Home /News /kutchh-saurastra /મોરબી : રવાપર લૂંટના પ્રયાસનો મામલો, પોલીસે Live Videoથી શક્તિ-સેન્ડીને ઓળખી દિલ્હીથી પકડી પાડ્યા

મોરબી : રવાપર લૂંટના પ્રયાસનો મામલો, પોલીસે Live Videoથી શક્તિ-સેન્ડીને ઓળખી દિલ્હીથી પકડી પાડ્યા

મોરબીમાં લૂંટનો પ્રયાસ લાઇવ વીડિયો થયો હતો વાયરલ, દિલ્હીથી ઝડપાયા આરોપી

Morbi ravapar Loot attempt Video: મોરબી એલસીબીએ આંગડીયા પેઢીના કર્મચારીને મરચાની ભૂકી છાંટી લૂંટનાર બે શખ્સોને દિલ્હીથી દબોચી લીધા : બંને હથિયાર સાથે પકડાયા મોરબી પોલીસે ત્રણ દિવસમાં જ આરોપીઓને પકડી પાડ્યા

અતુલ જોશી, મોરબી: મોરબી શહેરમા ધોળા દિવસ લૂંટના પ્રયાસનો બનાવ (Robbery attempt in Morbi) બન્યો હતો. આ સમગ્ર બનાવ વીડિયોમાં કેદ થયો હતો. પોલીસે ઠેરઠેર નાકાબંધી કરીને લૂંટનો પ્રયાસ કરીને બાઇક પર ભાગી ગયેલા બંને આરોપીઓની શોધખોળ કરી હતી ત્યારે પોલીસને આરોપીની ઓળખ થઈ હતી અને પોલીસે આ બંને આરોપીઓને દિલ્હીથી ઝડપી પાડ્યા છે. મોરબીના રવાપર બાયપાસ લૂંટનો આ વીડિયો સોશિયલ મીડિયામાં (Morbi Loot Viral Video) ખૂબ વાયરલ થયો હતો. મોરબીના રવાપર રોડ (Ravapar Road) પર ધોળા દિવસે લોકો અને વાહનોની અવરજવર વચ્ચે લૂંટનો પ્રયાસ થયો હતો. જેમાં હથિયાર બતાવીને રોકડ લઈને જઈ રહેલા વેપારીને લૂંટવાનો પ્રયાસ કરાયો હતો. જોકે, વેપારી અને આસપાસના લોકોએ લૂંટારુઓનો હિંમતભેર સામનો કરીને તેમને ભગાડી દીધા હતા. આ બનાવનો વીડિયો ત્યાં હાજર લોકોએ ઉતારી લીધો હતો.

મોરબી એસપી સુબોધ ઓડેદરાએ આજે પ્રેસ કૉંફરન્સ યોજી આજે જણાવ્યું હતું કે મોરબીમાં રવાપર રોડ પર આવેલ લીલાલેર પાસર ગત તા.28/09/2021ના રોજ વસંતભાઇ ગંગારામભાઇ બાવરવા (રહે. મોરબી પંચાસર રોડ,મીયાણા સોસાયટી સરદારહીલ્સ એપાર્ટમેન્ટ)વાળા મોરબી રવાપર રોડ, ગંગા દર્શન એપાર્ટમેન્ટ પાસેથી આંગડીયામાં આવેલ રોકડા રૂપીયા એકટીવામાં આગળના ભાગે રાખી નીકળી રવાપર ચોકડીથી બાપા સીતારામ ચોક લીલા લહેર પાસે બપોરના સવા એક વાગ્યાની આસપાસ ચાલુ મોટર સાયકલ પર ફોનમાં વાતચીત કરતા હતા.'

આ પણ વાંચો :  મોરબી સિરામીક ઉદ્યોગને ઝટકો! GPCBના 500 કરોડના દંડ સામે 25 ટકા ભરવાનો હાઇકોર્ટનો આદેશ

ઓડેદરાએ ઉમેર્યુ કે 'તે અરસામાં મોટર સાયકલ પર આવેલ બે અજાણ્યા ઇસમોએ મરચાની ભુકી છાંટી પૈસા ભરેલ પાર્સલની લુંટ કરવા જતા તેઓએ તેમનો પ્રતિકાર કરતા એક ઇસમે રીવોલ્વર જેવું હથિયાર કાઢી માથામાં બે ત્રણ ઘા મારી ઇજા પહોચાડી હતી તથા અમુક રકમની લુંટ કરી નાશી ગયેલ હોય જેથી બે અજાણ્યા ઇસમો સામે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ હતો. આ બનાવમાં ભોગ બનનાર આંગડીયા પેઢીના કર્મચારીની આંખમાં મરચાની ભુકી છાંટી હથિયાર બતાવી લુંટનો બનાવ બનેલ જે સમગ્ર બનાવ આજુબાજુના લોકોએ મોબાઇલ ફોનમાં વીડીયો રેકોર્ડીંગ કરી વાઇરલ કર્યો હતો. આ બનાવમાં એલ.સી.બી. ટેકનીકલ ટીમ દ્વારા બનાવ અંગેના સીસીટીવી ફૂટેજ મેળવી મોરબી તથા આજુબાજુના ગામડાઓમાં સઘન તપાસ કરાવતા હતા.'



