Home /News /kutchh-saurastra /મચ્છુના નામે જ લખ્યું હશે મોત, 43 વર્ષ પહેલા ડેમ હોનારતમાં બચી ગયેલી મહિલાએ પુલ દુર્ઘટનામાં ગુમાવ્યો જીવ
મચ્છુના નામે જ લખ્યું હશે મોત, 43 વર્ષ પહેલા ડેમ હોનારતમાં બચી ગયેલી મહિલાએ પુલ દુર્ઘટનામાં ગુમાવ્યો જીવ
Morbi
62 Years Old Mumtaz Death: મોરબીએ 43 વર્ષ પહેલા એક ભયાનક હોનારત જોઈ હતી. ત્યારે બચી ગયેલ મુમતાઝનામની મહિલાએ પુલ દુર્ઘટનામા જીવ ગુમાવ્યો હતો. જાણો આ કરૂણ અને ભાવુક કરુણાંતિકા
આપણે ત્યાં કહેવત છે ને કે મોતને કોઈ ટાળી શકતું નથી અને વિધિના લખેલા વિધાન કોઈ બદલી શકતું નથી. મોરબીમાં પુલ દુર્ઘટના બાદ ઘણી આવી ઘટનાઓ સામે આવી હતી. ઘણા મૃતકોની કહાનીઑ કંપારી છોડાવી દે એવી છે. દરેક ડૂસકાં પાછળ એક કહાની છે, સ્વજનને ગુમાવ્યાની વેદના છે, વ્યથા છે.
મોરબીમાં અગાઉ 1979માં મચ્છુ ડેમ તૂટ્યો હતો. આ દુર્ઘટના એટલી ભયાનક હતી કે આ પ્રકારની ઘટનાઓમાં તે સૌથી કરૂણ હતી. એટલે સુધી કે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ પણ તેની નોંધ લે છે. આ ઘટનાએ મોરબીને એક પ્રકારે તોડી નાખ્યું હતું, ઘૂંટણીયે પાડી દીધું હતું. આશરે 2000 થી વધારે લોકોએ એમાં જીવ ગુમાવ્યા હતા. મચ્છુ નદી ગાંડિતુર બનતા અનેક લોકોને ભોગ લઈ લીધો હતો.
43 વર્ષ ગોઝારી ઘટનાની સ્મૃતિ સાથે જીવી મહિલા
આ ઘટનામાં એક 19 વર્ષની યુવતી બચી ગઈ હતી. એનું નામ મુમતાઝ મકવાણા. મુમતાઝ ત્યારે યેનકેન પ્રકારે પોતાનો જીવ બચાવવામાં સફળ રહી હતી. તેના 1979માં જ લગ્ન થયા હતા અને તે પતિ સાથે પોતાના ઘરના છાપરે બેસી રહ્યા હતા અને ત્રણ દિવસ બાદ પાણી ઓસર્યા હતા. એક અઠવાડીયાથી વધારે ચાલેલા વરસાદે તેણીનું જીવન તો બક્ષી દીધું, પણ તેની ગોઝારી યાદો સાથે મુમતાઝ બીજા 43 વર્ષ જીવી હતી.
પણ આખરે નિયતિએ પોતાનો ખેલ બતાવ્યો. ત્યારે પૂર હોનારતમાં બચી ગયેલા મુમતાઝબેન મકવાણા આ ઘટનાના 43 વર્ષ બાદ ઝૂલતા પુલ દુર્ઘટનામાં મોતને ભેટ્યા હતા. મચ્છુએ ફરી 135 લોકોના જીવ લીધા અને એમાં મુમતાઝ અને તેના પરિવારજનોને પણ કાળ ભરખી ગયો. મચ્છુના નામે મોત લખ્યું હશે તે 43 વર્ષ પછી એ જ મચ્છુમાં તેમણે જીવ ગુમાવ્યો.
મોરબી ડેમ હોનારતની તસવીર
મારી માં બહાદુર હતી...
પુલ દુર્ઘટનાનાં 62 વર્ષીય મૃતક મુમતાઝ મકવાણાના પુત્ર તારીક પોતે સાંભળેલી મચ્છુ ડેમ તૂટ્યાની હોનારતની કહાનીઑ યાદ કરતાં કહે છે, ''તેમણે પોતાનો દુપટ્ટો ફેંકીને તણાઇ રહેલા ચાર લોકોને બચાવી લીધા હતા. મારી માં બહાદુર હતી. આ કારણે તો તેમના મમ્મી પપ્પા અને આસપાસના લોકો પણ ગર્વાન્વિત થયા હતા.'' મુમતાઝનો દીકરો તારીક રિક્ષા ડ્રાઈવર છે.
ત્યારે નવા નવા જ થયા હતા લગ્ન
1979માં મુમતાઝના નવા નવા લગ્ન થયા હતા. દીકરા તારીકે કહ્યું હતું કે, 'ડેમ તૂટ્યો એ વખતે મારા માં બાપ ઘરની છત પર બેસી રહ્યા હતા અને ત્રણ ત્રણ દિવસ પછી છેક પાણી ઓસર્યા હતા. પરિવારની આ હોનારત બાદ આર્થિક સ્થિતિ સાવ ખરાબ થઈ ગઈ હતી અને બધુ સરખું થતાં ઘણા વર્ષો લાગ્યા હતા.
પણ વિધિના વિધાનને કોઈ ટાળી શક્યું છે? આજે એ જ મચ્છુએ તારીકની માતાનો ભોગ લઈ લીધો. એક કે બીજી રીતે, કુદરતી આફત કે માનવસર્જિત ભૂલ, મુમતાઝનું મોત એ મચ્છુના નામે જ લખ્યું હશે કે તેણી 28 વર્ષની પુત્રવધૂ શબાના અને 8 વર્ષના પૌત્ર અશહાદ સાથે ઝુલતો પુલ જોવા ગયા હતા. અને એ બ્રિજ તૂટી પડતાં 135 લોકોએ જીવ ગુમાવ્યા હતા.
તેણીના પતિ તો આ ઘટના અંગે કશું પણ કહી શકવાની સ્થિતિમાં નહોતા પણ દીકરા તારીકે કહ્યું હતું કે મારી માતા સહિત ત્રણ ત્રણ સ્વજનોના જીવનું કોઈ વળતર આપી શકશે નહીં. તેમણે ગુનેગારો સામે કડકથી કડક પાગલા લેવાની માંગ કરી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર