મોરબીથી રાજકોટ-સોમનાથ-દ્વારકાની હેલિકોપ્ટર સેવાનો કરાયો પ્રારંભ

News18 Gujarati
Updated: February 16, 2018, 7:33 PM IST
મોરબીથી રાજકોટ-સોમનાથ-દ્વારકાની હેલિકોપ્ટર સેવાનો કરાયો પ્રારંભ
મોરબીનો ઉદ્યોગ વિકાસની હરણફાળ ભરશે અને કીમતી સમયનો બચાવ થશે....

મોરબીનો ઉદ્યોગ વિકાસની હરણફાળ ભરશે અને કીમતી સમયનો બચાવ થશે....

  • Share this:
રાજકોટના યોગેશ પુજારા દ્વારા મોરબીથી રાજકોટ અને સોમનાથ દ્વારકા સુધીની હેલીકોપ્ટર સેવાનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. મોરબીના સર્કીટ હાઉસ ખાતેથી આજે પ્રથમ ઉડાન ભરવામાં આવી હતી. જે સમયે મોરબીના અગ્રણી ઉદ્યોગપતિઓ, ધારાસભ્ય સહિતના ઉપસ્થિત રહ્યા હતા. મોરબીથી રાજકોટ અને યાત્રાધામ સુધીની હવાઈ સેવાનો પ્રારંભ થતા ઉદ્યોગપતિઓએ ખુશી વ્યક્ત કરી કહ્યું કે ઉદ્યોગપતિઓનો કિંમતી સમય બચી જશે. જયારે ધારાસભ્યએ ખાનગી કંપનીના પ્રયાસને બિરદાવી કહ્યું કે ઔદ્યોગિક નગરી મોરબીના ઉદ્યોગપતિઓને આ સેવાનો લાભ મળતા મોરબીનો ઉદ્યોગ વિકાસની હરણફાળ ભરશે અને કીમતી સમયનો બચાવ થશે.

પ્રવાસી મોરબી ઉદ્યોગપતિ હિરેન વરમોરાએ કહ્યું કે, અનુભવ સારો હતો અને કાફી મજા આવી આ એકક્ષ્પીરય્ન્સ એકક્ષ્પીરય્ન્સ તો રહશે પણ તેનાથી બધા બીઝનેસ મેન જે રાજકોટ મોરબી આવડું મોટું પ્રોડક્શન હબ છે જેના ડીરેક્ટર ઓનરસ ઝાઝા ભાગના અત્યારે રાજકોટ રહે છે જે લોકોને અત્યારે દોઢ કલાક આવમાં થાય છે જે આ સેવાથી કીમિત સમય કાફી બચી શકે છે

મોરબી ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ કહ્યું કે, મોરબી રાજકોટ ડેયલી સર્વિસ હેલીકોપ્ટર ચાલુ થય છે ત્યારે મોરબીના પ્રતિનિધિ તરીકે સ્વાભાવિક આપણે ગૌરવ અનુભવીએ ટાઈમ ઈઝ મની સમયની મોટી કીમત છે અને આ હેલીકોપ્ટર સફરથી ઘણો બધો સમય બચે છે સાથો સાથ મોરબી રાજકોટ હાઈવે માં જે વારંવાર અકસ્માતો સર્જાય છે અને કીમિત માનવ જીવન ભરખાય જાય છે ત્યારે આમથી એક સુરક્ષા પણ ઉભી થાય છે.
First published: February 16, 2018, 7:33 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading