Home /News /kutchh-saurastra /મોરબીના એ-ડિવિઝન સહિત ટંકારા પોલીસ મથકના ચાર આરોપીઓ પર લાખ્ખોનું ઇનામ જાહેર કર્યું

મોરબીના એ-ડિવિઝન સહિત ટંકારા પોલીસ મથકના ચાર આરોપીઓ પર લાખ્ખોનું ઇનામ જાહેર કર્યું

ત્રણેય આરોપીની ફાઇલ તસવીર

Morbi Police: મોરબી જિલ્લાના સીટી એ-ડિવિઝન પોલીસ મથકના કુખ્યાત અને હાલમાં પોલીસથી નાસતા ફરતા મોરબી સીટી એ-ડિવિઝનના ત્રણ અને ટંકારા પોલીસ મથકના એક આરોપી પર ઇનામ જાહેર કરવામાં આવ્યું છે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Morvi (Morbi), India
    અતુલ જોશી, મોરબીઃ જિલ્લાના સીટી એ-ડિવિઝન પોલીસ મથકના કુખ્યાત અને હાલમાં પોલીસથી નાસતા ફરતા મોરબી સીટી એ-ડિવિઝનના ત્રણ અને ટંકારા પોલીસ મથકના એક આરોપી પર ઇનામ જાહેર કરવામાં આવ્યું છે. જેની વિગતવાર માહિતી અનુસાર, મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા ઈનામી વોન્ટેડ આરોપીઓની યાદી જાહેર કરવામાં આવી છે.

    કોની પર કેટલું ઇનામ રાખવામાં આવ્યું?


    મોરબી સીટી એ-ડિવિઝનમાં અગાઉ પણ અનેક ગુનાઓમાં ઝડપાઇ ચૂકેલા અને હાલમાં ગુજસીટોકના ગુનામાં નાસતા ફરતા આરોપી આરીફ ગુલમામદ મીર પર રૂપિયા 1 લાખનું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ મકસુંદ ગફુરભાઈ સમા પર રૂપિયા 40 હજાર, કાદર ઉર્ફે બચ્ચન ગનીભાઈ મતવા પર રૂપિયા 30 હજારનું અને ટંકારા પોલીસ મથકના વોન્ટેડ આરોપી કમલેશ કુંટિયા પર રૂપિયા 20 હજારનું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે.


    સુરતમાં પણ નાસતા ફરતા આરોપીઓ વિરુદ્ધ ડ્રાઇવ


    સુરત ક્રાઇમ બ્રાન્ચે છેલ્લા ઘણા સમયથી નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે ડ્રાઇવ શરૂ કરી છે. તેમાં અનેક આરોપીઓને ઝડપી પાડ્યા છે. તો ઘણાં આરોપીઓની શોધખોળ ચાલુ છે.
    Published by:Vivek Chudasma
    First published:

    Tags: Morbi Crime News, Morbi News, Morbi Police