Home /News /kutchh-saurastra /વરસાદી આફત! હળવદમાં વરસાદથી દીવાલ ધરાશાયી, એક જ પરિવારના ત્રણનાં મોત
વરસાદી આફત! હળવદમાં વરસાદથી દીવાલ ધરાશાયી, એક જ પરિવારના ત્રણનાં મોત
હળવદના સુંદરીભવાની ગામમાં દિવાલ ધરાશાયી થતા ત્રણના મોત
હળવદ (Halvad) ના સુંદરીભવાની ગામ (Sundaribhavani village) માં વરસાદને પગલે દિવાલ ધરાશાયી (Wall Collapses) થવાની દુર્ઘટના સામે આવી છે. જેમાં એક જ પરિવારના બે સગા ભાઈ અને પરિવારની એક મહિલાનું કરૂણ મોત નિપજ્યું છે.
મોરબી : રાજ્યમાં ચોમાસા (Rain) ના આગમન પહેલા જ કેટલાક વિસ્તારમાં મેઘરાજા મહેરબાન થઈ રહ્યા છે. ઠેર-ઠેર ખુશીનો માહોલ છવાયો છે, ત્યારે મોરબી (Morbi) ના હળવદ (Halvad) થી વરસાદને લઈ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. હળવદના એક ગામમાં વરસાદના પગલે કાચી દિવાલ ધરાશાયી (wall collapsed) થતા, એક જ પરિવારના ત્રણના લોકોના મોત થતા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, હળવદના સુંદરીભવાની ગામમાં વરસાદને પગલે દિવાલ ધરાશાયી થવાની દુર્ઘટના સામે આવી છે. જેમાં એક જ પરિવારના બે સગા ભાઈ અને પરિવારની એક મહિલાનું કરૂણ મોત નિપજ્યું છે. આ ઘટનાથી વરસાદની ખુશીની વચ્ચે શોકનો માહોલ છવાઈ ગયો છે. આ ઘાટના ત્યારે બની જ્યારે પરિવાર પોતાના તેમના ઘરમાં હતો ત્યારે અચાનક દિવાલ ધરાશાયી થઈ અને તેમના ઉપર પડી.
વરસાદી ઝાપટામાં દિવાલ ધરાશાયી થતા પરિવારના ત્રણ સભ્યો દટાઈ ગયા હતા, તુરંત ગામના લોકો ભેગા થઈ ગયા અને પરિવારના સભ્યોને બચાવવાની કોશિસમાં લાગી ગયા હતા. આ સાથે તંત્રને પણ ઘટનાની જાણકારી આપતા રેસક્યુ ટીમ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અને ગ્રામજનોની મદદથી દટાયેલા લોકોને બહાર કાઢી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ડોક્ટરોએ ત્રણેને મૃત જાહેર કર્યા હતા.
આ મામલે પોલીસે ઘટના સ્થળ પર પહોંચી દુર્ઘટના કેવી રીતે બની તે મામલે પુછતાછ શરૂ કરી અકસ્માતે મોતનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે, ચોમાસુ મહારાષ્ટ્ર સુધી પહોંચી ગયું છે, જેની અસર ગુજરાતમાં પણ ઠેર-ઠેર જોવા મળી રહી છે. હવામાન વિભાગની આગાહી છે કે, રાજ્યમાં 18 જિલ્લામાં 5 દિવસ સુધી વરસાદી માહોલ રહેશે. આ સાથે ગઈકાલથી મેઘરાજાએ રાજ્યના મોટાભાગના વિસ્તારમાં ધમાકેદાર બેટીંગ શરૂ કરી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર