અતુલ જોશી, મોરબીઃ મોરબીમાં લોકોને પોલીસ તરીકે ઓળખ આપીને પૈસા પડાવનાર યુવક અંગેની ફરિયાદો ઉઠી હતી જોકે, મોરબી પોલીસે ફરિયાદના આધારે ખેડાનો રહેવાસી યુવકની ધરપકડ કરી હતી. મોરબીના વેપારીઓ અને સામાન્ય માણસો પાસે અમદાવાદ પોલીસમાં હોવાની ઓળખ આપીને છેતરપિંડી આચરતો હતો.
મળતી માહિતી પ્રમાણે રાજકોટ રેન્જ આઈજી સંદીપ સિંઘ તરફથી સાયબર કાઇમને લગતા ગુન્હા બનતા અટકાવવા તેમજ ગુન્હાઓ આચરનાર ઇસમોને પકડી પાડવા સુચના કરેલ હોય જે અનુસંધાને પોલીસ અધિક્ષક મોરબી એસ. આર. ઓડેદરાએ મોરબી એલ.સી.બી.ટીમને આ બાબતે અસરકારક કામગીરી કરવા જરૂરી સુચના આપતા તેઓને માર્ગદર્શન હેઠળ મોરબી એલ.સી.બી. તથા ટેકનીકલ ટીમેં મોરબી શીવશકિત પાર્ક શીવરંજની એપાર્ટમેનટ ખાતે રહેતા દિપકભાઇ પ્રભુભાઇ પટેલ સાથે બનેલ સાયબર ક્રાઇમનો બનાવ બનેલો હતો.
જે અનુસંધાને મોરબી સીટી એ ડિવીઝન પો.સ્ટે. ગુ.ર.નં-૩૯૫/૨૦૨૧ ઇ.પી.કો. કલમ ૪૬૭,૪૬૮,૧૭૦ આઇ.ટી. એકટ કલમ ૬૬ સી,૬૬ડી મુજબ ગુન્હો નોંધાયેલો હતો. જેથી મોરબી ટેકનીકલ ટીમેં ટેકનીકલી માહિતી મેળવી ટીમ બનાવી ખેડા જીલ્લાના મહેમદાવાદ ખાતે મોકલતા ઉપરોકત ગુન્હાને અંજામ આપનાર આરોપી પ્રિતેશ મહેશભાઇ પ્રજાપતિ (ઉવ.૨૩ રહે. અજીત પાર્ક, નેનપુર તા.મહેમદાવાદ જી.ખેડા) વાળાને પકડી પાડયો હતો.
આરોપીએ અમદાવાદ શહેર ખાતે પોલીસમાં નોકરી કરતો હોવાનું વેપારીઓને ફોનથી જણાવતો અને તેઓના મોબાઇલમાં આવેલ ઓ.ટી.પી. નંબર મેળવી લઇ Gmail id તથા Facebook હેક કરી પાસવર્ડ ચેન્જ કરી તેઓના કોન્ટેકટ / ફ્રેન્ડસ પાસેથી મેસેન્જર તથા વોટસઅપ દ્વારા પૈસાની માંગણી કરી તેના પોતાના એકાઉન્ટમાં જમા કરાવડાવી નાંણા પડાવવાનું કારસ્તાન કરતો હોવાની કબુલાત આપી છે.
પકડાયેલ આરોપી વિરુદ્ધ વિરુદ્ધ રાજકોટ શહેર તથા હીંમતનગર ખાતે આ પ્રકારના ફ્રોડના ગુન્હાઓ નોંધાયેલા છે આ કામગીરીમાં મોરબી એલસીબી ઇન્ચાર્જ પીઆઈ એન.બી.ડાભી, તથા ટેકનીકલ સેલના પીએસઆઇ એ ડી જાડેજા સહિતની ટિમ જોડાયેલી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર