurastra /

2017માં ટંકારા ખાતે મંજૂરી વગર સભા કરવા બદલ હાર્દિક પટેલ સહિતના નેતાઓને કોર્ટનું તેડુ

2017માં ટંકારા ખાતે મંજૂરી વગર સભા કરવા બદલ હાર્દિક પટેલ સહિતના નેતાઓને કોર્ટનું તેડુ

લલીત વસોયા, હાર્દિક પટેલ, લલીત કગથરા (ફાઇલ તસવીર)

મોરબીની ચૂંટણી જાહેર થયેલી છે ત્યારે જ નેતાઓ સામે કોર્ટની કાર્યવાહી શરૂ થતા રાજકીય માહોલ ગરમાયો છે.

  ટંકાર: 2017ના વર્ષમાં મંજૂરી વગર ટંકારા (Tankara) ખાતે સભા કરવા બદલ હાર્દિક પટેલ (Hardik Patel) સહિતના લોકો સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ થયો હતો. આ મામલે ટંકારા કોર્ટે (Tankara Court) તમામ નેતાઓને તેડુ મોકલ્યું છે. પાસ કન્વીનર હાર્દિક પટેલ, મહેશ રાજકોટિયા, લલીત વસોયા, લલિત કગથરા, વરૂણ પટેલ, રેશ્મા પટેલ, ગીતાબેન, કિશોર ચિખલિયા, દિલિપ સાંભવા, નિલેશ એરવાડીયા, અક્ષય પટેલ સહિત 34 સામે ટંકારામાં ગત તા 9/4/17ના રોજ મંજૂરી વગર સભા કરવા બદલ જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો હતો. ઉલ્લેખનીય છે કે આ કેસમાં બે આરોપીનું અવસાન થઇ ગયેલું છે. આમોરબી માળીયા ની પેટા ચૂંટણી પૂર્વે જ મોરબીમાં માહોલ ગરમ થઈ ચૂક્યો છે. ઉલ્લેખનીય છે કે મોરબીની ચૂંટણી જાહેર થયેલી છે ત્યારે જ નેતાઓ સામે કોર્ટની કાર્યવાહી શરૂ થતા રાજકીય માહોલ ગરમાયો છે.

  આ કેસ કોર્ટમાં ચાલી જતા કોર્ટમાં એક સમયના સાથીદારો અને હાલ ભાજપ, કૉંગ્રેસ અને એનસીપી સહિત અન્ય પક્ષો સાથે જોડાયેલા તમામ લોકોને કોર્ટે હાજર થવાનો આદેશ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે વર્ષ 2017માં ટંકારા લક્ષ્મી નારાયણ સોસાયટી મંજૂરી ન હોવા છતાં પાસની સભા યોજવામાં આવી હતી. આ મામલે પોલીસે હાર્દિક પટેલ સહિત 34 સામે સભા પત્યા પછી ટંકારામાં જાહેરનામાના ભંગનો ગુનો નોંધ્યો હતો. જે તે સમયે ટંકારામાં દિગ્ગજ નેતા કોર્ટમાં હાજર થતા લોકોનાં ટોળા તેમને જોવા બહાર ઉમટી પડ્યાં હતાં.

  આ પણ વાંચો: વાપીમાં ગૌ તસ્કરો બેફામ, રસ્તા પર બેઠેલી ગાયને કારમાં ભરીને ફરાર, બનાવ CCTVમાં કેદ થયો

  આરોપીના વકીલ તરીકે મુકેશ બારૈયાએ કેસ પાછા ખેંચાયાના કાગળો રજુ કર્યા હતા. પરંતુ સરકારી મહિલા વકીલ પી. એસ. જોષીએ કાગળોની ખરી નકલ ન હોય તો ઝેરોક્ષ કોપી માન્ય ન રાખી શકાય તેવી દલીલ કરી હતી. આ દલીલ નામદાર કોર્ટે માન્ય રાખી નવ તારીખ સુધી ખરી નકલ રજુ કરવા જણાવ્યું હતું. સાથે જેણે ગુનો કબૂલ કરી દંડ ભરી દેવો હોય તેને પણ જણાવ્યું હતું. આ સમયે પ્રકાશ સવસાણી, રાણાભાઈ ઝાપડાએ રૂ.100નો દંડ ભરી ગુનો સ્વીકારી લીધો છે.

  આ પણ વાંચો:  સરપંચની દાદાગીરી, હાઇવે પરની હોટલમાં કરી તોડફોડ, હોટલ માલિકની પત્ની બે હાથ જોડી આજીજી કરતી રહી

  મળતી માહિતી પ્રમાણે હાઇકોર્ટની સૂચનાી બાદ ટંકારા કોર્ટ સોમવારથી આ કેસની સુનાવણી ડે ટૂ ડે કરશે. આ મામલે કોર્ટમાં હાજર ન હાર્દિક પટેલ, મહેશ રાજકોટિયા, ધોરાજી ધારાસભ્ય લલીત વસોયા, ટંકારા ધરાસભ્ય લલીત કગથરા, દિલીપ સાંબવા, ગીતા પટેલ, રેશ્મા પટેલ, કિશોર ચીખલીયા, અક્ષય પટેલ, નિલેશ એરવાડીયા સહિતનાઓને કોર્ટનું તેડું આવ્યું છે. કોર્ટે તમામ આરોપીઓને સોમવારે ટંકારા કોર્ટમાં હાજર રહેવા સમન્સ પાઠવ્યું છે.

  હાર્દિક સામે બિનજામીન પાત્ર વૉરંટ ઇશ્યૂ થયું હતું

  ટંકારાની સભા મામલે હાર્દિક પટેલ હાજર ન થતાં તેની સામે બિનજામીન પાત્ર વૉરંટ ઇશ્યૂ થયું હતું. જે અનુસંધાને હાર્દિક પટેલ 21 માર્ચ, 2020ના રોજ ટંકારાની કોર્ટમાં હાજર રહ્યો હતો. આ વખતે કોર્ટે 500 રૂપિયાના દંડ અને 15 હજાર રૂપિયાના જામીન પર હાર્દિકને છોડ્યો હતો. જોકે, આ કેસમાંથી છૂટ્યા બાદ અમદાવાદના રામોલ ખાતેના કેસમાં હાર્દિક પટેલની અટકાત કરી લેવામાં આવી હતી.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Lalit Kagathara, Lalit vasoya, Paas, હાર્દિક પટેલ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन