Morbi Crime News: બે મહિલા સહિત છ લોકોએ એક વૃદ્ધને ફ્લેટ (flate) ખરીદવા માટે ટોકન આપવાના બહાને અપહરણ (old man kidnapping) કરી ફોટો પાડીને 22 લાખ રૂપિયા પડાવ્યા હતા.
અતુલ જોશી, મોરબીઃ ગુજરાતમાં હની ટ્રેપના (Honey Trap) કિસ્સાઓ છાસવારે પ્રકાશમાં આવતા રહે છે. ભોળા લોકોને હની ટ્રેપમાં ફસાવવા માટે ગેંગ મહિલાઓનો સહારો લેતી હોય છે. અને મહિલાઓ પોતાની (woman) કામણકારી અદાઓ અને વાતચીતથી લોકોને ફસાવીને લાખો રૂપિયા પડાવતા હોય છે. ત્યારે આવી જ એક હનીટ્રેપની ઘટના મોરબીમાંથી (Morbi) પ્રકાશમાં આવી હતી. અહીં બે મહિલા સહિત છ લોકોએ એક વૃદ્ધને ફ્લેટ (flate) ખરીદવા માટે ટોકન આપવાના બહાને અપહરણ (old man kidnapping) કરી ફોટો પાડીને 22 લાખ રૂપિયા પડાવ્યા હતા. આમ વૃદ્ધે બે મહિલા સહિત છ લોકો સામે ફરિયાદ નોંધાવી હતી.
મળતી માહિતી પ્રમાણે દિલીપ કાતિંલાલા મિસ્ત્રી, અંકિત ઉર્ફે ગટુ દિનેશ નાગલા, પ્રશાંત ઉર્ફે લાલો પ્રવિણભાઈ બારોટ, અનિલ ઉર્ફે દેવો જેઓ મોરબીમાં રહે છે. જ્યારે વિનુભાઈ રાવળ જે ચોટીલા રહે છે. આ ઉપરાંત રીંકુબેન અંકિત નાગલા, ગોંડલમાં રહે છે અને ઉષાબેન સહિતની ટોળી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
પોલીસે આઇપીસીની કલમ 364 એ, 386, 387, 323, 506(2), 120 બી, 34 સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે આ છ આરોપીઓએ ભેગા મળીને મોરબીમાં વૃદ્ધ ફરિયાદી પાસેથી ફ્લેટ ખરીદવા માટે ટોકન આપવાના બહાના હેઠળ અપહરણ કર્યું હતું. અને તેમના ફોટો પાડીને બ્લેકમેઈલ કરીને 22 લાખ રૂપિયા પડાવ્યા હતા. જોકે, આ અંગે વૃદ્ધે છ લોકોની ટોળકી સામે ફરિયાદ નોંધાવી હતી.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં કચ્છમાં પણ હાઈપ્રોફાઈલ હનીટ્રેપનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. કચ્છમાં રાજકારણીઓના (Kutch Politicians) અનેક એમએમએસ બાદ કચ્છી કાફી, કવ્વાલી અને સિંધી સૂફી રચનાઓના જાણીતા વયોવૃધ્ધ ગાયકની (Kutchi Folk Singer) એક રૂમમાં નગ્ન હાલતમાં મહિલા સાથેનો અશ્લિલ વીડિયો ક્લિપ વાયરલ (Kutchi Folk Singer viral video) થતાં કચ્છમાં ભારે ખળભળાટ મચી ગયો છે. ફેબ્રુઆરી મહિનામાં કચ્છી કલાકાર એક મહિલા સાથે નગ્નાવસ્થામાં ઝડપાયો હતો તે સમયનો વિડિયો હમણાં વાયર થયા બાદ કલાકારે પોતાને નશયુક્ત ચા પિવડાવી પૈસા પડાવવા (Honeytrap) આ કરાયું હોવાની ફરિયાદ દાખલ કરી હતી.
ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બુધવારે નોંધાયેલ ફરિયાદ મુજબ કલાકારને ગયા મહિનાની 20મી તારીખના રોજ ભુજના અંજલિ નગર 2માં રહેતી નઝમાં જુશબ લંઘાએ કામના બહાને પોતાના ઘરે બોલાવી નશા વાળી ચા પીવડાવી હતી. મહિલા દ્વારા કલાકારને પીવડાવવામાં આવેલ ચામાં નશાયુક્ત ગોળીઓનું મિશ્રણ કરેલું હોઈ ચા પીધા બાદ ફરિયાદી બેહોશ થઈ ગયાં હતા. થોડીકવાર બાદ મોબાઈલ ફોનની રીંગ વાગવા માંડતા તે હોશમાં આવ્યાં ત્યારે ફોન દૂર પડ્યો હતો અને શરીર પર એકપણ કપડાં ન હતા.
" isDesktop="true" id="1190830" >
ફરિયાદી ઉઠીને ફોન લેવા ગયા ત્યાં જ અચાનક બે અજાણ્યા શખ્સો રૂમમાં આવી ચડ્યાં હતા. જેમાંનો એક દુધઈનો ઓસમાણ મિંયાણા હતો અને પઠાણી પહેરેલો બીજો શખ્સ ઓસમાણનો સાગરીત હતો. કલાકારને પોલીસમાંથી આવીએ છીએ તેમ જણાવી રૂ. 12 હજાર રોકડ અને ફોન પડાવી લીધા હતા અને પોલીસનો ભય બતાવી વધુ નાણાંની માગ કરી હતી.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર