Home /News /kutchh-saurastra /મોરબી: ઐતિહાસિક ઝુલતો પુલ હવે ફરી નગરપાલિકાને હવાલે

મોરબી: ઐતિહાસિક ઝુલતો પુલ હવે ફરી નગરપાલિકાને હવાલે

મોરીબના ઘરેણા સમાન ઝૂલતો બ્રીજ છે એ ઓરપેટ ગ્રુપ સાંભળતું હતું એને ૧૦ વર્ષનો સમય પૂર્ણ થયો છે...

મોરીબના ઘરેણા સમાન ઝૂલતો બ્રીજ છે એ ઓરપેટ ગ્રુપ સાંભળતું હતું એને ૧૦ વર્ષનો સમય પૂર્ણ થયો છે...

    મોરબીમાં રાજાશાહી શાસનમાં નગરજનોને ઐતિહાસિક ઝુલતા પુલ, મણી મંદિર જેવી ભેટો મળી છે. જોકે બાદમાં તંત્ર જાળવણી કરવા સક્ષમ ના હોય ૧૦ વર્ષ માટે ઝુલતા પુલનું સંચાલન ખાનગી ઓરેવા કંપનીને આપવામાં આવ્યું હતું અને ખાનગી કંપની દ્વારા જર્જરિત ઝુલતા પુલનું મેન્ટેનન્સ કરીને ૧૦ વર્ષ માટે સંચાલન કરવામાં આવ્યું હતું જોકે ૧૦ વર્ષનો કરાર પૂર્ણ થયા બાદ હવે ખાનગી કંપની ઝુલતા પુલનો વહીવટ ફરીથી તંત્રને પરત આપી દેવાની દરખાસ્ત કરી છે. ત્યારે મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યુ કે મોરબીની શાન સમાન ઝૂલતો પુલ જોવા દેશ વિદેશથી પ્રવાસીઓ આવે છે અને ખાનગી કંપનીએ તંત્રને વહીવટ પરત સોપ્યો હોવાથી હવે પાલિકા ઝુલતા પુલનો વહીવટ સંભાળી લઈને ઝુલતા પુલનું કામકાજ અને વહીવટ સંભાળશે, અને લોકો માટે ફરીથી ખુલ્લો મુકવામાં આવશે.

    મોરીબના ઘરેણા સમાન ઝૂલતો બ્રીજ છે એ ઓરપેટ ગ્રુપ સાંભળતું હતું એને ૧૦ વર્ષનો સમય પૂર્ણ થયો છે એને ફરી તંત્રને સોપ્યો છે ભૂતકાળમાં નગરપાલિકા સંચાલિત હતો અને કલેકટર દ્વારા નગરપાલિકાને પત્ર લખવામાં આવ્યો છે કે આ ઝૂલતો બ્રીજ નગરપાલિકા સંભાળશે કે નહિ એનો અભિપ્રાય આપવાનો છે જે બાબતે નગરપાલિકા તરફથી હકારાત્મક વલણ દાખવવામાં આવ્યું છે ફરથી આ બ્રીજ છે એ મોરબીના લોકોને ઉપયોગી અને દેશ-વિદેશ રાજ્યમાંથી લોકો જોવા આવે અને સારું જોવે એ માટે નગરપાલિકા દ્વારા ઝૂલતો બ્રીજ છે એ સંભાળવામાં આવશે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Again, Going, Morbi, Municipality

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन