Home /News /kutchh-saurastra /મોરબી: સરકારી હૉસ્પિટલમાં આખલાનો આતંક, દવાઓના બોક્સ અને દવાઓ ખાઈ ગયો, જુઓ વીડિયો

મોરબી: સરકારી હૉસ્પિટલમાં આખલાનો આતંક, દવાઓના બોક્સ અને દવાઓ ખાઈ ગયો, જુઓ વીડિયો

હૉસ્પિટલમાં આખલો

Bull inside hospital: આખલાને ઑફિસ બહાર કાઢતા બે કલાકનો સમય લાગ્યો હતો. આ દરમિયાન આખલો અંદર પડેલા દવાના બોક્સ અને દવાઓ ખાઈ ગયો હતો!

મોરબી: મોરબી જિલ્લાના હળવદ તાલુકાની સરકારી હૉસ્પિટલમાં આખલો ઘૂસી ગયાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. મળતી માહિતી પ્રમાણે ટીકર ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ સ્ટૉર રૂમમાં ધણખૂટ ઘૂસી જતા અફરાતફરી સર્જાઈ હતી. આખલાને ઑફિસ બહાર કાઢતા બે કલાકનો સમય લાગ્યો હતો. આ દરમિયાન આખલો અંદર પડેલા દવાના બોક્સ અને દવાઓ ખાઈ ગયો હતો!



ઉલ્લેખનીય છે કે રાજ્યમાં રખડતી રંજાડના અનેક કેસ સામે આવતા રહે છે. અનેક કિસ્સામાં લોકોએ જીવ પણ ગુમાવ્યો છે.
First published:

Tags: Morbi, Stray Cattle, હોસ્પિટલ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો