Home /News /kutchh-saurastra /

માતાપિતા માટે લાલબત્તી સમાન કિસ્સો : મોરબીમાં બહેને ભૂલથી સળગતી દિવાસળી ફેંકી તો પલંગ પર સૂતેલા 6 માસના બાળકનું મોત

માતાપિતા માટે લાલબત્તી સમાન કિસ્સો : મોરબીમાં બહેને ભૂલથી સળગતી દિવાસળી ફેંકી તો પલંગ પર સૂતેલા 6 માસના બાળકનું મોત

આ દરમિયાન બાળકીએ દિવાસળી સળગાવી પરંતુ તે જોઇને તે ડરી ગઇ હતી. (પ્રતિકાત્મક તસવીર)

Morbi News: રમતાં રમતાં બાળકીએ દિવાસળી સળગાવી પરંતુ તે જોઇને તે ડરી ગઇ હતી. જેથી તેને હાથમાંથી સળગતી દિવાસળી ફેંકી દીધી હતી.

    મોરબી : માતાપિતા માટે લાલબત્તી સમાન કિસ્સો આવ્યો છે. હળવદના (Morbi news) ઘનશ્યામપુરમાં દિવાસળીના બોક્સથી રમતી બાળકીએ ભૂલથી સળગતી દિવાસળી 6 માસનો નાનો ભાઇ (brother sister) સૂતો હતો ત્યાં ફેંકી હતી. જેથી આખો પલંગ સળગી જતા બાળકને ગંભીર ઇજા થઇ હતી. જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યુ હતુ.

    દીકરી રમી રહી હતી

    આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામની સીમમાં આવેલી વાડીમાં મુકેશભાઇ ચૌહાણનો પરિવાર મજૂરી કામ કરતો હતો અને ત્યાં જ રહેતા હતા. આ પરિવારના બે બાળકો ત્રણ વર્ષની અનિશા અને છ માસનો રાજેશ વાડીમાં હતા. રાજેશ ખાટલામાં સૂતો હતો. બહેન ત્યાં બેસીને રમતી હતી. ત્રણ વર્ષની બહેન અનિશા દિવાસળીથી રમતી હતી. આ દરમિયાન બાળકીએ દિવાસળી સળગાવી પરંતુ તે જોઇને તે ડરી ગઇ હતી. જેથી તેને હાથમાંથી સળગતી દિવાસળી ફેંકી દીધી હતી. જે પલંગ પર પડી હતી. સળગતી દિવાસળી પલંગ પર પડી ત્યારે સૂતેલો છ માસનો રાજેશ ગંભીર રીતે દાઝી ગયો હતો.

    આ બાળકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી તે દરમિયાન જ મોત નીપજ્યું છે. આ અંગે હળવદ તાલુકા પોલસને અકસ્માતે ગુનો નોંધ્યાની જાણ કરવામાં આવી છે. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

    પિતાને પુત્રના અંતિમસંસ્કારની મંજૂરી ન મળી

    ગત સપ્તાહમાં અમદાવાદના (Ahmedabad crime) આંબાવાડી વિસ્તારમાં પુત્રની હત્યા (son murder) કરનાર પિતા નિલેશ જયંતિલાલ જોષીને (Nilesh joshi) મૃતક પુત્ર સ્વયમના અંતિમ સંસ્કારમાં (last ritual) હાજર રહેવા દેવાની મંજૂરી કોર્ટે નથી આપી. હત્યારા પિતાએ મૃતક પુત્રની આંતિમવિધિમાં હાજર રહેવા કોર્ટમાં (court) વિનંતીની અરજી કરી હતી. પરંતુ મેટ્રોપોલિટન કોર્ટે હત્યારા પિતાની અરજી ફગાવી દીધી છે. નોંધનીય છે કે, પિતાએ જ નશાની લત ધરાવતા પુત્રની હત્યા કરીને લાશના 6 ટુકડા કરી નાંખ્યા હતા. (આની સંપૂર્ણ માહિતી અહીં વાંચો)
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Accidents, ગુજરાત, મોરબી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन