અતુલ જોશી, મોરબી : મોરબીના ખોખરા હનુમાન ધામના (Morbi Khokhra Hanuman) પવિત્ર આંગણે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના (Nitin patel) હસ્તે વેદ વિધાલયનું ઉદ્ધતાન કરાયું હતું જેમાં સંતો, મહંતો અને રાજકીય, સામાજિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં મોરબીના બેલા ગામને આંગણે અને ખોખરા હનુમાન ધામને પ્રાંગણે કેશવાનંદ બાપૂના આશિર્વાદથી વેદ વિદ્યાલયની શરૂઆત કરવામાં આવી હતી. જેનું ઉદ્ઘાટનપૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે ઉદ્ઘાટન કરાયું હતું.સંત કનકેશ્વરી દેવીના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ અવસરે ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ ઈંદોરના નેતા કૈલાશ વિજયવર્ગીય, સંત કનકેશ્વરી દેવી સહિતના ઉપસ્થિત રહ્યા હતા. જેમાં સ્વાગત પ્રવચન, સન્માન સમારોહ સહિતના કાર્યક્રમો ઉજવાયા હતા. ખોખરા હનુમાન ખાતે નીતિન પટેલે નિવેદન આપ્યું હતું કે 'હાલ મારી પરિસ્થિતિ. નાણાં વગરનો નાથિયો નાણે નાથાલાલ જેવી છતાં માતાજીએ મને ઉદ્ઘાટન માટે આમંત્રિત કર્યો ' નીતિન પટેલના આ ભાષણનો (Nitin Patel Morbi speech Viral Video) વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે
ઘટનાની વિગતે વાત કરીએ તો મોરબી ના ખોખરા હનુમાન ખાતે વેદ વિદ્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ ના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે નિતીન પટેલ એ સંબોધન કરતા કહ્યું કે 'નાણાં વગરનો નાથિયો નાણે નાથાલાલની જેમ જ્યારે સતા પર હોય ત્યારે બધા આમંત્રણ આપે છે અને ઉદ્ઘાટનનું આમંત્રણ જ્યારે તેઓ નાયબ મુખ્યમંત્રી હતા ત્યારે આપવામાં આવ્યું હતું પછી નવી સરકારની રચના થઈ અને પક્ષે જવાબદારી સોંપી છતાં પણ માતાજી નો ફોન આવ્યો કે તમારે તો આવવાનું જ છે આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીનો હોદ્દો નથી છતાં પણ તેઓને બોલાવવામાં આવ્યા છે આજ તેનો આનંદ છે.'
મોરબીના ખોખરા હનુમાન ખાતે નીતિન પટેલ નું નિવેદન 'હાલ અમારી પરિસ્થિતિ. નાણાં વગરનો નાથિયો નાણે નાથાલાલ જેવી છતાં માતાજીએ મને ઉદ્ઘાટન માટે આમંત્રિત કર્યો ' @AtulJoshi9999pic.twitter.com/SJk9xQncXy
વધુ માંનીતિન પટેલ એ ઉમેર્યું કે 'હાલ માં મારી પરિસ્થિતિ નાણાં વગરનો નાથિયો ને નાણે નાથાલાલ જેવી છે.' ત્યારે આ તકે માતાજીનો આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમ બાદ નીતિન પટેલની સ્પીચનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. અગાઉ પણ નીતિન પટેલે આપેલી અનેક સ્પીચનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
નીતિન પટેલ અને અમરેલીના સાંસદ કાછડિયા વચ્ચે થઈ હતી નિવેદનબાજી
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ભારતીય જનતા પાર્ટીના અમરેલીના સાંસદ નારણ કાછડિયા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વચ્ચે નિવેદનબાજી થઈ હતી. નીતિન પટેલે મંથરા અને વિભિષણ દરેક જગ્યાએ હોય છે એવું ઉદાહરણ આપ્યું હતું ત્યારબાદ નારણ કાછડિયાએ સોશિયલ મીડિયામાં લખ્યું હતું કે હવે સમજાયું નીતિન ભાઈ, અમે ગાંધીનગર આવતા ત્યારે તમે સામે પણ જોતા નહોતા. એટલું જ નહીં કાછડિયાએ તો નીતિન પટેલ વિશે એવો આક્ષેપ કર્યો હતો કે નીતિન પટેલે સૌરાષ્ટ્રના લોકોને ચોર કહ્યા હતા. આમ નીતિન પટેલના ભાષણ હોય કે તેમનું સોશિયલ મીડિયા તે કાયમ ચર્ચામાં જ રહે છે
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર