Home /News /kutchh-saurastra /

મોરબી: હથિયાર સાથે બેન્કમાં ઘુસી છ લાખની સનસનીખેજ લૂંટ, ગ્રામજનોએ ફિલ્મી ઢબે ઝડપી આંતરરાજ્ય ગેંગ

મોરબી: હથિયાર સાથે બેન્કમાં ઘુસી છ લાખની સનસનીખેજ લૂંટ, ગ્રામજનોએ ફિલ્મી ઢબે ઝડપી આંતરરાજ્ય ગેંગ

મોરબી બેન્ક લૂંટ મામલો

આરોપીઓ જે સીમમાં છુપાયા હતા, એ જગ્યાએ જતા આરોપીઓ કાર છોડી મકાઈના ખેતરોમાં નાસી અને સંતાઈ ગયા હતા.

  અતુલ જોશી, મોરબી : મોરબીમાં ચકચારી બેન્ક ઓફ બરોડામાં 20 ફેબ્રુઆરીના રોજ હથિયાર સાથે ઘુસી છ લાખ રૂપિયાની સનસનીખેજ લુંટ ચલાવી હતી. જેમાં છ ઈસમો દ્વારા આ લુંટ ચલાવી અને સ્વીફ્ટ કારમાં નાસી છૂટયા હોવાના સીસીટીવી બહાર આવતા પોલીસે નાકાબંધી કરી હતી, જેમાં પોલીસે ચુપણી અને ખેતરડી ગામની સીમમાં લૂંટારાઓ આવ્યા હોવાની બાતમી મળતા પોલીસે અને ગ્રામજનોએ મળી કુખ્યાત આરોપીઓને હથિયારો અને લુંટ કરેલી રકમ સાથે પકડી પાડ્યાં હતા, જેમાં આરોપીઓ પંજાબના લુંટ ધાડ સહિત અનેક ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું બહાર આવતા આ ગેંગ આંતરરાજ્ય ગેંગ હોવાનું ખુલ્યું હતું. મોરબી પોલીસને આ આરોપીઓ ગણતરીની કલાકોમાં પકડાઈ જતા મોટી સફળતા મળી છે.

  મોરબીમાં મહેન્દ્ર નગર ગામ પાસે હાઇવે પર આવેલી બેન્ક ઓફ બરોડામાં છ ઈસમો ઘુસી અને કેશિયરને હથિયાર બતાવી 6.57 લાખની સનસનીખેજ લુંટ ચલાવી સિક્યુરિટીને મૂંઢ માર મારી સિક્યુરિટ ની રાઈફલ છીનવી નાસી છૂટયા હતા. બાદમાં સમગ્ર ઘટનાની જાણ મોરબી પોલીસને થતા મોરબી બી ડીવીઝન પોલીસ, એસઓજી, એલસીબી સહિતની પોલીસ ટીમો જુદી જુદી દિશામાં તપાસ હાથ ધરી અને મોરબી જીલ્લા સહિત રેન્જમાં નાકાબંધી કરી આરોપીઓની તપાસ હાથ ધરી હતી, ત્યારે હળવદના ગ્રામ્ય વિસ્તારમાં એક સફેદ કલરની સ્વીફ્ટ કાર આવી હોવાની ગ્રામજનોએ પોલીસને જાણ કરી અને કારને રસ્તામાં ગાડાં, ટ્રેકટર જેવા વાહનો રાખી અને કારને રોકવા માટે પ્રયત્ન હાથ ધર્યા હતા. પરંતુ લૂંટારાઓએ કાર ખેતરમાં ભગાડી મૂકી હતી એજ અરસામાં મોરબી પોલીસની ટીમો આવી અને આરોપીઓ જે સીમમાં છુપાયા હતા, એ જગ્યાએ જતા આરોપીઓ કાર છોડી મકાઈના ખેતરોમાં નાસી અને સંતાઈ ગયા હતા. જેમાં પોલીસે ગ્રામજનોની મદદથી તમામ આરોપીઓની ગણતરી ની કલાકમાં ધરપકડ કરી હતી અને લુંટમાં વપરાયેલ કાર, ઇમ્પોટૅડ હથિયારો અને કાર્ટુસનો જથ્થો તેમજ બેંકમાં લૂંટમાં ગયેલ રકમ પણ કબ્જે કરી હતી.

  મોરબી એસપી કરનરાજ વાઘેલાએ આજે પત્રકાર પરિષદ યોજી અને જણાવ્યું હતું કે, મોરબી પોલીસે ફિલ્મી ઢબે લુંટ કરનારા આરોપીઓની પોલીસે ગ્રામજનોની મદદથી પકડી પાડ્યાં છે, જેમાં પોલીસે મનદીપસિંગ પાલસિંગ જટ ઉ.વ.28 રહે મુંડાપિંડ, બલવિંદર સિંગ ઉર્ફે ગોળી જોગિંદર સિંગ જટ ઉ.વ.25 રહે સાગરા ,અરુણકુમાર શ્રીલાલચંદ મજબી ઉ.વ.30 રહે.અમૃતસર ,સંદીપસિંગ ઉર્ફે રવિ ગુરમેલસિંગ ગુર્જર ઉ.વ.30 ની ધરપકડ કરી છે, જ્યારે બે આરોપીઓ રણજિતસિંગ ઉર્ફે રાણો બલવીર સિંગ મજબી રહે.ધુના જી.તરન તારન રાજ્ય પંજાબ અને સોનુસિંગ સતનામ સીંગ જાટ રહે.પટ્ટી જી.તરન તારન રાજ્ય પંજાબ વાળા તકનો લાભ લઈને નાસી છુટ્યાં છે જેની શોધખોળ પોલીસે હાથ ધરી છે.આરોપીઓની સાથે સાથે પોલિસે જુદા જુદા ઇમ્પોર્ટએડ હથિયારો પણ કબ્જે કર્યા છે જેમાં ૦૬ પિસ્તોલ,ખાલી મેગેજીન ૦૩, જીવતા કાર્તિઝ ૧૩૧ કબ્જે કર્યા છે. એ સિવાય લૂંટમાં ગયેલ બાર બોર હથિયાર, રોકડ ૬ લાખ બે એરટેલ કંપની ના જીઓ 4 જી હોટસ્પોટ અને ગુનામાં વપરાયેલ સ્વીફ્ટ કાર મળી કુળ 9,88,780 ના મુદામમાલ સાથે ધરપકડ કરી છે.

  મોરબી એસપી કરનરાજ વાઘેલાએ પકડાયેલ આરોપીઓ મોટી ગેંગના સગીરતો હોવાનું જણાવી આરોપીઓ મોટો ગુનાનો રેકોર્ડ ધરાવતા હોવાનું જણાવ્યું છે. જેમાં પોલીસે પકડેલા આરોપી પોલીસે મનદીપસિંગ પાલસિંગ જટ ઉ.વ.28 રહે મુંડાપિંડ હથિયાર, લુંટ, ધાડ, હત્યા, હત્યાની કોશિશ સહિતના જુદા જુદા 8 જેટલ ગંભીર ગુનાઓમાં સંડોવાયેલ છે. જે પંજાબ પોલીસમાં ચોપડે નોંધાયેલ છે. તો બીજો આરોપીબ બલવિંદર સિંગ ઉર્ફે ગોળી જોગિંદર સિંગ જટ ઉ.વ.25 રહે સાગરા પ્રેસ રિપોર્ટર પર હુમલો, કાઉન્સિલરની હત્યા, hdfc બેન્ક લુંટ, ફાયરીંગ, હત્યા, ગેંગસ્ટર, હુમલાઓ, હોશિયાર, બેન્ક લુંટ અને ધાડ જેવા ગંભીર 10થી વધુ ગુનાઓમાં વોન્ટેડ છે. જ્યારે ત્રીજો આરોપી અરુણકુમાર શ્રીલાલચંદ મજબી ઉ.વ.30 રહે. અમૃતસર પણ લુંટ, ધાડ, હત્યા, મારામારી સહિત હત્યાના મળી કુલ16 ગંભીર ગુનામાં સંડોવણી ધરાવે છે. ત્યારે ચોથો આરોપી સંદીપસિંગ ઉર્ફે રવિ ગુરમેલસિંગ ગુર્જર ઉ.વ.30 પણ મારામારી, હથિયાર લુંટ ધાડ, ચોરી, હત્યા, હત્યાની કોશિશ સહિત જુદા જુદા 19 ગુનાઓમાં વોન્ટેડ છે.

  આ ગેંગ મોટી ગેંગના સંપર્કમાં હોવાનું પણ પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. આરોપીઓ પંજાબમાં પણ અનેક ગુનાઓમાં નાસતા ફરતા છે, ત્યારે મોરબીમાં બેન્કના લૂંટની ઘટનાથી મોરબી જીલ્લામાં અને સમગ્ર રાજયમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે, ત્યારે આરોપીઓ એ મોરબી કેમ પસંદ કર્યું? કોના નેજા હેઠળ તેઓ મોરબી આવ્યા હતા? શું આ લુંટ આકસ્મિક હતી કે પછી જોઈ વિચારેલું કાવતરું. આ બધા પ્રશ્નના જવાબ મોરબી પોલીસની તપાસમાં અકબંધ છે.
  Published by:kiran mehta
  First published:

  Tags: Rupees, Weapon, લૂંટ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन