મોરબી: સીરામિક યુનિટના લેબર ક્વાર્ટરમાંથી મળી આવ્યો 5 વર્ષની બાળકીનો મૃતદેહ

News18 Gujarati
Updated: June 30, 2018, 12:48 PM IST
મોરબી: સીરામિક યુનિટના લેબર ક્વાર્ટરમાંથી મળી આવ્યો 5 વર્ષની બાળકીનો મૃતદેહ
મોરબીમાં 5 વર્ષની બાળકીનો હત્યા કરાયેલી હાલતમાં મળી આવ્યો મૃતદેહ

  • Share this:
મોરબી લખધીરપુર રોડ પર એક અજાણી બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે. આ ઘટનાની જાણ થતા જ જિલ્લા પોલીસ કાફલો દોડી આવ્યો હતો. બનાવની ગંભીરતા જોતા તેમણે એફ.એસ.એલ ની ટીમ બોલાવી તપાસ હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ લખધીરપુર રોડ પર સીરામિક યુનિટના લેબર ક્વાર્ટરમાંથી એક 5 વર્ષની બાળકીનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. બાળકીના ઘરની બાજુના ઘરમાંથી બાળકીનો મૃતદેહ મળ્યો હતો. જો કે બાળકીનું ગળુ કપાયેલી હાલતમાં હતુ અને તેના ગળાના ભાગે તીક્ષ્ય હથિયારના ઘા મારેલા હોય તેવા નિશાન મળ્યા હતા.

હાલતો રેલવે પોલીસે બાળકીના મૃતદેહનો કબજો લીધો છે. હવે પેનલ ડોક્ટરો દ્વારા મૃતદેહનું ફોરેન્સિક પી.એમ કરવામાં આવશે. ત્યાર બાદ જ આ મામલે વધુ ખુલાસો થઈ શકશે. હવે બાળકી સાથે દુષ્કર્મ આચર્યુ છે કે બાળકીની હત્યા કરાઇ છે તે દિશામાં એલ.સી.બી પોલીસ તપાસ કરી રહી છે.
First published: June 30, 2018, 12:48 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading