Home /News /kutchh-saurastra /Morbi : હચમચાવી નાખતી ઘટના! પરિવાર લગ્નમાં ગયો હતો, પાડોશીએ વૃદ્ધની કરી હત્યા

Morbi : હચમચાવી નાખતી ઘટના! પરિવાર લગ્નમાં ગયો હતો, પાડોશીએ વૃદ્ધની કરી હત્યા

Morbi Murder : મોરબીમાં હચમચાવી નાખતી ઘટના, લગ્ન પ્રસંગમાં ગયેલા પરિવારના એકલા વૃદ્ધની ઘરમાં ઘૂસી હત્યા

Morbi News: મોરબીમાં ધોળા દિવસે ચોરી કરવા ઘુસેલા પડોશીએ વૃદ્ધનું ઢીમ ઢાળી દીધાની નોંધાઈ ફરિયાદ, પોલીસ ઘટના સ્થળે

અતુલ જોશી, મોરબી : મોરબીમાં લગ્નસરાની સિઝન દરમિયાન એક હચમચાવી નાખતી ઘટના ઘટી હતી. શહેરની આરાધાના સોસાયટીમાં રહેતો એક પરિવાર લગ્ન પ્રસંગે મુંબઈ ગયો હતો ત્યારે ઘરે રોકાયેલા એકલા વૃદ્ધની હત્યા (Morbi Murder)  થઈ ગઈ છે. જોકે, ઘટનાની જાણ થતા પાડોશીએ (Morbi Neighbor Killed Old aged)  હત્યા કરી નાખી હોવાનું ખુલ્યું હતું જેનું કારણ ખૂબ જ ચોંકાવનારું હતું. મોરબીની આરાધના સોસાયટીમાં (Morbi Aradhana Society Murder)  થયેલ હત્યા પ્રકરણ મામલે ધોળા દિવસે મકાનમાં ચોરી કરવાના ઇરાદે ઘુસેલા શખ્સે વૃદ્ધને બોથડ પદાર્થના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું હોવાની ફરિયાદ (Morbi Murder Case) નોંધાયા બાદ પોલીસે (Morbi Police)  આરોપી સુધી પહોંચવા તપાસ હાથ ધરી છે

બનાવની વિગતો એવી છે કે  મોરબીના શનાળા રોડ પરના જી.આઇ.ડી.સી.સામે આવેલ આરાધના સોસાયટીમાં રહેતો પરિવાર લગ્નમાં ગયો હોવાથી ઘરે વૃદ્ધ દિનેશભાઇ અમૃતલાલ મહેતા એકલા હતાં. આ અંગે તે જ સોસાયટીમાં રહેતા પાડોશી જાણભેદુ કલ્પેશભાઇ ઉર્ફે ઘોઘાભાઇ મુળજીભાઇ કણજારીયાને જાણ હોય જેથી તેની એકલતાનો લાભ લઇ તેના ઘેર ચોરી કરવાના ઇરાદે દિવસ દરમ્યાન ઘરમાં પ્રવેશ કર્યો હતો.

ઘરમાં ઘૂસી ખાંખાખોળા કર્યા બાદ હત્યા

આરોપીએ ઘરમાં ઘુસી ખાંખાખોળા કર્યા બાદ ઘરમાં કાંઈ વસ્તુ ન મળતા દિનેશભાઇ મહેતા ઘેર હાજર હોય જેથી તેના માથામાં કોઇ તિક્ષણ અથવા બોથડ પદાર્થથી ત્રણ ઘા મારી ગંભીર ઇજા પહોંચાડી આરોપી નાશી છૂટ્યો હતો.

આ પણ વાંચો : Jamnagar: 'તું ગમતી નથી, તારા હાથનું જમવાનું ભાવતું નથી', પતિ સાથે ઝઘડો થતાં મહિલા MPથી આવી કર્યો આપઘાતનો પ્રયાસ

હુમલામાં ઘવાયેલા વૃદ્ધનું મોત

દરમિયાન આ ઘટનામાં ઇજાગ્રસ્ત વૃદ્ધનું મોત નીપજ્યું હતું. પરિવારની ગેરહાજરીમાં જ પરિવારના મોભીની આ પ્રકારે હત્યા થઈ જતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. બનાવની જાણ થતા મૃતકના પરિવારે આ મામલે પોલીસ ફરિયાદ નોંઘાવી હતી.

સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ 

મૃતકના દીકરી નિમિષાબેન વિરલ શાહે(ઉ.વ.૩૧) આરોપી કલ્પેશભાઇ ઉર્ફે ઘોઘાભાઇ કણજારીયા વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઇ.પી.સી. કલમ 302, 380, 454, 511, તથા જી.પી.એ.કલમ 135 મુજબ ગુન્હો નોંધી ફરાર આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
" isDesktop="true" id="1161916" >

આ પણ વાંચો : Ahmedabad: બહેનને અજાણ્યા નંબર પરથી Call આવતા ભાઈએ કરી એવી મોટી ભૂલ કે હવે ખાશે જેલની હવા

ઘરે એકલા વૃદ્ધ રહેતા હોય તો શું કરવું?

આ ઘટના બાદ મહત્ત્વની બાબત એ છે કે આ સ્થિતિમાં જો ઘરે કોઈ વૃદ્ધ એકલા રહેતા હોય તો તકેદારીના ભાગરૂપે કોઈ પણ વ્યક્તિને તેમની સાથે રાખવા જોઈએ. અથવા તો તેમની સુરક્ષા માટે કોઈ વ્યક્તિને મૂકીને જવી જોઈએ. સ્વાસ્થ્યની દૃષ્ટીએ પણ આવું કરવુું હિતાવહ છે.
First published:

Tags: Guajarati news, Morbi, ગુનો, હત્યા

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો