મોરબી: સ્પાની આડમાં ચાલતાં વધુ ગોરખધંધાનો પર્દાફાશ થયો છે. મોરબીમાં SOG દ્વારા સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપી પાડવામાં આવ્યું છે. અહીં આવેલા હેલો કીટી ફેમિલી સ્પા પર એસઓજી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જે દરમિયાન સ્પા સંચાલક સહિત બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
હેલો કીટી ફેમિલી સ્પા પર દરોડા
મોરબી SOG દ્વારા સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપી લેવામાં આવ્યું છે. હેલો કીટી ફેમિલી સ્પામાં દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં બહારથી મહિલાઓ બોલાવીને અનૈતિક શરીર સુખ માણવા સુખ સગવડ પુરી પાડવામાં આવતી હતી. જેમાં સ્પા સંચાલક ગુડિયા રાજુ મિશ્રા સહિત બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે પોલીસ દ્વારા મોબાઈલ અને રોકડ મળી કુલ.રૂ 14 હજાર 350નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
હેલો કીટી ફેમિલી સ્પા મોરબીના વાંકાનેર નેશનલ હાઇવે પર આવેલું છે. જ્યાં મોરબી એસઓજી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. આ સ્પામાં ગોરખધંધો ચાલતો હોવાની પોલીસને બાતમી મળી હતી. જેના આધારે સ્પા પર દરોડા પાડ્યાં હતાં. જે દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી હતી. સ્પામાં બહારથી મહિલાઓ બોલાવી ને અનૈતિક શરીર સુખ માણવા સગવડો પૂરી પડાતી હતી. પોલીસે સ્પાની મહિલા સંચાલક અને ગ્રાહક સહિત બે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર