"ગાંધીનગર એમના બાપનું પણ ગામડાં તો અમારા છે, ભડના દીકરાઓ હોય તો ટાંગા મૂકી બતાઓ"

"પાસ" કાર્યકર્તા અને છેલ્લા ત્રણ વર્ષથી પાટીદાર અનામત આંદોલન સાથે સંકળાયેલા ગીતા પટેલે મોરબીમાં એક વક્તવ્યમાં સરકારના છોતરા કાઢી નાખ્યા.

"પાસ" કાર્યકર્તા અને છેલ્લા ત્રણ વર્ષથી પાટીદાર અનામત આંદોલન સાથે સંકળાયેલા ગીતા પટેલે મોરબીમાં એક વક્તવ્યમાં સરકારના છોતરા કાઢી નાખ્યા.

 • Share this:
  ન્યૂઝ 18 ગુજરાતી : "પાસ" કાર્યકર્તા અને છેલ્લા ત્રણ વર્ષથી પાટીદાર અનામત આંદોલન સાથે સંકળાયેલા ગીતા પટેલે મોરબીમાં એક વક્તવ્યમાં સરકારના છોતરા કાઢી નાખ્યા હતા. હાર્દિક પટેલના 19 દિવસના આંદોલન અને પાણી માટે વલખાં મારતાં ખેડૂતોની પેરવી કરતા ગીતા પટેલે જે શાબ્દિક ચાબખાઓ માર્યા તે સાંભળવા યોગ્ય છે. જો કે અહીં તેમણે બોલેલા તેજાબી શબ્દોનું રેખાંકન કર્યું છે.

  અહીં ક્લિક કરી વાંચો: ગાંધીનગરઃ IBના ગુમ થયેલા PSI સુરક્ષિત હાલતમાં મળી આવ્યા

  હાર્દિકના ઉપવાસ વિષે જણાવતા તેમણે કહ્યું હતું કે, " 19 દિવસના ઉપવાસની વાત કરવી છે.ગાંધીનગર એમના બાપનું, ગુજરાત એમના બાપનું અને પોલીસ એમના બાપની. હાર્દિકભાઈ પોતાનાં નિવાસસ્થાન ઉપર અનશન ઉપર બેઠા છે તો કોઈને અંદર નહિ આવવા દેવાના"

  "મેં ત્યારે પણ કીધું હતું અને હજુ પણ કહું છું કે પોલીસ તમારા બાપની હોય, ગાંધીનગર તમારા બાપનું હોય, ગુજરાત તમારા બાપનું હોય, ગામડાઓં તો અમારા બાપના છે. ભડના દીકરાઓ હોય તો ટાંગા મૂકીને બતાવો. અમારે તો ખાલી પાવરફૂલ પાટલાણીઓ જ કાફી છે; ભાઈ ઓ તો ઘરે બેસી જશે. એમને ખબર નથી આ પટલાણીઓ થાળી-વેલણ વગાડી શકે, ધોકો ઉપાડી શકે અને કહેવાયને કે ખેતરની અંદર કામ પણ કરેલું છે એટલે પાવડા પણ ઉપાડેલ છે અને ધારિયા પણ ઉપાડેલા છે એટલે બિલકુલ ડરવાના નથી."

  આ પણ વાંચો: ગુજરાતમાં દલિતો પર અત્યાચારઃ ખરડાયેલો ઇતિહાસ, સતત વધી રહ્યા છે આવા બનાવો

  ખેડૂતોના પ્રશ્નો અને હકની માંગણી કરવાની સાથે ગીતા પટેલે ઉમેર્યું હતું કે, "ખેડૂતો માટે કેનાલ બનાવી ? કેનાલો બનાવી પણ પાણી ? હમણાં નિલેશભાઈએ કીધુંને કે ક્યાં તમારી માં નો કરિયાવર માંગ્યો' તો। તો પાણી તમારા બાપનું છે, અમારું પાણી અમને નહિ આપો ? પાણી તમારા બાપનું છે ? કે ખેડૂતોને પાણી નહિ આપો ? એટલે જાગવાની જરૂર છે, જાગીશું, ઘરની બહાર નીકળીશું, ઘરે બેઠા કોઈ આપવા નહિ આવે. હક જોઈતો હોય તો રોડ ઉપર આવવું પડશે, કૈક જોઈતું હશે તો રોડ પર આવવું પડશે. કારણ કે ઓટે બેઠા બેઠા આપણે ઘણી વાતું કરીયે છીએ. પરંતુ કોઈક કાર્યક્રમ થતા હોય તો ખુબ મોટી સંખ્યામાં આપણી સહુની હાજરી હોવી જોઈએ"

  Watch more:
  Published by:Sanjay Vaghela
  First published: