રૂપાણીનું પાણી મપાયું: મોરબીમાં 'તરસ્યા' ખેડૂતોને ભેગા ન થવા સરકારની ચેતવણી

News18 Gujarati
Updated: November 14, 2018, 12:54 PM IST
રૂપાણીનું પાણી મપાયું: મોરબીમાં 'તરસ્યા' ખેડૂતોને ભેગા ન થવા સરકારની ચેતવણી
પ્રતિકાત્મક તસવીર

મોરબી જિલ્લામાં વરસાદ ઓછો થવાને લીધે સિંચાઈનાં પાણીની માંગણી માટે ખેડુતો દ્વારા ધરણા કાર્યક્રમો કરે તેવી શકયતા નકારી શકાય નહીં

  • Share this:
ગુજરાતમાં વારેવારે પ્રતિબંધિત આદેશો થવા લાગ્યા છે તેમાં હવે કુદરતી આપત્તિમાં પણ આદેશો થવા લાગ્યા છે. મોરબી વહીવટીતંત્રી દ્વારા જિલ્લામાં ચારથી વધુ વ્યકિતઓને એકઠા થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કારણ એવું છે કે, આ વર્ષ મોરબી જિલ્લામાં વરસાદ ઓછો પડ્યો છે.

મોરબી જિલ્લા દ્વારા બહાર પાડવામાં આવેલા આ જાહેરનામા મુજબ, ચાલુ માસમાં મોરબી જિલ્લામાં હાલમા વરસાદ ઓછો થવાને લીધે સિંચાઈ માટે પાણીની માંગણી માટે ખેડુતો દ્વારા ધરણા કાર્યક્રમો કરે તેવી શકયતા હોવાનું તેમજ પીવાના પાણીની અછતના પ્રશ્ને મોરબી નગરપાલીકા તથા કલેકટર કચેરી મોરબી તેમજ અન્ય સરકારી કચેરીઓ ખાતે સરઘસ કાઢી આવેદનપત્ર આપે તેવી શકયતાઓ નકારી શકાય નહિ.

તેમજ જુદા-જુદા સમાજના વિવિધ હોદ્દેદારો રાજયભરમાં પ્રવાસ કરી રહેલ હોય ઉપરાંત નવેમ્બર માસમાં નાના મોટા આવતા ધાર્મિક તહેવાર અને વિવિધ રાજકીયપક્ષો દ્વારા આંદોલનાત્મક કાર્યક્રમો આપવામાં આવતા હોય મોરબી જિલ્લામાં જાહેર સુલેહ શાંતિ તથા કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુસર કેતન.પી.જોષી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ મોરબીને મુંબઇ પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૭(૩) થી મળેલી અધિકારની રૂએ એક જાહેરનામું પ્રસિધ્ધ કરી મોરબી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા.૩૦-૧૧-૨૦૧૮ સુધી સક્ષમ અધિકારીની મંજુરી વિના જાહેર સ્થળોએ અનઅધિકૃતરીતે/ ગેરકાયદેસર રીતે ચાર કરતા વધુ વ્યકિતઓએ એકત્રીત થવું નહી અથવા કોઇ સભા ભરવી નહી કે કોઇ સરઘસ કાઢવા ઉપર પ્રતિબંઘ ફરમાવેલો છે”

આ હુકમ નીચેનાને લાગુ પડશે નહી. સરકાર દ્વારા આયોજીત કોઈપણ કાર્યક્રમને સ્થાનિક સતાવાળાઓ પાસેથી જરૂરી પરવાનગી મેળવી હોય તેવી વ્યકિતને સંસ્થાને, ફરજ ઉપર હોય તેવી ગૃહ રક્ષક દળની વ્યકિતને, કોઇ લગ્નના વરઘોડાને, સરકારી નોકરીમાં અથવા રોજગારમાં હોય તે વ્યકિતને, કોઇ સ્મશાન યાત્રાને. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંધન કરનાર મુંબઇ પોલીસ અધિનિયમની કલમ-૧૩૫ (૩) હેઠળ શિક્ષાપાત્ર થશે.

આ સિવાય અન્ય એક જાહેરનામા અનુસાર, ચાલુ માસમાં મોરબી જિલ્લામાં વિવિધ રાજકીય પક્ષો દ્વારા આંદોલનાત્મક કાર્યક્રમો આપવામાં આવતા હોય જેને ધ્યાને લઇ આ સમય દરમ્યાન મોરબી જિલ્લા વિસ્તારમાં કાયદો વ્યવસ્થા, જાહેર સુલેહ શાંતિ અને સલામતી જળવાઇ રહે અને કોઇ અનિચ્છનીય બનાવો બનવા ન પામે તે મોરબી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા.૩૦-૧૧-૨૦૧૮સુધી હથિયાર, તલવાર, ભાલા, બંદુક, છરી, લાકડી કે લાઠી, શસ્ત્રો, સળગતી મશાલ, બીજા હથિયારો કે જેના વડે શારીરિક ઇજા કરી શકાય તે સાથે રાખી ફરવાનું.પથ્થરો અથવા ફેંકી શકાય તેવી બીજી વસ્તુઓ અથવા તેવી વસ્તુઓ ફેંકવાની કે ઘકેલવાની અથવા સાધનો લઇ જવા, એકઠા કરવા અથવા તૈયાર કરવાનું.મનુષ્યો અથવા શબો અથવા આકૃતિઓ અથવા પુતળા દેખાડવાની જેનાથી સુરુચિ અથવા નિતિઓનો ભંગ થાય તેવા ભાષણ કરવાની તથા ભેદભાવ અથવા ચેષ્ટા કરવાનું તથા તેવા ચિત્રો, પ્લેકાર્ડ પત્રિકા અથવા બીજા કોઇ પદાર્થો અથવા વસ્તુઓ તૈયાર કરવાનું તથા બતાવવાનું અથવા ફેલાવો કરવા પર પ્રતીબંધ ફરમાવેલો છે.

 
First published: November 14, 2018
વધુ વાંચો
अगली ख़बर