સાવધાન! મોરબી યુવા BJPના આગેવાન જીગ્નેશ કૈલાનું ફેક ફેસબુક એકાઉન્ટ બનાવી ઠગાઈનું કાવતરું થતું હોવાની રાવ

સાવધાન! મોરબી યુવા BJPના આગેવાન જીગ્નેશ કૈલાનું ફેક ફેસબુક એકાઉન્ટ બનાવી ઠગાઈનું કાવતરું થતું હોવાની રાવ
ફેક એકાઉન્ટની તસવીર

મોરબીમાં જીગ્નેશ કૈલાના મિત્ર વર્તુળ અને સગા સંબંધીઓને મેસેન્જરમાં મેસેજ કર્યા હતા. અને તાત્કાલિક રોકડા રૂપિયાની જરૂર છે તેવી માંગ કરી ગૂગલ પે કરવા જણાવ્યું હતું.

 • Share this:
  અતુલ જોશી, મોરબીઃ મોરબી યુવા ભાજપના (Morbi Yuva BJP leader) આગેવાન જીગ્નેશ કૈલાનું (Jignesh kaila) ફેક ફેસબુક એકાઉન્ટ (fake facebook Account) બનાવી ઠગાઈનું (fraud case) કાવતરું ઘડ્યું હોવાની રાવ મોરબી એસઓજી ટીમને (Morbi SOG) કરી છે આગાઉ પણ મોરબી પાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયાનું ફેસબુક એકાઉન્ટ પાકિસ્તાનના કરાચીથી હેક થયું હતું ત્યારે સાઇબર ક્રાઇમના (cyber crime) બનાવો સામે લોકોએ ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે.

  મોરબી જીલ્લામાં પ્રતિષ્ઠિત લોકોના નામના ડમી એકાઉન્ટ બનાવી તેમાં ફોટા અને પોસ્ટ મૂકી તેના જ વિસ્તારમાં એટલે કે મોરબીમાં જ રોકડ રકમની માંગણી કરી છેતરપીંડી કરવાની ઘટના ભૂતકાળમાં બની ચુકી છે.  ત્યારે આજે ફરી આવારા તત્વોએ કમાણી કરવા શોર્ટ કટ અપનાવી સોશિયલ મીડિયામાં મોરબી જીલ્લા યુવા ભાજપના જીગ્નેશ કૈલાના નામનું ડમી ફેસબુક એકાઉન્ટ બનાવી અને ભાજપના ગ્રહ મંત્રી અમિત શાહ સાથેના પ્રોફાઈલ પિક્ચર રાખી તેમજ ભાજપના મોટા ગજાના નેતાઓ સાથેના ફોટા અપલોડ કરી મોરબીનું જ લોકેશન બતાવી મોરબીમાં જીગ્નેશ કૈલાના મિત્ર વર્તુળ અને સગા સંબંધીઓને મેસેન્જરમાં મેસેજ કર્યા હતા.

  આ પણ વાંચોઃ-

  અને તાત્કાલિક રોકડા રૂપિયાની જરૂર છે તેવી માંગ કરી ગૂગલ પે કરવા જણાવ્યું હતું. જો એ નજીકના મિત્રોએ જીગ્નેશ કૈલાનો સંપર્ક કરી પૂછપરછ કરતા તેઓ આ વાતથી સાવ અજાણ હોવાનું જાણવા મળ્યું હતું.

  આ પણ વાંચોઃ-

  જો કે બાદમાં જીગ્નેશ કૈલાને આ આવારા તત્વો દ્વારા તેના નામનો ઉપયોગ કરી સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરી છેતરપીંડી આચરવાનું ષડયંત્ર હોવાનો અહેસાસ થતા જીગ્નેશ કૈલાએ મોરબી એસઓજી ટીમનો સંપર્ક સાધ્યો હતો અને આ આવારા તત્વોના મૂળ સુધી પહોંચવા લેખિત ફરિયાદ અરજી કરવા કવાયત હાથ ધરી છે.  જો કે મોરબીમાં થોડા મહિના પૂર્વે પણ પાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયાનું ફેસબુક એકાઉન્ટ પાકિસ્તાનના વ્યક્તીએ બનાવી હેક કર્યું હતું. ત્યારે ફરી જ આવો બનાવ બનતા લોકોએ સોશ્યલ મીડિયાથી ચેતી જવાની તાતી જરૂર છે અને પોલીસને પણ સોશ્યલ મીડિયાથી થતા ગુના અટકાવવા સાથ આપવો જરૂરી છે.
  Published by:ankit patel
  First published:January 13, 2021, 22:15 pm

  ટૉપ ન્યૂઝ