મોરબી : કોર્ટ કમ્પાઉન્ડમાં પાર્ક કરેલી કારમાં સાપ ઘૂસી જતા અફરાતફરી

News18 Gujarati
Updated: November 21, 2019, 3:50 PM IST
મોરબી : કોર્ટ કમ્પાઉન્ડમાં પાર્ક કરેલી કારમાં સાપ ઘૂસી જતા અફરાતફરી
કારમાં સાપ ઘૂસી ગયો.

ધારાશાસ્ત્રીની બ્લેક કલરની કારમાં એન્જીન વચ્ચે નાગ દેવતા ઘૂસી જતા થોડીવાર આજુબાજુમાં ભયનો માહોલ સર્જાયો હતો.

  • Share this:
અતુલ જોશી, મોરબી : મોરબી કોર્ટના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલી એક કારમાં સાપ ઘૂસી જતા અફરાતફરી સર્જાઈ હતી. જોકે, બાદમાં સાપ પકડનાર વ્યક્તિને બોલાવી સાપને સાવચેતી પૂર્વક બહાર કાઢવામાં આવ્યો હતો. જે બાદ સાપને સલામત રીતે યોગ્ય જગ્યાએ છોડી મૂકવામાં આવ્યો હતો.

મોરબીમાં સાપ ઘૂસી જવાના બનાવો અનેકવાર સામે આવતા રહે છે. હવે કોર્ટ કમ્પાઉન્ડમાં પાર્ક કરેલી લક્ઝુરિયસ કારમાં સાપ ઘૂસી જતા લોકોમાં કૂતુહલ સર્જાયું હતું. મોરબીના ધારાશાસ્ત્રી રાજુભાઈ પાટડીયાની બ્લેક કલરની કારમાં એન્જીન વચ્ચે નાગ દેવતા ઘૂસી જતા થોડીવાર આજુબાજુમાં ભયનો માહોલ સર્જાયો હતો.

કારમાં સાપ ઘૂસી જવાની ઘટના બાદ સાપ પકડનાર વ્યક્તિને બોલાવવામાં આવ્યો હતો. જે બાદ સાપ પકડનાર અકબરભાઈ કોર્ટ ખાતે દોડી ગયા હતા. તેમણે કારના બૉનેટમાં ઘૂસી ગયેલા સાપને સાવચેતીપૂર્વક બહાર કાઢ્યો હતો.કારમાંથી બહાર કાઢવામાં આવેલા સાપ આશરે સાડા ચાર ફૂટ લાંબો હતો. સાપ પકડનાર વ્યક્તિએ સાપને પણ કોઈ ઇજા ન પહોંચે તે રીતે તેને કારના બૉનેટમાંથી બહાર ખેંચી કાઢ્યો હતો. સાપને બહાર કાઢીને તેને સલામત જગ્યાએ છોડી મૂકવામાં આવ્યો હતો.

નોંધનીય છે કે સ્કૂટર કે બાઇકમાં સાપ ઘૂસી જવાનો બનાવ અવારનવાર બનતા હોય છે. આ વખતે સાપે લક્ઝુરિયસ કારને નિશાન બનાવી હતી!
First published: November 21, 2019
વધુ વાંચો
अगली ख़बर