જયદિપ પટેલ, સેન્ડી રાજપૂતે કર્યો હતો લૂંટનો પ્રયાસ

દરમ્યાન એલ.સી.બી.ના હેડ કોન્સ્ટેબલ શકિતસિંહ ઝલા, તથા સહદેવસિંહ જાડેજાને હ્યુમન સોર્સીશ મારફતે હકિકત મળેલ કે, લુંટ કરનાર તેમજ વીડીયોમાં દેખાતા જયદિપ ઉર્ફે લાલો ઉર્ફે શકિત નાનજીભાઇ પટેલ રહે. બંગાવડી તા.ટંકારા જી.મોરબી તથા સંદિપ ઉર્ફે સેન્ડી શ્યામબહાદુરસીંગ રાજપુત રહે. હાલ સુરત મુળ (યુ.પી.) વાળાઓ હોવાની તેમજ બન્ને આરોપીઓ સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના કોરડાગામે હોવાની હકીકત મળી હતી જેથી બન્ને આરોપીઓ અંગે ઇ-ગુજકોપમાં સર્ચ કરતા આરોપી સંદિપ ઉર્ફે સેન્ડી શ્યામબહાદુરસીંગ રાજપુત વાળો અગાઉ સુરત તેમજ લીંબડી ખાતે લુંટ મારામારીના ગુનામાં પકડાયેલ હોવાની હકિકત મળી હતી.

પોલીસે ચુ઼ડામાં તપાસ કરતા બાઇક મળ્યું

પોલીસે તુરંત બે ટીમો બનાવી સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના કોરડા ગામે તપાસ અર્થેમોકલતા કાળુભાઇ ભુપતભાઇ રોજાસરાને મળી તેને લુંટ અંગેનો વીડીયો બતાવી પુછપરછ કરતા આ ગુન્હામાં ઉપયોગ કરેલ બાઇક વીરમભાઇ રતાભાઇ કોળી રહે. લુણા ગામ તા.ચુડા જી.સુરેન્દ્રનગર વાળાનુ હોવાનું જણાવતા મજકુરને સાથે રાખી લુણા ગામે તપાસ કરતા વીરમભાઇ રતાભાઇ કોળી મળી આવતા તેને વીડીયો બતાવી તેમજ બનાવ સબંધી પુછપરછ કરી હતી.

આરોપી જયદિપ પટેલ, રાજપૂતને દિલ્હી આઈએસબીટીથી ઝડપી પાડ્યા છે.


ISBT કાશ્મીરી ગેટ રીંગરોડ, વઝીરાબાદ દિલ્હીથી ઝડપાયા

તેમણે પણ તેઓ બન્નેને ઓળખતો હોવાનું જણાવેલ તથા તેના રહેણાંક મકાનેથી ઉપરોકત ગુનામાં ઉપયોગ થયેલ મોટર સાયકલ મળી આવી હતી. પૂછપરછ કરતા તેઓ બન્ને અસ્થિવીસર્જન માટે હરિદ્વાર ખાતે ગયેલ હોવાનું જણાવતા આરોપીઓ સાથે રહેલ બન્ને ઇસમો અંગે ટેકનીકલ માધ્યમથી તપાસ કરતા હકિકત સાચી હોવાનું જણાઇ આવી હતીં. પોલીસે તુરંત પીએસઅઆઈ એનબી.ડાભી સાથે એલ.સી.બી. મોરબીની ટીમ બનાવી દિલ્હી, હરિદ્વાર ખાતે પહોચ્યા હતા. તુરંત જ સ્પેશ્યલ સેલ દિલ્હીનો સંપર્ક કરી આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓ જયદિપ ઉર્ફે લાલો ઉર્ફે શકિત નાનજીભાઇ પટેલ, સંદિપ ઉર્ફે સેન્ડી શ્યામબહાદુરસીંગ રાજપુતને ISBT કાશ્મીરી ગેટ રીંગરોડ, વઝીરાબાદ દિલ્હી ખાતેથી ઝડપી લીધા હતા.

આ પણ વાંચો : જેતપુર : ચક્રાવાતનો Live Video, કારખાનાઓનાં શેડ ઉડ્યા! દિલધડક દૃશ્યો કેમેરામાં કેદ

લૂંટના ગુનામાં ઉપયોગ કરેલ હથિયાર તેમજ રોકડા રૂપીયા મળી આવતા દિલ્હી પોલીસ દ્વારા બન્ને આરોપીઓ વિરૂધ્ધ ગે.કા.હથિયાર અંગેનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે જે બન્ને આરોપીઓનો કબજો મેળવવા અંગેની કાર્યવાહી ચાલુ છે.

આ કામગીરી કરનાર અધિકારી તથા પોલીસ કર્મચારી પીઆઇ વી.બી.જાડેજા, પીએસઆઈ એન.બી.ડાભી, એ.ડી.જાડેજાતથા એલ.સી.બી. ટેકનીકલ પેરોલ ફર્લો સ્કોડ, ની ટીમનો સ્ટાફ હજાર રહ્યો હતો.
First published:

Tags: Live video, Loot, Morbi, Morbi News