મોરબીઃ વાંકાનેરના મેસરિયા ગામના ધારમાંથી રૂ.20.10 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
મોરબીઃ વાંકાનેરના મેસરિયા ગામના ધારમાંથી રૂ.20.10 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
વાંકાનેરઃ મેસરિયા ગામના રસ્તે આવતા ધારમાંથી જુદી જુદી બ્રાન્ડનો વિદેશી દારૂ જપ્ત કર્યો છે. વિદેશી દારૂની કુલ બોટલ 6000 જપ્ત કરી છે, જેની કિંમત રૂ.20.10 લાખ જેટલી થાય છે
વાંકાનેરઃ મેસરિયા ગામના રસ્તે આવતા ધારમાંથી જુદી જુદી બ્રાન્ડનો વિદેશી દારૂ જપ્ત કર્યો છે. વિદેશી દારૂની કુલ બોટલ 6000 જપ્ત કરી છે, જેની કિંમત રૂ.20.10 લાખ જેટલી થાય છે
મોરબીઃ વાંકાનેરના મેસરિયા ગામના રસ્તે આવતા ધારમાં આવેલા મહાદેવજી મંદિર નજીક મોટા જથ્થામાં વિદેશી દારૂ પકડાવાની માહિતી મળી છે. મેસરિયા ગામથી રૂ.20.10 લાખનો વિદેશી દારૂ પકડાયો છે.
વધુ માહિતી મળ્યા મુજબ, વાંકાનેર તાલુકાના મેસરિયા ગામના રસ્તે આવતાં ધારમાં આવેલા મહાદેવજી મંદિર નજીક ટ્રક-ટેઈલરમાંથી વિદેશી દારૂનું કટિંગ થતું હોવાની બાતમીના આધારે વાંકાનેર તાલુકા પોલીસે દરોડો પાડ્યા હતા. પોલીસને જોઈ તમામ આરોપીઓ ત્યાંથી નાસી છૂટ્યા હતા.
પોલીસે મેસરિયા ગામના રસ્તે આવતા ધારમાંથી જુદી જુદી બ્રાન્ડનો વિદેશી દારૂ જપ્ત કર્યો છે. વિદેશી દારૂની કુલ બોટલ 6000 જપ્ત કરી છે, જેની કિંમત રૂ.20.10 લાખ જેટલી થાય છે તથા એક ટ્રક, એક કાર, 2 મોટરસાઈકલ અને 2 મોબાઈલ સહિત કુલ રૂ.47.53 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે ગુનો નોંધી આગળ તપાસ કરી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર