હળવદઃ ખેતરની ઓરડીમાં ચાલતા જુગારધામ ઉપર પોલીસ ત્રાટકી, રૂ. 26.58 લાખના મુદ્દામાલ સાથે 12 જુગારી ઝડપાયા

આરોપીઓની તસવીર

પોલીસે દરોડામાં 6.01 લાખ રૂપિયા રોકડા, 26 મોબાઈલ ફોન અને 05 કાર સહિત કુલ 26.58 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

 • Share this:
  અતુલ જોશી, મોરબીઃ મોરબી એસલીબીની ટીમે હળવદના ચરાડવા ગામમાં (Halavad, charadava village) ખેતરની ઓરડીમાં ચાલતા જુગારધાન (Gambling den) ઉપર રેડ કરી હતી. જ્યાંથી પોલીસે 26.58 લાખનો મુદ્દા માલ સાથે 12 લોકોની ધરપકડ કરી હતી. પોલીસે દરોડામાં 6.01 લાખ રૂપિયા રોકડા, 26 મોબાઈલ ફોન અને 05 કાર સહિત કુલ 26.58 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

  મળતી માહિતી પ્રમાણે મોરબી જીલ્લા એસપી એસ. આર. ઓડેદરા,ડીવાયએસપી રાધીકા ભાંરાઈની સૂચનાથી એલસીબી પીઆઇ વી.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ એલસીબીના જયવંતસિંહ ગોહિલ તથા ભરત મિયાત્રાને ખાનગી રાહે બાતમી મળી હતી કે હળવદના ચરાડવા ગામે અનિલભાઈ હરિભાઈ સંતોકીની વાડીની ઓરડીમાં જુગારધામ ચાલે છે. આ પ્રકારની બાતમી મળતા એલસીબીએ ચરાડવા ગામે વાડીની ઓરડીમાં દોરડો પાડ્યો હતો.

  ત્યાં જુગાર રમતા અનિલભાઈ હરિભાઈ સંતોકી, હિરેનભાઈ જગદીશભાઈ દવે, ભાવિનભાઈ જગદીશભાઈ માકાસણા, દેવજીભાઈ કાળુંભાઈ ગોરીયા, મનસુખભાઇ રતિલાલભાઈ સનારીયા, જ્યંતીભાઈ પોપટભાઈ પરેજીયા, નિજામભાઈ કરીમભાઈ જેડા, રમેશભાઈ ચતુરભાઈ માકાસણા, નિજામભાઈ ગફુરભાઈ મોવર, તાજમહમદ આમદભાઈ મોવર, સુરેશભાઈ ગોરધનભાઈ ચાવડા, વિજયભાઈ છગનભાઇ માકાસણાને રૂ. 6.01 લાખ રોકડા, 26 મોબાઈલ, 05 કાર સહિત કુલ રૂ.26.58 લાખના મુદ્દામાલ સાથે ઝડપીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

  જો કે આ જુગારધામ કેટલા સમયથી ચાલી રહ્યું છે અને કોની મીઠી નજર હેઠળ આ જુગાર ધામ ધમધમતું હતું એ તપાસ હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે ટંકારાના ઘુંનડા નજીક ઓમ વીલામાં આરઆર સેલના હાઈ પ્રોફાઈલ દરોડા બાદ મોરબી એલસીબી અને સ્થાનિક પોલીસ સતર્ક થઈ ગઈ છે. ત્યારે હજુ પણ આવા જુગારધામ ચાલુ હોવાનું જાણવા મળતા મોરબી પોલીસે તાબડતોબ કાર્યવાહી કરી છે.

  આ પણ વાંચોઃ-સતત 20 વર્ષથી લડતા 65 વર્ષના 'દાદા' જમીન અંગે ન્યાય માટે સાઈકલ ઉપર ગીર સોમનાથથી ગાંધીનગર જવા નીકળ્યા

  ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા સુરતના તુલસી ફળિયાના એક મકાનમાં પોલીસે મોટી ટીમ સાથે રેડ પાડી 99 જેટલા જુગારીઓની ધરપકડ કરી છે. પોલીસ સૂત્રો પાસેથી પ્રાથમિક મળેલી માહિતી અનુસાર, સુરતના તુલસી ફળીયામાં મકાન ભાડે રાખી જુગારધામ ચલાવવામાં આવી રહ્યું હતું, અહીં રેડ કરી 100 જેટલા જુરીઓને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે. આ જુગારધામ નામચીન આસિફ ગાંડા દ્વારા ચલાવવામાં આવી રહ્યું હોવાની પ્રાથમિક માહિતી છે. રેડ દરમિયાન આસિફ ગાંડો સહિત બે લોકો ફરાર થઈ ગયા છે.

  આ પણ વાંચોઃ-સુરતઃ જમીન દલાલ અને હીરાના વેપારીએ મિત્રની દીકરીને પ્રેમ જાળમાં ફસાવી, વારંવાર દુષ્કર્મ આચરીને તરછોડી

  વિગતે ઘટનાની વાત કરીએ તો, શહેરમાં આવેલા બેગમપુરા વિસ્તારમાં આવેલા તુલસી ફળિયામાં ચાલતાં જુગારધામ પર દરોડા પાડવામાં આવ્યાં છે. સ્ટેટમોનિટરીંગ સેલ દ્વારા પાડવામાં આવેલા દરોડામાં 99 જેટલા જુગારીઓ ઝડપાયા છે.

  આ પણ વાંચોઃ-મોરબીના કુખ્યાત મુસ્તાક મીરની હત્યામાં ફરાર આરોપી હિતુભા બરોડાથી ઝડપાયો

  આસિફ ગાંડાના જુગારધામ પર પડેલા આ દરોડામાં પોલીસને લાખો રૂપિયાનો મુદ્દામાલ પણ મળી આવ્યાં છે. સિલાઈ મશીનના કામની આડમાં જુગારધામ ચલાવવામાં આવતું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. હાલ પોલીસે આરોપીઓને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.

  એરકન્ડિશન જુગારધામ ધમધમતું - આસિફ ગાંડાનું બેગમપુરા વિસ્તારમાં આવેલું બે માળનું એર કન્ડિશન જુગારધામ ઝડપાયું છે. પોલીસે રેડ દરમિયાન બન્ને માળમાં આરોપીઓને જુગાર રમતાં રંગેહાથ પકડી લીધાં છે.
  Published by:ankit patel
  First published: