Home /News /kutchh-saurastra /ઝુલતા પુલની દુર્ઘટના પછી તંત્ર સજાગ, મોરબીના બાયપાસ નજીક આવેલ જર્જરિત થઈ ગયેલ સમય ગેટ ઉતારી લેવાયો

ઝુલતા પુલની દુર્ઘટના પછી તંત્ર સજાગ, મોરબીના બાયપાસ નજીક આવેલ જર્જરિત થઈ ગયેલ સમય ગેટ ઉતારી લેવાયો

જર્જરિત સમય ગેટ ઉતારી લેવાયો

Morbi Time Gate: મોરબીમાં આવેલા બાયપાસ નજીક આવેલ જર્જરિત અને જોખમી થઈ ગયેલ સમય ગેટને ઉતારી લેવામાં આવ્યો છે. ઝુલતા પુલની દુર્ઘટના પછી તંત્ર અચાનક સજાગ થયું હોય તેવું લાગી રહ્યું છે. માર્ગ મકાન વિભાગે શનાળા રોડ પર આવેલ સમય ગેટને ઉતારાવિ લેવાયું છે. 

વધુ જુઓ ...
    અતુલ જોશી, મોરબી: મોરબીમાં આવેલા બાયપાસ નજીક આવેલ જર્જરિત અને જોખમી થઈ ગયેલ સમય ગેટને ઉતારી લેવામાં આવ્યો છે. ઝુલતા પુલની દુર્ઘટના પછી તંત્ર અચાનક સજાગ થયું હોય તેવું લાગી રહ્યું છે. માર્ગ મકાન વિભાગે શનાળા રોડ પર આવેલ સમય ગેટને ઉતારાવિ લેવાયું છે. આ ગેઈટ જર્જરિત થયો હોય અને ગંભીર અકસ્માત સર્જવાની શક્યતા હોવાથી માર્ગ મકાન વિભાગે કામગીરી કરી હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે.

    પ્રવેશદ્વાર સમાન સમયગેટ ઉતારી લેવાયો


    મળતી વિગતો અનુસાર, સમય નામની કંપનીએ વર્ષ 2005માં શનાળા રોડ પર પ્રવેશદ્વાર સમાન સમયગેટ સ્થાપિત કર્યો હતો. સમય જતા ગેટ જર્જરિત બન્યો હતો અને ગમે ત્યારે ગંભીર અકસ્માત સર્જવાની શક્યતા જણાતા મોરબીનું માર્ગ અને મકાન વિભાગ સફાળુ જાગ્યું હતું અને ક્રેઈન દ્વારા સાવધાની પુર્વક આ ગેઈટ તેને ઉતરાવી લીધો હતો. માત્ર 18 વર્ષની અંદર જ સમય ગેટના પાયામાં કાટ અને સડો લાગી ગયો જેના કારણે બેનમુન પ્રવેશદ્વાર જર્જરિત અવસ્થામાં જોવા મળે છે.

    આ પણ વાંચો: મોરબીમાં કોન્ટ્રાકટરના અપહરણના ગુનામાં નાસી છૂટેલા બે આરોપી ઝડપાયા

    તકેદારીના ભાગ રૂપે લેવાયો નિર્ણય


    ઉલ્લેખનીય છે કે, સમગ્ર મામલે મોરબી માર્ગ અને મકાન વિભાગના ઇન્ચાર્જ અધિકારી હિતેશભાઈ આદ્રોજાએ મીડિયાને જણાવ્યું હતું કે, માર્ગ અને મકાન વિભાગ દ્વારા કોઈ દુર્ઘટના બને તેની તકેદારીના ભાગ રૂપે જર્જરિત થયેલા પ્રવેશ દ્વારને ગત મોડી રાત્રે ઉતારી લેવામાં આવ્યો છે. જેથી ભવિષ્યમાં કોઈ દૂર્ઘના ન સર્જાય.

    આ પણ વાંચો: આ 6 પાસપોર્ટ વેબસાઇટથી રહો સાવધાન, નહીંતર આવી પડશે મુશ્કેલી, આ રહ્યું તેનું સંપૂર્ણ લીસ્ટ

    ઝુલતા પુલની દુર્ઘટના પછી તંત્ર સજાગ


    મોરબી તંત્ર દ્વારા એક મહત્વની કામગીરી કરવામાં આવી છે. કારણ કે, ઝૂલતા પૂલને લઈને મોરબી દુનિયાભરમાં ચર્ચાનો વિષય બન્યું હતું. જેથી હવે કોઈ આવી દૂર્ઘના ના સર્જાય તેના ભાગરૂપે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઝુલતા પુલની દુર્ઘટના પછી તંત્ર અચાનક સજાગ થયું હોય તેવું લાગી રહ્યું છે. માર્ગ મકાન વિભાગે શનાળા રોડ પર આવેલ સમય ગેટને ઉતારાવિ લેવાયું છે.
    Published by:Vimal Prajapati
    First published:

    Tags: Morbi bridge collapse, Morbi News, ગુજરાત