પર્યાવરણને નામે અગરિયાની રોજીરોટી ના છીનવતા નહીતો કુદરત નહીં છોડે : ગુણવંતભાઈ ઠાકોર નામના અગરિયાએ પોતાના ઝૂંપડે પાણી પિતા ઘુડખરના વિડીયો સાથે મેસેજ ફરતો કર્યો
Pratik kubavat , morbi : માણા... થાવ... માણા ! ઘુડખરના નામે અગરિયાની બદ દુવા નો લેતા, ઓડિયો-વિડીયો વાયરલ, પર્યાવરણને નામે અગરિયાની રોજીરોટી ના છીનવતા નહીતો કુદરત નહીં છોડે : ગુણવંતભાઈ ઠાકોર નામના અગરિયાએ પોતાના ઝૂંપડે પાણી પિતા ઘુડખરના વિડીયો સાથે મેસેજ ફરતો કર્યો
કચ્છના નાના રણમાં વસવાટ કરતા વિશ્વના એક માત્ર ઘુડખર અભ્યારણ્યમાં અગરિયાઓની ઘુસણખોરી, ગેરકાયદેસર ખનન સહિતના મુદ્દે તાજેતરમાં નામદાર હાઇકોર્ટમાં થયેલ રીટ પિટિશન બાદ હળવદ નજીક કુડાના રણમાં રહી મીઠું પકાવી પેટિયું રડતા ગુણવંતભાઈ ઠાકોર નામના અગરિયાએ પોતાના ઝુંપડા પાસે ઘુડખર પાણી પીવા આવ્યા હોવાનો એક વિડીયો અને ઓડિયો વાયરલ કરી ઘુડખરના નામે અગરિયાને બદનામ ન કરવા અનુરોધ કર્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ તાજેતરમાં કચ્છના નાના રણમાં આવેલ વાઈલ્ડ એસ એટલે કે વિશ્વના એક માત્ર ઘડખર અભ્યારણ્યમાં અગરિયાઓ દ્વારા થતી ઘૂસણખોરીની સાથે ખનીજ માફિયાઓ દ્વારા ગેરકાયદે ખનન મામલે પર્યાવરણ પ્રેમી દ્વારા જાહેરહિતની અરજી કરવામાં આવતા નામદાર હાઇકોર્ટ દ્વારા સંબંધિત તમામ વિભાગો અને સરકારનો જવાબ માંગવામાં આવ્યો છે તેવા સમયે જ હળવદ નજીક કુડાના રણમાં વસવાટ કરતા અને મીઠું પકવતા ગુણવંતભાઈ ઠાકોર નામના અગરિયાએ પોતાના ઝુંપડાથી માત્ર પાંચ ફૂટ દૂર પાણી પી રહેલા ઘુડખરનો વિડીયો સોશિયલ મીડિયામાં વહેતો કરી પર્યાવરણ પ્રેમી અને જંગલખાતા સામે સવાલ ઉઠાવ્યા છે.
આ વીડિયોની સાથે અન્ય એક ઓડિયોમાં ગુણવંતભાઈ ઠાકોર નામના અગરિયા કહે છે કે અમે અહીં અંતરિયાળ આ ખચ્ચર એટલે કે ઘુડખરને હેરાન પરેશન નથી કરતા પણ દૂર દૂરથી પાણી લાવી અમારી સાથે ખચ્ચરને પણ પીવડાવીએ છીએ, કહેવાતા પર્યાવરણ પ્રેમીઓએ ક્યારેય ઘુડખરની સેવા ખરી છે ખરા ? તેવા સવાલ ઉઠાવી અગરિયાઓની રોજી રોટી ન છીનવાઈ તે જોવા વિનંતી કરી છે સાથો સાથ અગરિયાની બદદુઆ નહીં લેવા પણ દુઃખ સાથે જણાવ્યું હતું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર