શિક્ષિત બેરોજગારો લડી લેવાના મૂડમાં, મોરબી બેઠક પર 124થી વધારે યુવાઓ ફોર્મ લેવા પહોંચ્યાં


Updated: October 13, 2020, 1:42 PM IST
શિક્ષિત બેરોજગારો લડી લેવાના મૂડમાં, મોરબી બેઠક પર 124થી વધારે યુવાઓ ફોર્મ લેવા પહોંચ્યાં
મોરબીમાં ફોર્મ લેવા પહોંચેલા શિક્ષિત બેરોજગારો.

લીંબડીમાં 150થી વધારે LRD ઉમેદવારોએ અપક્ષ તરીકે ફોર્મ ઉપાડ્યા બાદ આજે મોરબીમાં યુવાનો ફોર્મ લેવા માટે પહોંચ્યાં.

  • Share this:
અતુલ જોશી, મોરબી: હાલ રાજ્યમાં આઠા પેટા-ચૂંટણી (Gujarat Bypoll)ની બેઠક માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. ચૂંટણીના સમયે જ શિક્ષિત બેરાજગાર યુવાઓએ સરકારનું ધ્યાન તેમના તરફ ખેંચવા માટે એક નવો જ રસ્તો અજમાવ્યો છે. જે પ્રમાણે સોમવારે લીંબડી બેઠક (Limbdi Bypoll) પર 150થી વધારે એલઆરડી ઉમેદવારો (LRD Candidates)એ ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે દાવેદારી કરવા માટે ફોર્મ ઉપાડ્યા હતા. આજે એટલે કે મંગળવારે હવે મોરબી (Morbi Seat Bypoll) વિધાનસભા બેઠક પર 124થી વધારે શિક્ષિત બેરોજગાર યુવાઓ ફોર્મ લેવા માટે પહોંચી ગયા હતા. આ તમામ યુવાઓ દિનેશ બાંભણીયાની આગેવાનીમાં વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર દાવેદારી નોંધાવા પહોંચ્યાં છે.

મોરબીમાં મંગળવારે શિક્ષણ બેરોજગાર સમિતિ દ્વારા GPSC ઉમેદવારોએ ન્યાયની માંગણી સાથે મોરબી ખાતે પહોંચીને પેટા ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા પહોંચી માટે ફોર્મ ઉપાડ્યા છે. સાથે જ તેઓએ ચીમકી ઉચ્ચારી છે કે તેમને ન્યાય નહીં મળે તે તેઓ ઉમેદવારી પણ નોંધાવશે. મોરબીમાં શિક્ષણ બેરોજગાર સમિતિના આગેવાન દિનેશ બાંભણીયાની આગેવાની હેઠળ GPSC ઉમેદવારોએ મોરબી માળીયા વિધાનસભા બેઠક પર યોજાનારી પેટા ચૂંટણીમાં ઝંપલાવવાની ચીમકી ઉચ્ચારી છે. જે અનુસંધાને 124 જેટલા ઉમેદવારો મોરબી પહોંચી ચુક્યા હતા અને બપોર સુધીના 78 ઉમેદવારો અપક્ષ ઉમેદવાર તરીકે નોંધણી કરાવી ફોર્મ લીધા હતા.

આ પણ વાંચો: પરિણીત પ્રેમિકાને મળવા માટે સુરતનો યુવક બરુખો પહેરીને નસવાડી પહોંચી ગયો!

બીજી બાજુ દિનેશ બાંભણીયાએ સરકાર પર આક્ષેપ કરીને આ ઉમેદવારોને ન્યાય માટેની અપીલ કરી છે. સાથે જ તેમણે ચીમકી પણ ઉચ્ચારી છે કે જો સરકાર તેમની વાત નહીં સાંભળે તો આ તમામ ઉમેદવારો ચૂંટણીમાં અપક્ષ તરીકે પણ ઊભા રહેશે. આ માટે મોટી સંખ્યામાં યુવાનો અને યુવતીઓ મોરબી આવ્યા હતા.ગુજરાતભરમાંથી આવેલા ઉમેદવારોને જ્યારે ન્યૂઝ18 ગુજરાતીએ સવાલ પૂછ્યો, સરકાર સામે જ બાંયો ચઢાવી છે તો ન્યાય કેવી રીતે મળશે? ત્યારે તેઓએ જણાવ્યું હતું કે, અમારે ફક્ત ન્યાય જોઈએ છે. જો સરકાર અમારી માંગ સંતોષી લેતી હોય તો અમારે ચૂંટણી લડવી નથી. અમુક લોકોએ છેલ્લા 11 દિવસથી ભૂખ્યા ઉપવાસ પણ કર્યા છે. તેમની તબિયત પણ હવે લથડી રહી છે. અમારી એક જ માંગ છે કે સરકાર ન્યાય આપે.આ પણ વાંચો: પેટા-ચૂંટણીના જંગ પહેલા જ કૉંગ્રેસમાં ભંગાણ, નેતા કૈલાસદાન ગઢવીનું રાજીનામું

આ મામલે મોરબી માળીયા વિધાનસભા પેટા ચૂંટણીના ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, બપોર સુધીમાં 78 અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ઉપાડવામાં આવ્યા છે. ફોર્મ ભરવા સમયે સામાન્ય ઉમેદવાર 10,000 અને એસ.સી./એસ.ટી. હોય તો પાંચ હજાર રૂપિયા ડિપોઝિટ તરીકે આપીને ઉમેદવારી નોંધાવી શકે છે.

આ મામલે દિનેશ બાંભણીયાએ જણાવ્યું હતું કે, અમે ગામડે ગામેડે જઈશું અને સરકારે અમારી સાથે કરેલા વાયદાઓ અંગે લોકોને જાગૃત કરીશું. લીંબડી અને મોરબીમાં ફોર્મ ઉપાડ્યા બાદ હવે આગામી સમયમાં અમે ધારી, અબડાસા અને કરજણ બેઠક પર પણ ફોર્મ ઉપાડીશું. રાજહઠની સામે આ અમારી બાળહઠ છે. સરકાર શાંતિથી અને કોઈ જ અહમ વગર આ મુદ્દો પૂરો કરે, નહીં તો અમે આ મુદ્દે અમારી સંપૂર્ણ તાકાત લગાવી દઈશું.
Published by: Vinod Zankhaliya
First published: October 13, 2020, 1:41 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading