મોરબી: નામચીન બુટલેગરના અડ્ડેથી લાખોનો વિદેશી દારૂ ઝડપાયો, DYSPના સપાટાથી બુટલેગરોમાં ફફડાટ

મોરબી: નામચીન બુટલેગરના અડ્ડેથી લાખોનો વિદેશી દારૂ ઝડપાયો, DYSPના સપાટાથી બુટલેગરોમાં ફફડાટ
મોરબી DYSPએ રેડ પાડી સવા લાખ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપ્યો

મહત્વની વાત એ છે કે, મોરબીમા DYSP રાધિકા ભારાઈની બુટલેગરો પર ધોસ વધતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

 • Share this:
  અતુલ જોશી, મોરબી : મોરબી ડીવાયએસપીએ દારૂ વેચનારાઓ પર પર સપાટો બોલાવવાનું શરૂ કર્યું છે. આજે પોલીસે ત્રણ અલગ-અલગ જગ્યા પર નામચીન બુટલેગરોને ત્યાં રેડ કરી સવા લાખ રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. ડીવાયેસપીના આ સપાટા બાદ બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

  પ્રાપ્ત માહિતી અનુસાર, મોરબીના માળીયા મિયાણા તાલુકાના મોટા દહીંસરા ગામે મોટી માત્રામાં વિદેશી દારૂ ઉતર્યો હોવાની ડીવાયએસપી રાધિકા ભારાઈને બાતમી મળી હતી, જેને પગલે ડીવાયેસપી DYSP રાધિકા ભારાઈ દ્વારા મોરબી એલસીબી ઇન્ચાર્જ પીઆઈ જે એમ આલ સહિતની ટીમને સાથે રાખી માળીયા મિયાણા મોટા દહીંસરા ગામે બાતમી વાળી જગ્યાએ રેડ કરી હતી, જેમાં જુદી જુદી બ્રાન્ડનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડયો હતો.  ડીવાયએસપીની ટીમે બાતમીના આધારે ત્રણ રહેણાંક મકાનોમાં એક સાથે રેડ કરી હતી. જેમાં જુદા જુદા મકાનમાંથી ૧,૨૨,૦૦૦/- નો વિદેશી દારૂ પકડી પાડવામાં આવ્યો હતો.

  પોલીસ સૂત્રો અનુસાર, આ દારૂનો જથ્થો નામચીન બુટલેગર અજયસિંહ ભાવુભા જાડેજા, હરદેવસિંહ ભાવુભા જાડેજા તેમજ જલ્પેશ વિનોદભાઈ ખાખીનો હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ ત્રણે બુટલેગરો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

  તમને જણાવી દઈએ કે, આ આરોપીઓ થોડા દિવસ પૂર્વે પણ જુદા જુદા દરોડામાં વિદેશી દારૂના જથ્થા સાથે પકડાઈ ચુક્યા છે, ત્યારે ફરી આ બુટલેગરોનો દારૂનો જથ્થો ઝડપાતા પોલીસે ત્રણેય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. મહત્વની વાત એ છે કે, મોરબીમા DYSP રાધિકા ભારાઈની બુટલેગરો પર ધોસ વધતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
  Published by:kiran mehta
  First published:June 19, 2020, 15:33 pm