Home /News /kutchh-saurastra /મોરબી એસઓજી ટીમે ગેરકાયદેસર ગાંજાનું વેચાણ કરતા બે શખ્સોને પકડી પાડયા, એકની શોધખોળ યથાવત
મોરબી એસઓજી ટીમે ગેરકાયદેસર ગાંજાનું વેચાણ કરતા બે શખ્સોને પકડી પાડયા, એકની શોધખોળ યથાવત
મોરબી એસઓજીની કાર્યવાહી
Morbi SOG Action: મોરબી એસ.ઓ.જી ટીમે રફાળેશ્વર ગામે રહેણાંક મકાનમાં ગેરકાયદેસર ગાંજાનું વેચાણ કરતા બે શખ્સોને પકડી પાડવામાં આવ્યા છે.જ્યારે હજુ પણ એકની શોધખોળ યથાવત છે. મોરબી એસ.ઓ.જી. ટીમને એક મોટી સફળતા મળવા પામી છે. જેમાં પોલીસે રહેણાંક મકાનમાં થતા ગાંજાના વેપારને પકડી પડવામાં આવ્યો છે.
અતુલ જોશી, મોરબી: મોરબી એસ.ઓ.જી ટીમે રફાળેશ્વર ગામે રહેણાંક મકાનમાં ગેરકાયદેસર ગાંજાનું વેચાણ કરતા બે શખ્સોને પકડી પાડવામાં આવ્યા છે.જ્યારે હજુ પણ એકની શોધખોળ યથાવત છે. મોરબી એસ.ઓ.જી. ટીમને એક મોટી સફળતા મળવા પામી છે. જેમાં પોલીસે રહેણાંક મકાનમાં થતા ગાંજાના વેપારને પકડી પડવામાં આવ્યો છે. પોલીસે બન્ને આરોપીઓને જેલ હવાલે કર્યા છે. જયારે અન્ય એક ફરાર આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
મોરબી એસ.ઓ.જી. ટીમને મળી મોટી સફળતા
ઉલ્લેખનીય છે કે, પી.આઈ મયંક પંડયા દ્વારા પોતાનો નંબર જાહેર કરી લોકોને આવા નશાના કાળા કારોબાર સામે બંડ પોકારવા અને પોલીસને માહિતી આપવા અપીલ કરવામાં આવી છે. રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ દ્વારા એન.ડી.પી.એસ. કેસો શોધી કાઢવા ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ મોરબી જિલ્લા એસ.પી રાહુલ ત્રિપાઠીએ મોરબી એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટર એમ.પી.પંડ્યાને એન.ડી.પી.એસ. કેસો શોધી કાઢવા અંગે કામગીરી કરવા સુચના આપેલ હોય તે દરમિયાન મોરબી એસ.ઓ.જી.ને બાતમી મળેલ કે, અમુભારથી કાનભારથી ગોસાઇ અને બાબુભાઇ પાલાભાઇ રાઠોડ (રહે. બન્ને રફાળેશ્વર ગામ આંબેડકરનગર) નામના શખ્સો સાથે મળી અમુભારથી કાનભારથી ગોસાઇના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર ગાંજાનો જથ્થો રાખી તેનુ ખાનગીમાં વેચાણ કરે છે.
આ બાતમીના આધારે રહેણાંક માકને જઇ રેઇડ કરતા બંને ઈસમો રૂ. 44,500/-ની કિંમતના 4 કિલો 450 ગ્રામ ગાંજાના જથ્થા તથા 2 મોબાઇલ ફોન તેમજ રોકડા રૂપીયા 7,100/- સહિતનો મુદ્દામાલ મળી કુલ રૂ.53,300/-ના મુદ્દામાલ સાથે મળી આવ્યા છે. જેમના વિરુદ્ધ એન.ડી.પી.એસ, એક્ટની કલમ-8(સી), 20(બી) મુજબની કાર્યવાહી કરી બંનેને હસ્તગત કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. જયારે બંને આરોપીની પુછપરછ કરતા તેમણે કરશનભાઇ ભીખાભાઇ વાધેલા (રહે.બનાસકાઠા) નામનો ખુલાસો કરતા તેને પકડવા પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનિય છે કે મોરબીમાં થોડા સમય પહેલા એમડી ડ્રગ્સ સાથે પણ એક ઇસમ ને પકડી પાડવામાં આવ્યો હતો. મોરબી એસ.ઓ.જીની ટીમ દ્વારા આજે ફરી ગાંજાના મોટા જથ્થા સાથે બે ઇસમોને પકડી પાડવામાં આવતા અમુક અંશમાં નશો ફેલાતા અટક્યો છે. મોરબી એસ.ઓ.જી પીઆઈ મયંક પંડયા દ્વારા પોતાનાં મોબાઈલ નંબર 95377 99988 જાહેર કરી આવી કોઈ પ્રવૃત્તિ કરતા ઈસમોની માહિતી આપવા માટે જણાવવામાં આવ્યું છે. આ સાથે જ તેનું નામ પણ ગુપ્ત રાખવામા આવશે તેવી લોકોને બાહેધરી આપવામાં આવી છે.
Published by:Vimal Prajapati
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર