મોરબીમાં ત્રણ વર્ષની માસૂમ બાળાને પોતાના ઘરમાં લઇ જઇ ઉપર આધેડનું દુષ્કર્મ

News18 Gujarati
Updated: March 10, 2019, 10:16 AM IST
મોરબીમાં ત્રણ વર્ષની માસૂમ બાળાને પોતાના ઘરમાં લઇ જઇ ઉપર આધેડનું દુષ્કર્મ
પ્રતિકાત્મક તસવીર

સામાકાંઠા વિસ્તારમાં રહેતી માસુમ બાળાને લાલચ આપી પડોશી ઢગાએ તેના ઘરમાં લઇ જઇને દુષ્કર્મ આચર્યું હતું.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ મોરબીમાં સભ્ય સમાજનું માથું શરમથી ઝુકી જાય એવી ધુણાસ્પદ ઘટના બહાર આવી છે. જેમાં સામાકાંઠા વિસ્તારમાં રહેતી માસુમ બાળાને લાલચ આપી પડોશી ઢગાએ તેના ઘરમાં લઇ જઇને દુષ્કર્મ આચર્યું હતું. ઢગાના આ હેવાનીયતભર્યા કૃત્યથી તેના પર ફિટકારની લાગણી વરસી રહી છે. જોકે, આરોપી પોલીસની હાથવેંતમાં હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી પ્રમાણે મોરબીના સામાકાંઠામાં આવેલી સોસાયટીમાં રહેતા શ્રમિક પરિવારની 3 વર્ષની માસુમ પુ્રી પાડોશી ઢગાના હવસનો શિકાર બની હતી. આ માસુમ બાળા શનિવારે ઘર પાસે રમતી હતી.

તે સમયે તેના ઘરની બાજુમાં રહેતા આશરે 45 વર્ષની ઉંમરના રમેશ બાબુ કોળી આ બાળાને જોતા તેના મનમાં વાસના કીડા સળવતા તેણે અને ઢગો વાસના ભૂખ્યા વરૂની પુત્રી જેમ જેવડી ઉંમરની માસુમ બાળા ઉપર તૂટી પડ્યો હતો. અને હેવાનીયત ભર્યું કૃત્ય આચર્યું હતું.

બાદમાં બાળાના ગુપ્તભાગે લોહી નીકળતા ઢગાએ કુકર્મ આચર્યાની ઘટના બહાર આવી હતી. તેના પરિવારજનોએ બાળાને સાવરા અર્થે હોસ્પિટલમાં ખસેડી હતી. બાળાના પિતાએ આ બનાવની પાડોશી ઢગા સામે ફરિયાદ નોંધાતા પોલીસે આ આરોપીને ઝડપી લેવા તપાસ હાથધરી છે. તેમજ ભોગ બનનાર બાળાને મેડિકલ ચેકઅપ કરવાની કાર્યવાહી હાથધરી છે.
First published: March 10, 2019, 10:06 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading