રાજકોટઃ હવે ઘર આંગણે અમૂલનું માઈક્રો ATM, એટીએમ મારફતે ઉપાડી શકશે નાણાં

રાજકોટઃ હવે ઘર આંગણે અમૂલનું માઈક્રો ATM,  એટીએમ મારફતે ઉપાડી શકશે નાણાં
ફાઈલ તસવીર

આ સમગ્ર વ્યવસ્થા આધાર કાર્ડ આધારિત ચુકવણી (અંગૂઠાથી છાપ આધારિત) હોવાથી નાણાં ઉપાડવા માટે કોઈ પણ પ્રકારના ક્રેડીટ કે ડેબીટ કાર્ડની જરૂર પડતી નથી.

  • Share this:
રાજકોટઃ રાજકોટ જીલ્લાનુ (Rajkot) એક નાનુ ગામ આનંદપરા (Anandpara) કે જેની વસતી આશરે 4000ની છે અને દૈનિક 2000 લીટર દૂધ (milk) સંપાદિત કરાય છે. આ ગામે એક ઈતિહાસ સર્જ્યો છે. રાજકોટ દૂધ સંઘની આનંદપરા ગ્રામ દૂધ સહકારી મંડળીએ (Dudh sahakari madali) દૂધ ઉત્પાદક સભ્યો માટે ઘર આંગણે પ્રથમ માઈક્રો એટીએમ પેમેન્ટ સેન્ટર (Micro ATM Payment) સ્થાપીને  ડિજિટાઈઝેશનનો (Digitization) નવો માર્ગ અપનાવ્યો છે. રાજકોટ જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ એટલે કે ગોપાલ ડેરી કે જે અમૂલ સાથે જોડાયેલો ડેરી સંઘ છે કે જેણે ગ્રામ્ય અર્થતંત્રને ડિજિટાઈઝ કરવા માટેનાં નક્કર પગલાં ભર્યાં છે.

આ પ્રસંગે રાજકોટ ડેરીના ચેરમેન ગોરધનભાઈ ધામલીયાએ આનંદપરા ગામના ડેરીમાં દૂધ ભરાવનારા ખેડૂતોની ગ્રામ મંડળીના સભ્યો માટે આધાર કાર્ડ આધારિત અમૂલ માઈક્રો એટીએમ સુવિધાનુ વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે કોઈ પણ સભાસદ દૂધ મંડળીની મુલાકાત લઈને અમૂલ માઈક્રો એટીએમ મારફતે નાણાં ઉપાડી શકે છે અને તુરત જ નાણાં મેળવી શકે છે. સભ્યો માટે આ વ્યવસ્થા મોટી રાહત સમાન બની છે કારણ કે તેમણે બેંકની મુલાકાત લેવામાં સમય અને પ્રવાસ ખર્ચ ભોગવવો પડતો નથી.તેમણે એવો પણ ઉલ્લેખ કર્યો હતો કે મહામારી દરમ્યાન આ પ્રકારની ચૂકવણીની વ્યવસ્થા સલામત બની રહે છે અને આ સમગ્ર વ્યવસ્થા આધાર કાર્ડ આધારિત ચુકવણી (અંગૂઠાથી છાપ આધારિત) હોવાથી નાણાં ઉપાડવા માટે કોઈ પણ પ્રકારના ક્રેડીટ કે ડેબીટ કાર્ડની જરૂર પડતી નથી. ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન લિમિટેડ (જીસીએમએમએફ)(અમૂલ)ના વાઈસ ચેરમેન વલમજીભાઈ હુંબલે આ અનોખા પ્રોજેકટના અમલીકરણ માટે રાજકોટ ડેરીની ટીમને અભિનંદન આપ્યા હતા.

આ પણ વાંચોઃ-હૃદયદ્રાવક ઘટના! આખા પરિવારે સાથે બેશીને ચા પીધી, પછી એક સાથે મોતને વ્હાલું કર્યું, સુસાઈડ નોટમાં વ્યક્ત કર્યું દર્દ

આ પણ વાંચોઃ-રાજકોટઃ મેસેન્જર અને 'ગંદી' સાઇટ ઉપર યુવતીઓને નિર્વસ્ત્ર નિહાળતા ચેતજો, ગોંડલના યુવકને થયો કડવો અનુભવ

અને વધુમાં જણાવ્યું હતું કે આ પ્રોજેકટ નાના,સિમાંત અને જમીનવિહોણા ખેડૂતોને આત્મવિશ્વાસ આપશે અને તેમની ભવિષ્યની જરૂરિયાતો માટે બચતની ટેવ કેળવાશે. ડિમોનેટાઇઝેશનથી, અમે આ પ્રોજેક્ટ માટે કામ કરી રહ્યા છીએ અને તે અમારા માટે ગર્વની વાત છે કે અમે આ પ્રોજેક્ટ રાજકોટથી શરૂ કર્યો છે. ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન લિમિટેડ (જીસીએમએમએફ) (અમૂલ)ના ચેરમેન શામળભાઈ પટેલે પણ આ સમારંભમાં વર્ચ્યુઅલ હાજરી આપી હતી.

આ પણ વાંચોઃ-જામનગરઃ પતિએ જાહેરમાં ખેલ્યો ખૂની ખેલ! સ્કૂલે જવા નીકળેલી શિક્ષિકા પત્નીને છરીના ઘા ઝીંકી પતાવી દીધી, ભાઈએ જણાવ્યું કારણ

તેમણે જણાવ્યું હતું કે માઈક્રો એટીએમ ટેકનોલોજી અપનાવીને દૂધ ઉત્પાદક સભ્યોને ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ સાથે જોડવામાં આવ્યા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે જીસીએમએમએફના સભ્ય સંઘો તમામ ગ્રામ સહકારી મંડળીઓમાં વહેલામાં વહેલી તકે અમૂલ માઈક્રો એટીએમ પ્રોજેકટ શરૂ કરી દેશે. અમે છેલ્લા કેટલાક સમયથી આ પ્રોજેક્ટ માટે કામ કરી રહ્યા છીએ અને આપણા માનનીય વડા પ્રધાનની “ડિજિટલ ઇન્ડિયા” દ્રષ્ટિને પૂર્ણ કરવા અમારા માટે ગર્વની વાત છે. ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન લિમિટેડ (જીસીએમએમએફ) (અમૂલ)ના મેનેજિંગ ડિરેકટર ડો. આર. એસ. સોઢીએ પણ આ સમારંભમાં વર્ચ્યુઅલ હાજરી આપી હતી.

આ પણ વાંચોઃ-વલસાડઃ અડધી રાત્રે પ્રેમિકાને મોબાઈલ ચાર્જર આપવા જવું પ્રેમીને ભારે પડ્યું, પકડાઈ જતા પરિવારે હાડકાં ખોખરા કરી નાંખ્યા

તેમણે જણાવ્યું હતું કે દૂર દૂરનાં ગામોમાં ડિજિટલ બેંકીંગ ટેકનોલાજીના અભાવને કારણે આ પ્રકારનાં એટીએમ સ્થાપવાનો વિચાર આવ્યો છે. આ પ્રોજેકટ હેઠળ રાજકોટ, સુરત, ભરૂચ, અને સુરેન્દ્રનગર જીલ્લાની દૂધ સહકારી મંડળીઓને આવરી લઈને સભાસદો દ્વારા સામનો કરવો પડતો હોય તેવી તકલીફો અંગે સર્વેક્ષણ કરવામાં આવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે નોટબંધીના વખતમાં જીસીએમએમએફના સભ્ય સંઘોએ દૂધ ઉત્પાદકોનાં 25 લાખથી વધુ બેંકનાં ખાતાં ખોલવામાં સહાય કરી હતી.

તેમણે એમ પણ જણાવ્યું કે પ્રોજેક્ટના ત્રણ મુખ્ય ફાયદા છે - તમામ નાણાકીય વ્યવહારોમાં પારદર્શિતા વધશે, વ્યક્તિની ક્રેડિટની યોગ્યતા વધશે જે તેમના માટે ભાવિ લોન મેળવવા માટે ફાયદાકારક રહેશે અને તે બચતની ટેવ વધુ વિકસાવશે. રાજકોટ ડેરીના મેનેજિંગ ડિરેક્ટર વિનોદ વ્યાસે સમારંભમાં ઉપસ્થિત તમામ અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટરનો આભાર વ્યક્ત કર્યો છે. તેઓએ આ પ્રોજેક્ટથી માત્ર દૂધ ઉત્પાદકો જ નહીં પરંતુ ગામનાં અન્ય વ્યક્તિઓને પણ આ યોજનાનો ફાયદો થશે તેમ જણાવેલ હતું.તેમણે પાયલોટ પ્રોજેક્ટના સફળ અમલીકરણ માટે રાજકોટ ડેરી, ડીજીવરિધ્ધી (ફિંટેક) અને ફેડરલ બેંકના સમર્પિત સ્ટાફને અભિનંદન પણ પાઠવ્યા હતા. અમૂલ માઈક્રો એટીએમ સિસ્ટમ જીસીએમએમએફ (અમૂલ) અને ડીજીવરિધ્ધી બેંકીંગ (ફિનટેક કંપની), પાર્ટનર ફેડરલ બેંક સાથે મળીને આ પ્રોજેકટમાં જે મહત્વની પડકારરૂપ બાબત હતી. ડીજીવિધિના શ્રી રાઘવન, ફેડરલ બેંકના એકજિકયુટીવ ડિયરેક્ટર, શ્રી અતુલ કુમાર અગ્રવાલ, સિનિયર જનરલ મેનેજર (ફાયનાન્સ), જીસીએમએમએફ પણ આ પ્રસંગે હાજર રહયા હતા. અહીં એ નોંધવુ જરૂરૂ બને છે કે જીસીએમએમએફના સભ્ય સંઘો તેમની ગ્રામ મંડળીઓને દૈનિક રૂ.140થી રૂ.150કરોડની ડિજિટલ ચૂકવણી કરી જ રહી છે.
Published by:ankit patel
First published:Invalid date

ટૉપ ન્યૂઝ