Home /News /kutchh-saurastra /

મોરબી : પાલિકના માજી ઉપપ્રમુખ અને પુત્રની ફિલ્મી ઢબે હત્યા, સગીર સહિત 5 શખ્સોએ જણાવ્યું શા માટે કર્યુ ખૂન

મોરબી : પાલિકના માજી ઉપપ્રમુખ અને પુત્રની ફિલ્મી ઢબે હત્યા, સગીર સહિત 5 શખ્સોએ જણાવ્યું શા માટે કર્યુ ખૂન

ઇન્સેટ તસવીરમાં મૃતક ફારૂક મેમણ અને હત્યાના આરોપીઓ જે પૈકીનો એક લવરમૂછિયો છે.

મોરબી નગરપાલિકાના માજી ઉપપ્રમુખ (Morbi Nagarpalika Ex vice president Faruk Memon Murder) અને કોંગી અગ્રણી ફારૂક મેમણ અને તેના પુત્ર ઈમ્તિયાઝ મેમણની (Imtiyaz Memon) બે દિવસ પૂર્વે છરી અને ધારિયાના જેવા ઘાતકી હથિયારના ઘા ઝીકી મોડી રાત્રીના હત્યા (Murder) કરાઈ હતી.

વધુ જુઓ ...
    અતુલ જોશી, મોરબી :  મોરબી નગરપાલિકાના માજી ઉપપ્રમુખ (Morbi Nagarpalika Ex vice president Faruk Memon Murder) અને કોંગી અગ્રણી ફારૂક મેમણ અને તેના પુત્ર ઈમ્તિયાઝ મેમણની (Imtiyaz Memon) બે દિવસ પૂર્વે છરી અને ધારિયાના જેવા ઘાતકી હથિયારના ઘા ઝીકી મોડી રાત્રીના હત્યા (Murder) કરાઈ હતી. આ પ્રકરણમાં પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે (Morbi Police) આરોપીઓને ઝડપી લેવા તપાસનો ચક્રો ગતિમાન કર્યા હતા તે દરમિયાન પોલીસે બાતમી આધારે બી. ડીવીઝન પોલીસ સ્ટાફના પીઆઇ વિરલ પટેલ, પીએસઆઇ એ. એ.જાડેજા સહિતની ટિમ દ્વારા એક આરોપીની બરોડા ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી જ્યારે બાકીના ચાર હત્યારાઓની મોરબીથી (Morbi Faruk-Imtiyaz Memon Murder Accused Arrested) ધરપકડ કરવામાં આવી છે.

    મોરબી બી ડીવીઝન પોલીસે દાદુ ઉર્ફે રફીક તાજમહંમદ જેડા,અશગર ઉર્ફ આફત અલી જાકમ ભટ્ટી, જુશબ ભટ્ટી, આસીફ સુમરા અને એક સગીર રહે.બધા મદીના સોસાયટી વિશિપરા મોરબી-2 સહિત ચારની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીઓની ધરપકડ કરી આગવી પૂછપરછ કરતા ચૂંટણી સમયે થયેલા મનદુઃખને લીધે બંને પિતા, પુત્રની હત્યા કરી હોવાની હત્યારાઓએ પોલીસ સમક્ષ કબૂલાત કરી છે. જેને પગલે પોલીસે આરોપીઓના કબજામાંથી બે બાઈક, મોબાઈલ સહિતનો મુદામાલ જપ્ત કરી હથિયાર કબ્જે કરવા સહિતની તજવીજ હાથ ધરી છે.

    આ પણ વાંચો : રાજકોટ : પૂરમાં તણાઈ હતી ઉદ્યોગપતિની કાર! કિશન બાદ શ્યામનો મૃતદેહ મળ્યો, મોતની રૂવાંડા ઉભા કરી નાખતી કહાણી

    ઉલ્લેખનીય છે કે ચૂંટણી સમયે ફારૂક મેમણ દ્વારા ડરાવી ધમકાવી મત મેળવવા પ્રયાસો કરવામાં આવ્યા હતા જેને લઈને જે તે સમયે પણ માથાકૂટ થઈ હતી પરંતુ તેમાં સમાજીક અગ્રણીઓએ ઝંપલાવ્યું હતુંજેને લઈને કોઇ પોલીસ ફરીયાદ નોંધાઈ ન હતી ત્યારે બીજી બાજુ જમીનનો છ વર્ષ પહેલાનો સોદો પણ આ હત્યામાં કારણભૂત હોવાનું આધારભૂત સુત્રોમાંથી જાણવામળ્યું છે.

    જેમાં મૃતક ફારૂક મેમણ દ્વારા જમીનના સોદા માં મસ્જિદના સોંગદ ખાધા બાદ પણ આરોપીઓને છ વર્ષ સુધી દલાલી આપી ન હતી ત્યારે આ તમામ આરોપીઓએ ફારૂક મેમણનું કાસળ કાઢી નાખવાનું નક્કી કર્યું હતું હાલ બી ડીવીઝન પોલીસે આરોપીઓની ધરપકડ કરી રિમાન્ડ ની માંગણી ની તજવીજ હાથ ધરી આગળની તપાસ હાથ ધરી છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Morbi, Morbi Crime, ગુજરાતી સમાચાર, હત્યા

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन