Home /News /kutchh-saurastra /PM મોદીએ હનુમાનજીની 108 ફૂટની પ્રતિમાનું અનાવરણ કરતાં કહ્યું, સૌરાષ્ટ્રની ધરતી સંત, સુરા અને દાતાની છે

PM મોદીએ હનુમાનજીની 108 ફૂટની પ્રતિમાનું અનાવરણ કરતાં કહ્યું, સૌરાષ્ટ્રની ધરતી સંત, સુરા અને દાતાની છે

PM મોદીએ હનુમાનજીની પ્રતિમાનું અનાવરણ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલી હાજરી આપી. હનુમાનજીની રામભક્તિ અંગે કરી વાત. આ સમયે ત્યાં કથામાં હાજર શ્રોતાઓને સંબોધન પણ કર્યું હતું. આ ઉપરાંત મંદિરનાં કાર્યક્રમની વાત કરીએ તો, અહીં સંતવાણીમાં કિર્તીદાન ગઢવી ભજનોની રમઝટ બોલાવશે.

વધુ જુઓ ...
મોરબી: આજે હનુમાન જયંતિનાં પાવન અવસર પર હનુમાનજીની 108 ફૂટની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે. આ સમયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી જોડાયા છે. ગુજારતનાં મોરબી ખાતે આવેલાં ભરતનગર બેલા ગામને જોડતા માર્ગ પર ખોખરા હનુમાનજી ધામ ખાતે નિર્માણ પામેલી 108 ફુટ ઉંચી હનુમાનજીની પ્રતિમાનું અનાવરણ કરાશે. જેમાં મોટી મોટી હસ્તીઓ ભાગ લઇ રહ્યાં છે. વિજયવર્ગીયજીએ મંદીર અંગે વાત કરી. ખાસ વાત એ છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલી હાજરી આપી છે. તેમજ કથામાં હાજર શ્રોતાઓને સંબોધન પણ કરી રહ્યાં છે.

PM MODI LIVE

-મોરબીમાં 108 ફૂટ ઉંચી પ્રતિમાનું અનાવરણ
- આખા દેશમાં હનુમાનજીની ચાર પ્રતિમા આવેલી છે.
- સતત ત્રણ વર્ષથી આ પ્રતિમા તૈયાર થઇ રહી હતી.
-બાપૂકેશવાનંદ આશ્રમમમાં પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે
-દક્ષીણમાં રામેશ્વરમમાં આવી જ એક મોટી હનુમાનજીની પ્રતિમા આવેલી છે
-શિમલામાં વર્ષ 2010માં આવી જ મોટી હનુમાનજીની પ્રતિમા  સ્થાપવામાં આવી છે.
- પ્રતિમામાં સાત લાખ રામ નામની ચિઠ્ઠીઓનો સમાવેશ કરવામાં આવ્યો
-આપણી સંસ્કૃતિ સદભાવ, સમાવેશની  સંસ્કૃતિ
-સૌરાષ્ટ્રની ધરતી, સંત, શૂરા અને દાતાની ધરતી
-એક ભારત શ્રેષ્ઠ ભારત માટે  હનુમાન શ્રેષ્ઠ કડી



આ ઉપરાંત મંદિરનાં કાર્યક્રમની વાત કરીએ તો, અહીં સંતવાણીમાં કિર્તીદાન ગઢવી ભજનોની રમઝટ બોલાવશે.

અનાવરણમાં મુખ્યમંત્રી સહિત અનેક લોકો હાજર રહેશે
મોરબીના ભરતનગર નજીક ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે ગુજરાતના ગૌરવ સમી સૌથી ઊંચી 108 ફૂટની હનુમાનજી મહારાજની પ્રતિમા સતત ત્રણ વર્ષની અથાગ મહેનત બાદ તૈયાર કરવામાં આવી છે. આ પ્રતિમાની વિશેષતા એ છે કે પ્રતિમામાં સાત લાખ રામનામ લખેલી ચિઠ્ઠીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ખોખરાધામમાં કનકેશ્વરી દેવીના વ્યાસાસને ચાલતી રામકથા દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિત રાજયના મંત્રીઓ, કેન્દ્રીય મંત્રીઓ સહિત અનેક ધારાસભ્યો, દેશભરમાંથી સંતો મહંતો, ગૌશાળા સંચાલકો, કથાકારો સહિત વિશાળ સંખ્યામાં અગ્રણીઓએ ઉપસ્થિત રહી કથા શ્રવણનો લાભ લીધો છે.

ત્યારે  આજે 16 એપ્રિલનાં રોજ કથાના નવમાં અને અંતિમ દિવસે શનિવારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી સવારે 11 વાગ્યાથી સતત 45 મિનીટ સુધી વર્ચ્યુઅલી જોડાશે અને સંબોધન કરશે.આ અવસરે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી કૈલાસ વિજયવર્ગીય, ગુજરાત સરકારના મંત્રી પ્રદીપભાઈ પરમાર, કચ્છ-મોરબી લોકસભા વિસ્તારના સંસદ તેમજ ગુજરાત પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડા ઉપરાંત અનેક રાજકીય મહાનુભાવો સમાપન અવસરે હાજરી આપશે.
First published:

Tags: પીએમ મોદી, હનુમાન જયંતિ