Home /News /kutchh-saurastra /

મોરબીમાં હાર્દિક પટેલ સામે નનામી પત્રિકા વાયરલ, પૂછાયા નવ સવાલ

મોરબીમાં હાર્દિક પટેલ સામે નનામી પત્રિકા વાયરલ, પૂછાયા નવ સવાલ

આ પત્રિકામાં હાર્દિક પટેલ પર સમાજના યુવાનોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવવમાં આવ્યો છે. તો બીજી તરફ આ પત્રિકામાં લાલજી પટેલના વખાણ કરવામાં આવ્યા છે.

આ પત્રિકામાં હાર્દિક પટેલ પર સમાજના યુવાનોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવવમાં આવ્યો છે. તો બીજી તરફ આ પત્રિકામાં લાલજી પટેલના વખાણ કરવામાં આવ્યા છે.

મોરબીઃ અહીં હાર્દિક પટેલની સભા પૂર્વે તેના પર સવાલોનો મારો ચલાવતી પત્રિકા વાયરલ થઈ છે. આ પત્રિકામાં હાર્દિક પટેલ પર સમાજના યુવાનોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવવમાં આવ્યો છે. તો બીજી તરફ આ પત્રિકામાં લાલજી પટેલના વખાણ કરવામાં આવ્યા છે. હાર્દિકને સભા પહેલા આ પત્રિકાએ કોંણે વહેંચી તે જાણી શકાયું નથી.

નનામી પત્રિકામાં હાર્દિકને સવાલ

1) GMDCમાં જે લોકો આવ્યા હતા તે સ્વંયભૂ હતા. તેમાં દરેક રાજકીય પક્ષના યુવાનો હતા. કારણે કે આંદોલન બિનરાજકીય હશે તેવું વચન અપાયું હતું. પરંતુ સમાજ સાથે પહેલા વિશ્વાસઘાત/છેતરપિંડી હાર્દિક પટેલ કરી. સમાજના કોઈપણ વ્યક્તિ કે આંદોલનકારીને વિશ્વાસમાં લીધા વિના જ મુખ્યમંત્રી આવેદન લેવા આવે તેવું નિવેદન કર્યું કે ધમકી આપી?

2) હાર્દિક પટેલનું મુખ્યમંત્રીને આવેદન લેવા આવે તેવા નિવેદન દરમિયાન જો કોંગ્રેસ, આપ કે અન્યની સરકાર હોય તો પાટીદારોનું શું થાત?

3) અનામત, બંધારણ પ્રત્યેની પોતાની અજ્ઞાનતા છૂપાવવા બેફામ ભાષણબાજી અને સમાજના વડીલોનું અપમાન કર્યું.

4) રાજસ્થાન, હરિયાણામાં આંદોલન થયા જેના પરિણામો શૂન્ય આવ્યા. તો કોના ઇશારે સમાજને ગેરમાર્ગે દોરે છે?

5)SPG 14 વર્ષ જૂની સંસ્થા હતી. જેમાં લેઉવા અને કડવા બંન્ને યુવાનો હતા. તો કેમ SPG છોડી પાસની રચના કરી?

6) સમાજની એકતા, અસ્મિતા અને શહીદોના નામે ડીઝલ, પેટ્રોલ, વકીલોની ફી, સરકારી સંપત્તિના નુકસાન કર્યું. આ પૈસા જરૂરિયાતમંદોનું પાછળ વાપર્યા હોત તો?

7) નીતિશ કુમારે પાટીદાર હિતમાં એકપણ નિવેદન ન કર્યું. ત્યારે નીતિશ કુમારને પાટીદારનું સર્ટિફિકેટ આપશે કેમ?

8) સમાજને સંકટ અને જોખમમાં મૂકી બેફામ નિર્ણય અને નિવેદન આપતા બની બેઠેલા કન્વિનરો અનામત બાબતે પોતાની અજ્ઞાનતા છૂપાવવા કાશ્મીરના અલગાવવાદી નતાઓની જેમ સમાજના કુમળા યુવાનોનો ઉપયોગ કરી તેને ગેરમાર્ગે દોરી સમાજ અને સમાજની સંસ્થાનો વિરુદ્ધ કરી ક્યા સુધી પોતાની દુકાનો ચલાવશે?

9) હજી પણ બિનરાજકીય રહી સમાજના સમજુ આગેવાન લાલજીભાઈ પટેલે જો સંગઠન અને સમાજના નામે રાજનીતિ કરી હોય તો આજે રાજ્યસભાના સાંસદ હોત, શા માટે લાલજીભાઈને ગદ્દાર કહ્યા?
First published:

Tags: Assembly election 2017, Gujarat Election2017, હાર્દિક પટેલ

આગામી સમાચાર