મોરબી: શહેરમાં બે ભેજાબાજ મહિલાની પોલીસ સકંજામાં આવી છે. આ મહિલાઓના કાંડ વેપારીઓ માટે ચેતવણીરૂપ છે. આ મહિલાઓએ ગત 15 જાન્યુઆરીએ ચોરી કરી હતી. મહિલાઓએ જ્વેલર્સમાંથી 2.50 લાખના દાગીનાની ચોરી કરી હતી. સમગ્ર મામલે વેપારીએ પોલીસને જાણ કરી હતી. જેના પગલે પોલીસે ગણતરીના કલાકોમાં મહિલાઓની ધરપકડ કરી હતી. હાલ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
સોનાની બૂંટીનું બોક્ષ સેરવી મહિલાઓ રફૂચક્કર
મોરબીમાં બે ભેજાબાજ મહિલા પોલીસ ગીરફ્તમાં આવી છે. ગત 15 જાન્યુઆરીના રોજ સોનીની દુકાનમાંથી 2.50 લાખના દાગીનાની ચોરી કરી હતી. મોરબીની સોની બજારમાં આવેલા અંબાજી જવેલર્સમાંથી 10 જોડી સોનાની બૂંટીનું બોક્ષ સેરવી મહિલાઓ રફૂચક્કર થઈ ગઇ હતી. સોની વેપારીને ધ્યાને આ બાબત આવતા ગઇકાલે પોલીસને જાણ કરી હતી. મોરબી સીટી એ ડિવિઝન પોલીસે સીસીટીવીના આધારે ગણતરીના કલાકોમાં બન્ને મહિલાને ઝડપી પાડી છે. પોલીસે રજિયાબેન મયુદિન ખલીફા અને મુસ્કાનબેન ઈલમદિન ખલીફા (રહે.બન્ને હળવદ)ની અટકાયત કરી છે. ભૂતકાળમાં આ બન્ને મહિલાઓ દ્વારા આવા કારનામાને અંજામ આપ્યો છે કે કેમ, તે અંગે તપાસ શરૂ કરાઇ છે.
નોંધનીય છે કે, આ પ્રકારની ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે. ખાસ કરીને સોનીની દુકાન પર આ પ્રકારની ચોરી થતી હોવાની ઘટનાઓ અનેક વખત પ્રકાશમાં આવી ચૂકી છે. જોકે, દુકાનમાં સીટીટીવી હોવાને લીધે સરળતાથી ચોરો સુધી પહોંચી શકાય છે અને પોલીસ દ્વારા પણ સીસીટીવીની મદદે ઝડપથી કાર્યવાહી હાથ ધરવામાં આવતી હોય છે.
Published by:Azhar Patangwala
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર