Home /News /kutchh-saurastra /મોરબી બ્રિજ દુર્ઘટનામાં મોટી કાર્યવાહી, ઓરેવા કંપનીના 9 લોકોની ધરપકડ
મોરબી બ્રિજ દુર્ઘટનામાં મોટી કાર્યવાહી, ઓરેવા કંપનીના 9 લોકોની ધરપકડ
મોરબી દુર્ઘટના પડઘા સમગ્ર દેશમાં પડ્યા
ગુજરાતના મોરબીમાં રવિવારે સાંજે પુલ તૂટી જવાના મામલે પોલીસે નવ લોકોની અટકાયત કરી છે. આ દુર્ઘટનામાં 134થી વધુ લોકોના મોત થયા હોવાની આશંકા છે. તેમજ 100થી વધુ લોકો ઘાયલ થયા છે. મોરબીમાં ઝુલતો પુલ તૂટી જવાની ફરિયાદ બાદ પોલીસ હરકતમાં આવી છે. પોલીસે આ કેસમાં નવ લોકોની અટકાયત કરી છે. કસ્ટડીમાં લેવામાં આવેલા લોકોમાં બ્રિજના મેનેજર અને મેન્ટેનન્સ સુપરવાઈઝરનો સમાવેશ થાય છે.
અમદાવાદ. ગુજરાતના મોરબી જિલ્લામાં, મચ્છુ નદી પરનો 143 વર્ષ જૂનો પુલ તૂટી જતા મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 134 લોકોના મોત થયા છે. આશંકા છે કે મૃત્યુઆંક હજુ વધી શકે છે. તે જ સમયે, આ ઘટના અંગે કાર્યવાહી કરીને, વહીવટીતંત્રે બે કોન્ટ્રાક્ટર સહિત ઓરેવા કંપનીના 9 લોકોની ધરપકડ કરી છે. તમને જણાવી દઈએ કે ધરપકડ પહેલા આ તમામ 9 લોકોની અટકાયત કરવામાં આવી હતી. બીજી તરફ, રવિવારે જ વહીવટીતંત્રની બેદરકારીના કારણે દુર્ઘટના અંગે કેસ નોંધવામાં આવ્યો હતો.
ઓરેવાના કપંનીના મેનેજર, 2 ટિકિટ ક્લાર્ક, 3 સિક્યુરિટી ગાર્ડ અને 2 રિપેરિંગ કોન્ટ્રાક્ટરનો સમાવેશ થાય છે. જણાવી દઈએ કે આ 9 આરોપીઓને પકડવા માટે ગુજરાત ATS, રાજ્ય ગુપ્તચર વિભાગ અને મોરબી પોલીસે અનેક જગ્યાએ દરોડા પાડ્યા હતા. દરોડા બાદ તેઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. તમામ 9 આરોપીઓ ઓરેવા કંપનીના કર્મચારી છે. તમામ આરોપીઓની કલમ 304, કલમ 114, કલમ 308 હેઠળ અટકાયત કરવામાં આવી હતી
ધપરકડ કરાયેલા આરોપીઓના નામ
ધરપકડ કરાયેલા આરોપીઓમાં ઓરેવા કંપનીના મેનેજર દિનેશ દવે અને દિપક પારેખની ધરપકડ. ટિકિટ બારીના ક્લાર્ક મનસુખભાઇ ટોપીયા અને માદેવભાઇ સોલંકીની ધરપકડ. સિક્યુરિટી ગાર્ડ અલ્પેશ ગોહિલ, પ્રકાશ પરમારની ધરપકડ કરવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે ધરપકડ પહેલા, પોલીસે ગુજરાતના મોરબી શહેરમાં કેબલ બ્રિજની જાળવણી અને સંચાલનની દેખરેખ રાખતી એજન્સીઓ સામે બિન ઈરાદાપૂર્વક હત્યાના આરોપમાં FIRનોંધી હતી જે મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાએ રવિવારે પત્રકારોને જણાવ્યું હતું કે શહેરમાં ઘડિયાળ અને ઈ-બાઈક બનાવતી ઓરેવા ગ્રુપને પુલના નવીનીકરણ અને સંચાલન માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. મોરબીના પોલીસ અધિક્ષક (SP) રાહુલ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે રવિવારે રાત્રે FIR નોંધાયા બાદ કેટલાક લોકોને પ્રાથમિક પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર