Home /News /kutchh-saurastra /Morbi: નાના એવા ગામમાં હેલિકોપ્ટરમાં આવી જાન, આસપાસથી લોકોના ટોળા ઉમટ્યા, જુઓ વીડિયો

Morbi: નાના એવા ગામમાં હેલિકોપ્ટરમાં આવી જાન, આસપાસથી લોકોના ટોળા ઉમટ્યા, જુઓ વીડિયો

X
હેલિકોપ્ટરમાં

હેલિકોપ્ટરમાં આવી જાન

હાલ લગ્નસરાની સિઝન ચાલી રહી છે જેમાં લોકો લગ્નને યાદગાર બનાવવા માટે નવતર પ્રયોગો કરતા હોય છે ત્યારે હળવદમાં માલધારી પરિવારના વરરાજાની જાન હેલીકોપ્ટર મારફતે આવતા લોકોના ટોળા ઉમટ્યા હતા. 

  • News18 Gujarati
  • Last Updated :
  • Morvi (Morbi), India
    Pratik Kubavat, Morbi: હાલ લગ્નસરાની સિઝન ચાલી રહી છે જેમાં લોકો લગ્નને યાદગાર બનાવવા માટે નવતર પ્રયોગો કરતા હોય છે, ખાાસ કરીને છેલ્લા કેટલાક સમયથી હેલિકોપ્ટરમાં જાન આવવી સામાન્ય બનતું જઇ રહ્યું છે. કેટલાક ગામમાં પહેલીવાર હેલિકોપ્ટર આવતા ગ્રામજનો હેલિકોપ્ટર જોવા ઉમટી પડતા હોય છે. ત્યારે મોરબ નજીક આવેલા હળવદમાં માલધારી પરિવારના વરરાજાની જાન હેલીકોપ્ટર મારફતે આવી હતી, આ જાન નિહાળવા લોકોના ટોળા ઉમટ્યા હતા.

    પ્રાપ્ત વિગત મુજબ હળવદ શહેરમાં રહેતા સ્વ.અજમલભાઈ કરણભાઈ બાર (રબારી) ના દીકરા ધવલ અને આરતીના લગ્ન યોજવામાં આવ્યા હતા. જેમાં અજમલ ભાઈના વેવાઈ જલાભાઇ રણછોડભાઈ રબારી કે જેઓ સુરેન્દ્રનગર ખાતે 80 ફુટ રોડ પર આવેલ સંઘવી પાર્ક માં રહે છે તેમના દીકરા ધરમની જાન આજે હળવદ ખાતે હેલિકોપ્ટરમાં આવી પહોંચતા લોકોના ટોળા જોવા માટે ઉમટી પડ્યા હતા.



    ત્યારે ગામમાં હેલિકોપ્ટરનું લેન્ડિંગ થતા જ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા. બીજી બાજુ હેલિકોપ્ટરમાં જાન લઇને આવેલા વરરાજાનો વટ પણ અનોખો જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે હેલિકોપ્ટર ભાડે રાખવા માટે તંત્રની મંજુરી લેવાની હોય છે. ગુજરાતમાં હેલિકોપ્ટર અને લક્ઝુરિયસ કારમાં લગ્ન કરવાનું ચલણ દિવસેને દિવસે વધી રહ્યું છે. તો પ્રીવેડિંગ ફોટોસૂટનો ક્રેઝ પર સૌરાષ્ટ્રમાં સૌથી વધુ જોવા મળી રહ્યો છે. લોકો લાખો રૂરિપા ખર્ચ કરીને પ્રીવેડિંગ કરાવી રહ્યાં છે.
    First published:

    Tags: Helicopter, Local 18, Morbi, ગામડા