ન્યૂઝ18 ગુજરાતી: મીડિયા વિરુદ્ધ બીભત્સ વાણી વિલાસ કરવાના ગુનામાં પાસના આગેવાન નિલેશ એરવાડિયાની ધરપકડ કરવામાં આવી છે. સાથે જ કોર્ટે નિલેશ એરવાડિયાના દોઢ દિવસના રિમાન્ડ પણ મંજૂર કર્યા છે.
હાઇકોર્ટના આગોતરા જામીનના દોઢ વર્ષ બાદ એરવાડિયાની ધરપકડ કરવામાં આવી છે. મોરબી બી ડિવિઝન પોલીસે તેની ધરપકરડ કરી છે. મોરબીના પત્રકાર અતુલ જોશીએ દોઢ વર્ષ પહેલાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
મોરબી મીડિયા ગ્રુપ દ્વારા રજૂ કરવામાં આવેલા ઓડિયો ક્લિપના પૂરાવાના આધારે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. જે મામલે પોલીસે મોબાઈલ કબજે કરી એફએસએલમાં મોકલાયા હતા.
ઉલ્લેખનીય છે કે, નિલેશ એરવાડિયા દ્વારા મીડિયાને ગાળો આપવા અને મીડિયાની ઓફિસો સળગાવી નાંખવાની ધમકી આપવામાં આવી હતી. જે બદલ તેની સામે પોલીસ ફરિયાદ દાખલ કરાઇ હતી.
Published by:Azhar Patangwala
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર