મોરબી: પોલીસ પર હુમલા સહિત 24 ગુનામાં વૉન્ટેડ આરીફ મીરને ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધો


Updated: September 16, 2020, 2:03 PM IST
મોરબી: પોલીસ પર હુમલા સહિત 24 ગુનામાં વૉન્ટેડ આરીફ મીરને ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધો
ઝડપાયેલો આરોપી.

વર્ષ 2011માં આરીફને પકડવા ગયેલા ડીવાયએસપી રાજદીપસિંહ ઝાલા, એ ડિવિઝન પીઆઈ એન. કે. વ્યાસ સહિતની ટીમ પર આરીફે હુમલો કર્યો હતો.

  • Share this:
અતુલ જોશી, મોરબી: છઠ્ઠી સપ્ટેમ્બરના રોજ ન્યૂઝ18 ગુજરાતીએ પ્રસારિત કરેલા અહેવાલ પર મહોર લાગી છે. ક્રાઇમ બ્રાંચે નાસતા ફરતા આરીફ મીરની ધરપકડ કરી છે. મોરબી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસ પર હુમલો કરવાના ગુનામાં સજા પામેલા તેમજ મારામારી, લૂંટ સહિતના 24 જેટલા ગંભીર ગુનામાં સંડોવાયેલા અને નાસતા ફરતા આરોપી આરીફ ગુલામભાઇ મીર (રહે. કાલીકા પ્લોટ, સાયન્ટિફિક રોડ, મોરબી)ની માળીયા મિયાણાની ભીમસર ચોકડી નજીકથી ઝડપી પાડ્યો છે.

વર્ષ 2011માં આરીફને પકડવા ગયેલા ડીવાયએસપી રાજદીપસિંહ ઝાલા, એ ડિવિઝન પીઆઈ એન. કે. વ્યાસ સહિતની ટીમ પર આરીફે હુમલો કર્યો હતો. આ ગુનામાં ફરિયાદ નોંધાયા બાદ કાર્યવાહી મોરબી ચીફ કોર્ટમાં ચાલી જતાં વર્ષ 2018માં આરોપી આરીફ ગુલામભાઈ મીર તથા તેના સાગરીતને બે વર્ષની સજા ફટકારવામાં આવી હતી. જોકે, સજા સામે ઉપરની કોર્ટમાં અપીલ કરતા સેશન્સ કોર્ટે એક આરોપીની સજા માફ કરી હતી અને આરીફ મીરને પાંચ વર્ષની સજા ફટકારી હતી. જે બાદ આરોપી આરીફ મીર ઘણા સમયથી નાસતો ફરતો હતો.

આ પણ વાંચો: સુરતમાં વ્યાજખોરો બેફામ: પઠાણી ઉઘાણી કરીને વેપારીના માથા પર લાદી ફટકારી દીધી

આરીફ અંગે પોલીસને બાતમી મળી હતી કે તે સફેદ કલરની ક્રેટા ગાડી લઇ અમદાવાદ તરફથી માળીયા થઇ મોરબી આવી રહ્યો છે. આ દરમિયાન માળીયા મિયાળા ભીમસર ચોકડી ખાતે એલસીબી ટીમે વોચ ગોઠવી આરોપી આરીફ ગુલામભાઈ મીરને રાત્રીના 10:45 ઝડપી લીધો હતો.

આ પણ વાંચો: સુરત: આઇસક્રીમ ખાવા બાબતે પતિ-પત્ની વચ્ચે ઝઘડો, પત્નીએ આપઘાત કરી લીધો

ઉલ્લેખનીય છે કે મોરબી શનાળાના હીતેન્દ્રસિંહ ઉર્ફે હીતુભા કરણસિંહ ઝાલા વચ્ચે દુશ્મનાવટમાં વર્ષ-2017માં પકડાયેલા આરોપીના ભાઇ મુસ્તાક મીરની હત્યા થઈ હતી. વર્ષ-2018માં આરોપી આરીફ મીર ઉપર જીવલેણ હુમલો પણ થયો હતો. મીરની ધરપકડ પહેલા હિતુભા ઝાલાને પણ ATS દ્વારા પકડી પાડવામાં આવ્યો છે. આ સમયે ન્યૂઝ 18 તરફથી અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો કે આરીફ મીરને પણ થોડા સમયમાં ધરપકડ કરી દેવામાં આવશે.

ધરપકડ કરાયેલા આરોપી આરીફ મીરનો ગુનાહિત ઇતિહાસ જોઇએ તો આરોપી આરીફ પર હત્યાનો પ્યાસ, રાજ્યસેવક પર હુમલો, દારૂ, મારામારી અને રાયોટિંગ સહિત 24 જેટલા ગુના નોંધાયા છે. આ સફળ કાર્યવાહીમાં એલસીબી પીઆઈ વી.બી.જાડેજા, દિલીપભાઇ ચૌધરી, વિક્રમસિંહ બોરાણા, જયવંતસિંહ ગોહીલ, ભરતભાઇ મિયાત્રા, અશોકસિંહ ચુડાસમા, સંજયભાઇ પટેલ, સતિષભાઇ કાંજીયા જોડાયા હતા.
Published by: Vinod Zankhaliya
First published: September 16, 2020, 2:02 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading