કોરોનાના ખતરા વચ્ચે ગુજરાત પોલીસને પ્રોત્સાહિત કરતી પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ

News18 Gujarati
Updated: March 19, 2020, 6:32 PM IST
કોરોનાના ખતરા વચ્ચે ગુજરાત પોલીસને પ્રોત્સાહિત કરતી પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ
પ્રતિકાત્મક તસવીર

'ગુજરાતમાં શાળા, કચેરી, સિનેમાઘરો અને મોલ અને સરહદો બંધ છે ત્યારે પોલીસ સ્ટેશન હજી લોકોની સેવાઓ માટે ખુલ્લા છે'

  • Share this:
અતુલ જોશી, મોરબી : "ગુજરાતમાં શાળાઓ બંધ, કચેરીઓ બંધ, સિનેમાઘરો અને મોલ બંધ. તમામ સેવાઓ અને સરહદો બંધ ત્યારે પોલીસ સ્ટેશન (Police Station) હજી લોકોની સેવાઓ માટે ખુલ્લા છે." ગુજરાત પોલીસ (Gujarat Police) ને પ્રોત્સાહિત કરતી આવી એક પોસ્ટ મોરબીના સોશિયલ મીડિયા (Social Media)માં વાયરલ થઈ છે.

ભારત સહિત વિશ્વભરમાં કોરોના વાયરસે  (Coronavirus)કાળો કેર વર્તાવ્યો છે. ગુજરાત (Gujarat)માં પણ કોરોના વાયરસની અસર જોવા મળી હતી. જેમાં રાજ્યસરકાર દ્વારા જુદા જુદા પરિપત્રો બહાર પાડી અને તમામ વર્ગના કર્મચારીઓને મહત્વના કામ કરવા આદેશો આપવામાં આવ્યા છે. ત્યારે પોલીસના કામને બિરદાવતી એક પોસ્ટ મોરબીના સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.

મોરબીમાં એક યુવકને કોરોના વાયરસની અસરને ધ્યાનમાં રાખીને મેડિકલ ટેસ્ટ કરીને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો છે. બીજી તરફ રાત-દિવસ પરિવારને એકલા મૂકી ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ અને ફિલ્ડ વર્ક કરતા પોલીસ અધિકારીઓ માટે સુવર્ણ સંદેશ ફરતા થયા છે.આ પણ વાંચો : રાજકોટ : કોરોના વાયરસના પોઝિટિવ કેસની આશંકા, યુવકનો રિપોર્ટ પુણે મોકલાયો

જેમાં ગુજરાત પોલીસના લોગો સાથે લખ્યું છે કે, "શાળાઓ બંધ, કચેરીઓ બંધ, મોલ્સ બંધ, સિનેમાઘરો બંધ, ફલાઇટ્સ બંધ, અર્થતંત્ર નીચે આવું ગયું છે, આંતરરાષ્ટ્રીય સરહદો પણ બંધ થઈ ગઈ છે, લોકો બીજાને જોવામાં ડરતા હોય છે, સ્પર્શ કરવાનું ભૂલી જાય છે, પરંતુ પોલીસ સ્ટેશન હજી ખુલ્લાં છે. પોલીસ આપને મદદ કરવા માટે હજી સ્પર્શ કરે છે. જો તમને શરદી, ખાંસી અને તાવ હોય તો તેઓ અચકાતા નથી. એકમાત્ર સમુદાય કે જે સૌથી વધુ જોખમ ધરાવે છે. છતાં તેઓ સતત પોતાના કાર્ય બજાવી રહ્યા છે. આવો આપણે આ પોલીસ વિભાગના કામ કરતાં કર્મચારીઓને પ્રોત્સાહિત કરી તેમનો ઉત્સાહ વધારીએ. WE PROUD OF POLICE STAFFપોલીસ પરિવાર ગુજરાત પોલીસ." 

આ પણ વાંચો : સુરત 3 વિદ્યાર્થી સહિત 13 ગુજરાતીઓ પોલેન્ડમાં ફસાયા, વીડિયો બનાવી સરકાર પાસે માંગી મદદ

 આ પોસ્ટ મોરબીના સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. આ પોસ્ટ રાત-દિવસ ફરજ બજાવતા પોલીસ કર્મચારીના ચહેરા પર એક ઉત્સાહ વધારી દે છે.
First published: March 19, 2020, 6:31 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading