મોરબી : માલિકે મકાન ખાલી કરવાની ધમકી આપતા ભાડુઆતનો આપઘાત

News18 Gujarati
Updated: April 8, 2020, 5:02 PM IST
મોરબી : માલિકે મકાન ખાલી કરવાની ધમકી આપતા ભાડુઆતનો આપઘાત
પ્રતિકાત્મક તસવીર

મકાન ખાલી કરવા બાબતે ધમકી મળતા રિક્ષાચાલક ભાડુઆતનો આપઘાત, એપાર્ટમેન્ટ પરથી પડતું મૂક્યું.

  • Share this:
અતુલ જોશી, મોરબી : મોરબીના નવલખી રોડ પર આવેલા લાયન્સનગરના સતનામ એપાર્ટમેન્ટમાં રહેતા ભાડુઆત (Tenant) પર મકાન માલિક (Property Owner) સહિત ચાર લોકોએ મકાન ખાલી કરી આપવા બાબતે બોલાચાલી કરી હુમલો (Attack) કર્યો હતો. જે બાદ ભાડુઆતે બી ડિવિઝન પોલીસ સ્ટેશન (Morbi B Division Police Statiojn)માં ફરિયાદ નોંધાવી હતી. આ મામલે યુવકને ધાક-ધમકી મળતા તેને ડરીને આપઘાત કરી લીધો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના સેન્ટમેરી ફાટક પાસે આવેલા લાયન્સનગર વિસ્તારમાં સતનામ અપાર્ટમેન્ટમાં રહેતા અને રીક્ષા ચલાવીને ગુજરાન ચલાવતા 37 વર્ષીય અશોકપરી ચકપરી ગોસ્વામીએ ગત મોડી રાત્રે એપાર્ટમેન્ટમાં ત્રીજા માળની બાલ્કનીમાંથી નીચે ઝંપલાવ્યું હતું. જેમાં તેઓ વીજળીના તાર પર પડતા શૉક લાગ્યો હતો. જેનાથી તેઓનું મોત નીપજ્યું હતું.

આ પણ વાંચો : કોરોના વાયરસ: સર્વદળીય બેઠકમાં PM મોદીએ કહ્યુ- 'લૉકડાઉનનો સમય વધી શકે છે'

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં વિશ્વાસ કાનજી પાટડીયાને ભાડે આપેલું મકાન ખાલી કરાવવા બાબતે ભાડુઆત સાથે ઝઘડો થયો હતો. જેથી, વિશ્વાસના મળતીયા એવા અબુ મુસા અને રાજુ પરમાર ગત મોડીરાત્રીના સતનામ એપાર્ટમેન્ટ ગયા હતા અને ધાક ધમકી દેતા હતા. આથી, ડરના માર્યા અશોકપરી ગૌસ્વામીએ આપઘાત કરી લીધો હતો. આ રીતે મકાન માલિક અને બે લુખ્ખાઓના ડરથી એક પરિવારનો દીપક ઓલવાઈ ગયો છે.
First published: April 8, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading