અતુલ જોશી, મોરબી : ધૈર્યરાજસિંહ રાઠોડ (Dhairyarajsinh Rathod) નામના બાળકને થયેલ SMA-1ની (SMA Type-1) ગંભીર બીમારીની સારવાર માટે રૂ. 16 કરોડનું ઇન્જેક્શન (Injection of 16cr) વિદેશથી મંગાવવાની વાત સોશિયલ મીડિયા પર વાયરલ થતાં તેની મદદ માટે દેશભરમાંથી લોકો દાનની સરવાણી વહાવી રહ્યા છે. ત્યારે મોરબી જિલ્લાના અનેક લોકો પણ આગળ આવ્યા છે અને યથાશક્તિ મુજબ આર્થિક યોગદાન આપ્યું છે.ખાસ કરીને કરણી સેનાએ આ માટે મુહિમ શરૂ કરી છે.
મોરબી કરણી સેના દ્વારા મોરબીના તમામ સમાજને સાથે રાખીને ધૈર્યરાજસિંહ રાઠોડ નામના બાળકને આર્થિક રીતે મદદરૂપ થવા માટે દાન એકત્ર કરવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેમાં કરણી સેના તમામ સમાજ સાથે મીટીંગ કરી સંકલન સાધીને મદદ માટે આગળ આવવાની હાકલ કરી છે.તેમજ ફાળો ઉઘરાવીને મોટું ભંડોળ જમા કરવામાં આવશે.આ બાળકને મદદરૂપ થવા માટે અંદાજે રૂ.44 લાખથી વધુ નો ફાળો રકમ એકત્ર કરવામાં આવ્યો છે.
આ ફાળો બાદમાં ગુજરાત કરણી સેનાના હોદેદારોના માર્ગદર્શન મુજબ એ રકમ બાળકને ડોનેટ કરવામાં આવશે આ સાથે જ મોરબી જીલ્લા રજપૂત કરણીસેનાએ ન્યુઝ18 ગુજરાતીની મુહિમનો આભાર વ્યક્ત કર્યો હતો સાથે જ ન્યુઝ 18 ન હોત તો આવતો મોટો ફાળો એકત્ર કરવો અનિવાર્ય હતું એવું પણ દેવેન્દ્ર સિહ જાડેજા દ્વારા જણાવવામાં આવ્યું છે. આ પણ વાંચો : ધૈર્યરાજસિંહને બચાવવા માટેની મુહિમમાં કિર્તીદાન પણ મેદાને, Video દ્વારા મદદ કરવા હાકલ કરી
હાલ પણ મોરબી કરણી સેના દ્વારા મોરબીટંકારા હળવદ વાંકાનેર માળીયા સહિતના જુદા જુદા વિસ્તારોમાંથી ફાળો એકત્ર કરવાનું ચાલુ રાખવામાં આવ્યું વછે ત્યારે આગામી સમયમાં ધૈર્યરાજ માટે હજુ પણ મોરબીમાં થી મોટી રકમ એકત્ર થશે સાથે જ કરણી સેના દ્વારા ન્યુઝ 18 ના માધ્યમથી અન્ય લોકોને પણ આ માસૂમ ધૈર્યરાજ ની મદદ માટે આગળ આવવા અપીલ કરી માનવતા માં સાથ પુરાવવાની વિનંતી કરી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર