પ્રાપ્ત વિગત મુજબ મોરબીના દલવાડી સર્કલ નજીક આવેલા કપુરીવાડી વિસ્તારમાં રહેતા રૂપેશભાઈ ડાભી ગઈકાલે પોતાના પરિવાર સાથે ઝૂલતાપુલ પર ફરવા ગયા હતા. ત્યારે અચાનક ઝૂલતાપૂલ તૂટી પડતા રૂપેશભાઈ ડાભી અને તેની પત્ની સહિત પરિવાર ચારેય વ્યક્તિઓ નીચે નદીમાં ખબકયા હતા. જો કે રૂપેશભાઈ હિંમત કરીને નદીમાંથી તરીને બહાર નીકળી ગયા હતા. પણ તેમની પત્ની અને સંતાનો ઉડા પાણીમાં ગરક થઈ જતા નજર સામે પરિવારના સભ્યોના મોત જોતા તેમનું કાળજું કંપી ઉઠ્યું હતું.
આ ઘટનામાં ત્રણ સંતાનો અને તેની માતાનું મોત નીપજ્યા હતા. જેમાં હંસાબેન ડાભી, તુષાર 8 વર્ષ, શાયમ 5 વર્ષ અને માયા 2 વર્ષના મોત બાદ એકપછી એક લાશ નીકળતા પરિવારનો માળો પીખાઈ ગયો હતો. આથી આજે એક જ પરિવારના ચાર ચાર વ્યક્તિઓની અર્થી એક સાથે ઉઠતા પરિવારજનો અને સગા સ્નેહીઓ હિબકે ચડ્યા હતા અને કોણ કોને સાંત્વના આપે તેવી તેવા કરુણ દ્રશ્યો સર્જાતા આખો વિસ્તારમાં શોકમય બની ગયો હતો.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Morbi, Morbi bridge collapse